Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Budget 2024: આજે રજૂ થયેલા ગુજરાતના બજેટની 25 મહત્વની વાતો

Gujarat Budget 2024: ગુરુવારે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) કેન્દ્રિય વચગાળાનું બજેટ રજૂ કર્યું જેના એક દિવસ પછી એટલે કે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ (State Finance Minister Kanu Desai) એ ગુજરાતનું બજેટ (Gujarat’s Budget) રજૂ...
gujarat budget 2024  આજે રજૂ થયેલા ગુજરાતના બજેટની 25 મહત્વની વાતો

Gujarat Budget 2024: ગુરુવારે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) કેન્દ્રિય વચગાળાનું બજેટ રજૂ કર્યું જેના એક દિવસ પછી એટલે કે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ (State Finance Minister Kanu Desai) એ ગુજરાતનું બજેટ (Gujarat’s Budget) રજૂ કર્યું છે. ગુજરાતના બજેટ 2024 રજૂ કરતા સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

બજેટની 25 મોટી વાત

1. 7 નવી મનપા

રાજ્યમાં બનશે 7 નવી મહાનગરપાલિકા
નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી
આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર

2. સૌથી લાંબો રિવરફ્રન્ટ

વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ
અમદાવાદથી ગાંધીનગર સુધી
38.2 કિમી લાંબો રિવરફ્રન્ટ

Advertisement

3. શિક્ષણ ક્ષેત્રને ભેટ

શિક્ષણ વિભાગ માટે મેગા બજેટ
સૌથી વધુ 55,114 કરોડની ફાળવણી
શિક્ષણ માટે બજેટમાં 11,463 કરોડનો વધારો

Advertisement

4. શિક્ષામાં પરિવર્તન

શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન
45 હજાર સ્માર્ટ ક્લાસરૂમનું કામ ચાલુ
શાળાઓને 2 લાખ કોમ્પ્યુટર અપાશે

5. વિદ્યાર્થીઓને લાભ

નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ
નમો સરસ્વતી યોજના માટે 250 કરોડ
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3000 કરોડ

6. ખેડૂતોને ફાયદો

ખેડૂતોના હિતમાં 1570 કરોડ ફાળવ્યા
કિસાન સૂર્યોદય યોજના અંગે જાહેરાત
યોજના હેઠળ દિવસ મળશે વિજળી

7. આરોગ્યને પ્રાધાન્ય

આરોગ્ય વિભાગ માટે 21,100 કરોડ
અમદાવાદ-સુરતમાં અદ્યતન હોસ્પિટલ
કેન્સરના દર્દીઓને સારવાર માટે 600 કરોડ

8. હાઈસ્પીડ કોરિડોર

અમદાવાદ-ડાકોર હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર
ભુજ-ભચાઉ, રાજકોટ-ભાવનગર વચ્ચે કોરિડોર
કુલ કામગીરી માટે 222 કરોડની જોગવાઈ

9. સ્ક્રેપ વાહન

8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે દંડ માફ
52 હજાર વાહન માલિકોને 700 કરોડની મળશે રાહત
આ યોજના ફક્ત એક વર્ષ માટે લાવવામાં આવી

10. ઉદ્યોગને પ્રોત્સાહન

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9,228 કરોડ
ન્યૂ એજ ઇન્‍ડ્રસ્ટીઝ થકી ઉદ્યોગને પ્રોત્સાહન
અમદાવાદ ખાતે મેન્યુફેક્ચરિંગ હબ બનશે

11. હર ઘર જળ

પાણી પુરવઠા વિભાગ માટે 6,242 કરોડ
જળસંપત્તિ પ્રભાગ માટે 11,535 કરોડ
સૌરાષ્ટ્રમાં બલ્ક પાઈપલાઈનનું કામકાજ પૂર્ણતાના આરે

12. શહેર અને ગ્રામ્ય વચ્ચે જોડાણ

માર્ગ અને મકાન વિભાગ માટે 22,163 કરોડ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5,000 કરોડ
પરિક્રમા પથના બાંધકામ માટે 1,600 કરોડ

13. મહિલા સશક્તિકરણ

મહિલા અને બાળ વિકાસ માટે 6,885 કરોડ
વિધવા બહેનોને મદદરૂપ થવા માટે 2,363 કરોડ
વ્હાલી દિકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ

14. પ્રવાસનને પ્રોત્સાહન

શિવરાજપુર ખાતે 200 કરોડના કામ પ્રગતિ હેઠળ
સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે જોગવાઈ
'ટ્રાવેલ ફોર લાઇફ'ના ઉદ્દેશ્યને પ્રોત્સાહન

15. અયોધ્યા દર્શન

અયોધ્યામાં ‘રામ દર્શન’ બનશે સરળ
અયોધ્યા ધામ ખાતે બનશે યાત્રી નિવાસ
યાત્રી નિવાસ માટે 50 કરોડનું કર્યું આયોજન

16. સપનાનું શહેર ગિફ્ટ સીટી

ગિફ્ટ સીટીને પ્લાન્ડ ગ્રીન સીટી તરીકે વિકસાવાશે
ગિફ્ટ સીટીનો વિસ્તાર 3,300 એકર કરાશે
ફિનટેક હબની સ્થાપના માટે 52 કરોડ

17. ઈમરજન્સી સેવાઓ

ઈમરજન્સી સેવાઓ માટે જનરક્ષક યોજના
112 નંબર પર મળશે ઈમરજન્સી સેવાઓ
પોલીસ, ફાયર સહિતની સેવાઓ મળશે

18. નિર્મલ ગુજરાત

નિર્મલ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત
નિર્મલ ગુજરાત માટે 2500 કરોડની જોગવાઈ
સ્વછતા અભિયાનને વેગ આપવા નિર્મલ ગુજરાત

19. આંગણવાડીઓનું નિર્માણ

સરકારે આંગણવાડીના વિકાસ ફાળવી ગ્રાન્ટ
નવી 8 હજાર આંગણવાડીઓનું થશે નિર્માણ
20 હજાર આંગણવાડીઓને ઈન્ટરનેટ સેવા અપાશે

20. વનબંધુઓ માટે ખુશખબર

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડ
વનબંધુ કલ્યાણ યોજનામાં 01 લાખ કરોડનો ખર્ચ
સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત

21. મેટ્રો રેલ પ્રોજેક્ટ

મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની ફાળવણી
અમદાવાદ મેટ્રો અને અમદાવાદ એરપોર્ટ વચ્ચે કનેક્શન
અમદાવાદ મેટ્રો ગિફ્ટ સીટી સુધી કનેક્ટ કરાશે

22. ST બસ સેવા

નવી બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઈ
નવી 2500 ST બસો ખરીદવામાં આવશે
1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

23. સુરક્ષા માટે જોગવાઈ

ગૃહવિભાગ માટે 10,378 કરોડની જાહેરાત
અમદાવાદ અને વાવ SRPF ખાતે SAF
સ્પેશિયલ એક્શન ફોર્સ (SAF) માટે 25 કરોડ

24. સ્માર્ટ પોલીસ

પોલીસ મહેકમમાં વધારો કરવામાં આવશે
આધુનિક સાધનો, વાહનોની ખરીદી પર ભાર
ટ્રાફિક નિયમ, માર્ગ સુરક્ષા વધુ અસરકારક બનશે

25. કૃષિ વ્યવસ્થા

કૃષિ યાંત્રિકીકરણ માટે 701 કરોડની જોગવાઇ
સોલાર ફેન્સીંગ બનાવવાની સહાય માટે 350 કરોડ
ડ્રોન ટેક્નોલોજી એટલે કૃષિ વિમાનને પ્રોત્સાહન

આ પણ વાંચો: BUDGET 2024 ને મુખ્યમંત્રીએ આવકાર્યું, કહ્યું - બજેટમાં ગુજરાતને 5G બનાવવાનું પ્રતિબિંબ
Tags :
Advertisement

.