ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganiben Thakor : કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપતા થરાદમાં મોડી રાતે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા થોડા દિવસ પહેલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે કોંગ્રેસ (Congress) દ્વારા તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ હતી....
11:56 AM Mar 13, 2024 IST | Vipul Sen

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા થોડા દિવસ પહેલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે કોંગ્રેસ (Congress) દ્વારા તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ હતી. કોંગ્રેસ (Congress) ની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં ગુજરાતની 7 બેઠકો માટે નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરનું (Ganiben Thakor) નામ જાહેર કર્યું છે, જેથી ભાભરમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને 'વંદે માતરમ', 'જ્ય જવાન જય કિસાન' નારા લગાવી ફટાકડા ફોડ્યા હતા.

 

લોકસભા ચૂંટણીને લઈને ગઈકાલે કોંગ્રેસે (Congress) ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતની 7 બેઠકો માટે નામ જાહેર કરાયા છે, જેમાં અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા (Bharat Makwana), અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધ, વલસાડથી અનંત પટેલ, પોરબંદરથી લલિત વસોયા (Lalit Vasoya), દીવ-દમણથી કેતન પટેલ, કચ્છથી નિતિશ લાલન અને બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) ટિકિટ આપવામાં આવી છે. લોકાસભાના ઉમેદવાર તરીકે કોંગેસે ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરતા ભાભરમાં (Bhabhar) ફાટકફા ફોડી તેમના સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસની યાદી પહેલા Gujarat First એ કરી હતી સંભવિત નામોની જાહેરાત

માહિતી મુજબ, મોડી રાત્રે ભાભરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે, કોંગ્રેસ યાદી જાહેર કરે તે પહેલા સોમવારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પણ સંભવિત નામોની જાહેરાત કરવામાં આવી હતી. તે જ મોટાભાગનાં નામો કોંગ્રેસની આ યાદીમાં જોવા મળ્યા છે. એટલે કે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) જાહેર કરેલા નામો પર મહોર લાગી છે.

 

આ પણ વાંચો - Congress ની બીજી યાદી જાહેર, આ બેઠકો પર બળિયા ટકરાશે

આ પણ વાંચો - Gandhinagar : દેશની પ્રતિષ્ઠીત ગણાતી બેઠક પર હંમેશા ભાજપનો દબદબો

આ પણ વાંચો - કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

 

Tags :
Bharatiya Janata PartyBJPCongressGanibenGaniben ThakorGujarat CongressGujarat FirstGujarati NewsLalit VasoyaLok Sabha ElectionsPorbandarTharad
Next Article