UP પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ, ઉમેદવારોએ લખનૌમાં ઉજવણી કરી, જુઓ Video
ઉત્તર પ્રદેશ (UP)ની યોગી આદિત્યનાથ સરકારે યુપી (UP) પોલીસ ભરતી પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભમાં આદેશ જારી કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે યુવાનોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે યુપી (UP) પોલીસ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી રહી છે. સરકારે એમ પણ કહ્યું કે આગામી 6 મહિનામાં પરીક્ષા લેવામાં આવશે. આ અંગે અધિકારીઓને આદેશ જારી કરવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે યુવાનોની મહેનત અને પરીક્ષાની પવિત્રતા સાથે ખેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
'Paper leak': Uttar Pradesh police recruitment exam cancelled; re-test ordered within 6 months
Read @ANI Story | https://t.co/PrcGcPYU5X#PaperLeak #UttarPradesh #policerecruitmentexam pic.twitter.com/BfhdSqnDUU
— ANI Digital (@ani_digital) February 24, 2024
યોગી સરકારના નિર્ણય પર ઉમેદવારોએ ખુશી વ્યક્ત કરી હતી
યુપી (UP) સરકારે યુપી પોલીસ કોન્સ્ટેબલ સિવિલ પોલીસ પરીક્ષા 2023 ને રદ કરવાની અને આગામી 6 મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો આદેશ જાહેર કર્યા પછી લખનૌમાં ઉમેદવારોએ ઉજવણી કરી. તમને જણાવી દઈએ કે આ ઉમેદવારો ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ફરીથી પરીક્ષાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઉમેદવારો દ્વારા પુનઃપરીક્ષા, પુનઃપરીક્ષાના નારા સતત લગાવવામાં આવ્યા હતા. જો કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારે યુપી (UP) પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરી દીધી છે અને હવે આગામી 6 મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે.
#WATCH उत्तर प्रदेश: मुख्यमंत्री योगी आदित्यनाथ द्वारा उत्तर प्रदेश पुलिस कांस्टेबल सिविल पुलिस परीक्षा 2023 को रद्द करने और अगले 6 महीनों के भीतर पुन: परीक्षा आयोजित करने के आदेश की घोषणा के बाद लखनऊ में अभ्यर्थियों ने जश्न मनाया। pic.twitter.com/Fcmwct3NOG
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
RO-ARO પરીક્ષા અંગે શું નિર્ણય લેવાશે?
તમને જણાવી દઈએ કે યુપી (UP) સરકારે RO અને ARO ની પરીક્ષાને લઈને પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે સરકારે જણાવ્યું હતું કે આ પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ઉમેદવારો 27મી ફેબ્રુઆરી સુધી ફરિયાદ અને પુરાવા રજૂ કરી શકે છે. આ માટે સરકારે એક મેલ આઈડી પણ જારી કર્યો છે. સરકારે કહ્યું કે જે કોઈને આ પરીક્ષાઓમાં ગેરરીતિની શંકા છે. તેઓ 27 મી ફેબ્રુઆરી સુધી secyaappoint@nic.in પર ફરિયાદ નોંધાવી શકે છે . તમને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં જ RO અને ARO પરીક્ષા રદ્દ કરવાના વિરોધમાં ઉમેદવારો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Abdul Malik: હલ્દ્વાની હિંસાનો માસ્ટરમાઈન્ડ આખરે ઝડપાયો, ઉત્તરાખંડ પોલીસે દિલ્હીથી કરી ઘરપકડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ