Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાહોદ અને છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ મામલો,પોલીસે રીટાયર્ડ IAS અધિકારીની કરી ધરપકડ

  અહેવાલ -સાબિર ભાભોર-દાહોદ    નકલી કચેરી ખોલી 18.59 કરોડ ના કૌભાંડ મામલે સંદીપ રાજપૂત ની ધરપકડ બાદ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે દાહોદ ના પ્રાયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ ની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ...
દાહોદ અને છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ મામલો પોલીસે રીટાયર્ડ ias અધિકારીની કરી ધરપકડ
Advertisement

Advertisement

અહેવાલ -સાબિર ભાભોર-દાહોદ 

Advertisement

Advertisement

નકલી કચેરી ખોલી 18.59 કરોડ ના કૌભાંડ મામલે સંદીપ રાજપૂત ની ધરપકડ બાદ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે દાહોદ ના પ્રાયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ ની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી  કરવામાં આવી છે .

છોટાઉદેપુર ખાતે નકલી કચેરી ખોલી પ્રયોજના વહીવટદાર ની કચેરી માથી ચાર કરોડ ઉપરાંત ની ગ્રાન્ટ મેળવી કૌભાંડ સામે આવતા પોલીસે સંદીપ રાજપૂત ની ધરપકડ બાદ તપાસ માં દાહોદ ખાતે પણ કૌભાંડ આચર્યું હોવાનું ખૂલતાં દાહોદ પ્રાયોજના વહીવટદાર દ્રારા પાછલા વર્ષો ના કામો ની ચકાસણી કરતાં સંદીપે દાહોદ જિલ્લા માં પાંચ અને ડભોઈ ખાતે એક એમ કુલ છ નકલી કચેરી પેપર ઉપર બતાવી નકલી અધિકારી ની ઓળખા ઊભી કરી અધિકારી ના ખોટા સિક્કા સહિત ના દસ્તાવેજો ઉભા કરી પ્રાયોજના વહીવટદાર ની કચેરી માથી પણ 100 કામો માટે 18.59 કરોડ ની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા પ્રાયોજના વહીવટદાર કચેરી દ્રારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી હતી
જેને પગલે દાહોદ પોલીસે આરોપી સંદીપ રાજપૂત ને ટ્રાન્સફર વોરંટ થી દાહોદ ખાતે લાવી કોર્ટ માં રજૂ કરતાં કોર્ટે 11 દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે દરમિયાન અંકિત સુથાર નામ ના ઈસમ સંડોવણી સામે આવી હતી અંકિત દ્રારા બેન્કો માં ખોટી કચેરી ના નામે ખાતા ખોલવામાં આવ્યા હતા તેમજ સ્થાનીક સરકારી કચેરીઓ ના સંપર્ક માં રહી ખોટી રીતે કામગીરી કરતો હતો ત્યારે આજે વધુ એક ખુલાસો થયો હતો જેમાં દાહોદ ના પ્રાયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા નિવૃત્ત આઈએએસ બી.ડી.નિનામા ની પણ સંડોવણી સામે આવતા આજે પોલીસે ધરપકડ કરી આ મામલે વધૂતપાસ હાથ ધરી છે
બી.ડી. નિનામા ની દાહોદ ખાતે પ્રાયોજના વહીવટદાર તરીકે 2019 માં નિમણૂક થઈ હતી અને 2020 માં પ્રમોશન સાથે દાહોદ થી બદલી થઈ હતી ત્યારબાદ તેઓએ ડીડીઑ ના પદ ઉપર થી સ્વૈછિક રાજીનામું આપી સરકારી અધિકારી તરીકે નિવૃત્ત થયા હતા આરોપી સંદીપ રાજપૂતે જે 100 કામ માટે સરકારી ગ્રાન્ટ મેળવી હતી તેમાથી 82 કામો બી.ડી નિનામા જ્યારે દાહોદ ના પ્રાયોજના વહીવટદાર હતા તે સમયગાળા દરમિયાન ના છે એટ્લે સમગ્ર કૌભાંડ માં નિવૃત આઈએએસ બી.ડી.નિનામા ની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે અન્ય અધિકારી કે રાજકીય નેતાઓ ની પણ સંડોવણી બહાર આવે તેવી આશંકાઓ સેવાઇ રહી છે

આ  પણ  વાંચો -GONDAL: માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતા જણસી આવક શરૂ

Tags :
Advertisement

Trending News

.

×