ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Drugs cash : ડ્રગ્સ મામલે ગુજરાત DGP વિકાસ સહાયએ કર્યો આ મોટો ખુલાસો

Drugs cash : ભારતીય જળ સીમામાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાર્કોટિકસનો વધુ એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સ (Drugs)નો જથ્થો પકડી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ...
07:22 PM Apr 29, 2024 IST | Hiren Dave
DGP Vikas Sahay

Drugs cash : ભારતીય જળ સીમામાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાર્કોટિકસનો વધુ એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સ (Drugs)નો જથ્થો પકડી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ પકડાયેલ ડ્રગ્સની અંદાજિત કિંમત 60 કરોડ રૂપિયા થાય છે. તો સમગ્ર (Drugs cash) મામલે ગુજરાત DGP વિકાસ સહાય (DGP Vikas Sahay)દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે.

 

ગુજરાત DGPએ કરી પત્રકાર પરિષદ

ગુજરાત DGP વિકાસ સહાયે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા વધુ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને સતત બીજા દિવસે જળસીમા પરથી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે 173 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. બંને ભારતીય માછીમારો પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી રહ્યા હતા. જપ્ત કરવામાં આવેલ રૂ.60 કરોડનું ડ્રગ્સ હશીશ હોવાનો ખુલાસો પણ થયો છે.

ભારતીય ફિશિંગ બોટ ભાડે કરાઇ

વધુમાં ગુજરાત DGP એ જણાવ્યું કે ડ્રગ્સનો જથ્થો બોટ મારફતે દરિયાઈ માર્ગેથી દ્વારકામાં ઉતરવાનો હતો. દ્વારકાથી સાઉથના ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનો પ્લાન હતો. મુંબઈ અને બીડના 3 શખ્સ ડગ્સ લાવવાના હતા. જેના માટે ભારતીય ફિશિંગ બોટ ભાડે કરવામાં આવી હતી. ડ્રગ્સ લેવા માટે કૈલાશ, મંગેશ, દત્તા સખારામ જવાના હતા. પાકિસ્તાનના પશની પાસેથી ડિલિવરી લેવાના હતા.

કોસ્ટગાર્ડના 4 દિવસ સુધી દરિયામાં ધામા

આરોપીઓ પાકિસ્તાનથી 22મી એપ્રિલના રોજ કન્સાઈનમેન્ટ લઈને નીકળ્યા હતા અને 27-28 એપ્રિલ આસપાસ પરત આવવાની માહિતી હતી. માહિતીના આધારે કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધર્યું અને ગુજરાતની સરહદથી 120 નોટિકલ માઈલ દૂર બોટને ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડના વેસલ ‘સજાગ’ જહાજમાં કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધર્યું હતું અને કોસ્ટગાર્ડના અધિકારીઓના 4 દિવસ દરિયામાં જ વિતાવ્યા હતા.

3 દિવસમાં ગુજરાત ATSએ કુલ 3 સફળ ઓપરેશન પાર પાડ્યા

ઉલ્લેખનિય છે કે 3 દિવસમાં ગુજરાત ATSએ કુલ 3 સફળ ઓપરેશન પાર પાડ્યા છે. ATS દ્વારા અત્યાર સુધી કુલ 1830 કરોડની કિંમતનું ડ્રગ ઝડપી પાડયું છે. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ સાથે મળી છેલ્લા 3 વર્ષમાં 12 વખત ડ્રગ ઝડપી પાડ્યું છે અને ચાલુ વર્ષે સંયુક્ત ઓપરેશન દરમિયાન 4 વખત ડ્રગ પકડી પાડ્યું છે.

 

આ  પણ  વાંચો -DRUGS : અરબ સાગરમાં ફરી કોસ્ટગાર્ડ અને ATSનું સૌથી મોટું ઓપરેશન

આ  પણ  વાંચો - Gujarat ATS And Drugs: ગુજરાતમાં Drugs સપ્લાય કરતી ચેનનો છેડો ક્યારે આવશે હાથમાં…?

આ  પણ  વાંચો - Gujarat ATS : ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી ઝડપાઇ, 230 કરોડનો મુદ્દામાલ જપ્ત

Tags :
Arabian SeadrugsfishermenGujarat ATSGujarat DGP Vikas SahayGujarat FirstGujratindian CoastguardoperationPress Conference
Next Article