Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kanpur : કેન્દ્રીય મંત્રીની માતા જ ફસાયા..જાણો મામલો શું છે...

Kanpur : ઉત્તરપ્રદેશના કાનપુર (Kanpur) માં થયેલા અરૌલ રોડ અકસ્માતમાં બે બાળકોના મોતના મામલાની પોલીસે તપાસ પૂર્ણ કરી છે. આ કેસમાં, ડો. સોનેલાલ પટેલ એજ્યુકેશન સેન્ટર અરૌલના વહિવટદાર ક્રિષ્ના પટેલ અને શાળાના આચાર્ય દીપા નિગમને અકસ્માતમાં બેદરકારી બદલ દોષી ઠેરવી...
kanpur   કેન્દ્રીય મંત્રીની માતા જ ફસાયા  જાણો મામલો શું છે

Kanpur : ઉત્તરપ્રદેશના કાનપુર (Kanpur) માં થયેલા અરૌલ રોડ અકસ્માતમાં બે બાળકોના મોતના મામલાની પોલીસે તપાસ પૂર્ણ કરી છે. આ કેસમાં, ડો. સોનેલાલ પટેલ એજ્યુકેશન સેન્ટર અરૌલના વહિવટદાર ક્રિષ્ના પટેલ અને શાળાના આચાર્ય દીપા નિગમને અકસ્માતમાં બેદરકારી બદલ દોષી ઠેરવી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે અગાઉ વાન ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર અને લોડર ડ્રાઈવરની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ક્રિષ્ના પટેલ કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલના માતા છે.

Advertisement

બે બાળકો યશ તિવારી અને નિષ્ઠાનું મોત થયું હતું

8 ફેબ્રુઆરી, 2024 ના રોજ, બપોરે લગભગ 3 વાગ્યે, ડો. સોનેલાલ પટેલ એજ્યુકેશન સેન્ટરના બાળકોને ઘરે મૂકવા જઈ રહેલી ઓમની વાન સરૈયા દસ્તમ ખાન ગામ પાસે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બે બાળકો યશ તિવારી અને નિષ્ઠાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે અંકિન ગામના રહેવાસી યશ તિવારીના પિતા આલોક કુમાર તિવારીની ફરિયાદ પર 9 ફેબ્રુઆરી 2024ના રોજ અરૌલ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધ્યો હતો.

આ મામલામાં પોલીસે હાલપુરા અરૌલના રહેવાસી વાન ડ્રાઈવર હરિઓમ કટિયાર, મેરઠના રહેવાસી ટ્રક ડ્રાઈવર સરફરાઝ, લોડર ડ્રાઈવર ઋષિ કટિયાર અને ડો. સોનેલાલ પટેલ એજ્યુકેશન સેન્ટરના વહિવટદાર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ FIR નોંધી હતી. તપાસ દરમિયાન, પોલીસે હરિઓમ કટિયારને કલમ 304 હેઠળ જેલમાં મોકલી આપ્યો. બાકીના લોડર અને ટ્રક ડ્રાઈવરને કલમ 304 A હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે શાળાના પ્રિન્સિપાલ અને મેનેજરની તપાસ હાથ ધરી હતી.

Advertisement

બેદરકારીથી મૃત્યુ માટે દોષિત

ઇન્સ્પેક્ટર અરૌલ અખિલેશ પાલે જણાવ્યું કે તપાસમાં સ્કૂલના પ્રિન્સિપાલ દીપા નિગમ અને વહિવટદાર ક્રિષ્ના પટેલને પણ 304 A (બેદરકારીથી મૃત્યુનું કારણ) માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. પોલીસે બંને સામે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. હવે બંને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ, વાન શાળા દ્વારા ચલાવવામાં આવી રહી હતી અને વાન ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. તેમજ બાળકોએ પોલીસને નિવેદન આપ્યું હતું કે પ્રિન્સિપાલ દીપા નિગમે પોતાની વાન મંગાવી બાળકોને ત્યાં બેસાડ્યા હતા. ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર આ કેસમાં બાળકો સહિત 40 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો

મૃતક યશ તિવારીના પિતા આલોક તિવારીએ મેનેજર અને પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો હતો. આલોક તિવારીના કહેવા પ્રમાણે, તેઓ હજુ પણ ન્યાય માટે લડી રહ્યા છે.

Advertisement

બંને સામે પૂરક ચાર્જશીટ દાખલ

પોલીસે અગાઉ વાન ડ્રાઈવર સહિત ત્રણ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ મામલે તપાસ પૂર્ણ થઈ ગઈ છે. બંને સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તે કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો-----MCD નો એક્શન મોટ ઓન, 13 ગેરકાનૂની કોચિંગ સેન્ટર કર્યા સીલ

Tags :
Advertisement

.