ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Dahod : કરોડોના નકલી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર, હવે આ અધિકારીની થઈ ધરપકડ

દાહોદમાં (Dahod) નકલી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી કચેરી મામલે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસ (Dahod Police) દ્વારા અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, ઝડપાયેલ અધિકારી દાહોદમાં...
05:32 PM Feb 22, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

દાહોદમાં (Dahod) નકલી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી કચેરી મામલે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસ (Dahod Police) દ્વારા અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, ઝડપાયેલ અધિકારી દાહોદમાં તત્કાલીન પ્રયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા.

દાહોદમાં નકલી કચેરી કૌભાંડ

દાહોદમાં (Dahod) નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ એક અધિકારી સંજય પંડ્યાની (Sanjay Pandya) ધરપકડ કરી છે. સંજય પંડ્યા વર્ષ 2022 થી 2023 દરમિયાન દાહોદમાં (Dahod) તત્કાલીન પ્રયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. દાહોદ પોલીસ દ્વારા સંજય પંડ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ કેસમાં થોડા દિવસો અગાઉ પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જેમાં 7 બેંકોના એકાઉન્ટનાં 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયાં હતાં. દાહોદ પોલીસે 3434 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.

આરોપી સંજય પંડ્યા

નકલી બાબુઓએ 100 નહીં પણ 121 કામને મંજૂરી આપી હતી

આ નકલી કચેરી કૌભાંડમાં (Fake Office Scam) અત્યાર સુધીની પોલીસ તપાસમાં (Dahod Police) ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં નકલી બાબુઓએ 100 નહીં પણ 121 કામને મંજૂરી આપી હતી. ત્યારે રૂ. 18.59 કરોડનું કૌભાંડ વધીને રૂ. 25 કરોડને પાર થયું હોવાનું સામે આવ્યું હતું. દાહોદ પોલીસે અગાઉ પૂર્વ IAS બાબુ નીનામા સહિત 13 આરોપીઓ ઝડપાયા હતા. આ મામલે હાલ પણ તપાસ ચાલુ છે ત્યારે અનેક મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.

નકલી કચેરીને 18 કામ માટે રૂ. 2.78 કરોડની ફાળવણી કરી હોવાનો ખુલાસો

નકલી કચેરી ખોલી દાહોદની પ્રાયોજના વહીવટદારની કચેરી માઠી કરોડોની ગ્રાન્ટ ચાંઉ કરવાને મામલે અગાઉ નિવૃત્ત આઈએએસ બી.ડી. નિનામા, કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચા સહિત 13 ની ધરપકડ બાદ આજે વધુ એક અધિકારીની ધરપકડ કરાતાં ખળભળાટ મચી ગયો હતો. સાલ 2005 કેડરના જીએએસ સંજય પંડ્યાની દાહોદ પ્રાયોજના વહીવટદાર તરીકે એપ્રિલ, 2022 માં નિમણૂક કરાઇ હતી અને માર્ચ 2023 માં તેઓની બદલી થઈ તે સમયગાળા દરમિયાન તેમના દ્વારા પણ નકલી કચેરીને 18 કામ માટે રૂ. 2.78 કરોડની ફાળવણી કરી હોવાનો ખુલાસો થતાં દાહોદ પોલીસે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને હાલના સ્પીપાના ડે. ડાયરેક્ટર સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી. શરૂઆતમાં રૂ. 18.59 કરોડની ગ્રાન્ટ વપરાઇ હોવાની ફરિયાદ નોધાયા બાદ તપાસ દરમિયાન આંકડો રૂ. 25 કરોડ ને પર પહોચ્યો છે ત્યારે સંજય પંડ્યાની ધરપકડ બાદ અન્ય ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે.

અગાઉ આ લોકોની થઈ હતી ધરપકડ

છોટાઉદેપુર માં નકલી કચેરી નું કૌભાંડ ઝડપાયા બાદ દાહોદ માં પણ છ જેટલી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દર્શાવી અબુબકર અને સંદીપ રાજપૂત દ્વારા 100 જેટલા કામો પેટે 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવતા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી, જેને પગલે પોલીસે તપાસ દરમિયાન નિવૃત્ત આઈએએસ બી.ડી.નિનામા, પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચા, અબુબકર, સંદીપ રાજપૂત તેમ જ પ્રયોજના વહીવટદારની કચેરીના પાંચ જેટલા કર્મચારીઓ એમ મળી કુલ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 13 આરોપી સામે પોલીસે 10 ફેબ્રુઆરીએ 3434 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં સાત બેન્કોના 200 જેટલા સ્ટેટમેન્ટ પણ સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસમાં તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યાની પણ સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે તપાસ દરમિયાન હજુ બીજા અધિકારીઓની સંડોવણી પણ સામે આવે તેવી શક્યતાઓ હાલ તો સેવાઇ રહી છે.

આ પણ વાંચો - Giga Bhammar : વાણીવિલાસ કરતા ગીગા ભમ્મરની મુશ્કેલીઓ વધી! ભારે આક્રોશ સાથે દલિત સમાજે કરી આ કાર્યવાહી

અહેવાલ : સાબીર ભાભોર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
charge sheetDahodDahod CourtDahod Policefake office scamGujarat FirstGujarati NewsIAS Babu NeenamaProject AdministratorSanjay Pandya