Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress : બજેટ પહેલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરી ગૃહ પહોચ્યા નેતાઓ

આજે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) આજે ગૃહમાં બજેટ રજૂ કરશે. જો કે, આ પહેલા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના...
congress   બજેટ પહેલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન  ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરી ગૃહ પહોચ્યા નેતાઓ

આજે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) આજે ગૃહમાં બજેટ રજૂ કરશે. જો કે, આ પહેલા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરીને વિધાનસભા ગૃહ બહાર આવ્યા.

Advertisement

ગુજરાત વિધાનસભામાં આજે રાજ્ય સરકારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવાના છે. રાજ્યની ભાજપ સરકાર (Gujarat Govt) આ બજેટને ગુજરાતને આગળ વધારતું અને સૌધી મોટું અને મહત્ત્વનું ગણાવી રહી છે. ત્યારે બીજી તરફ આજે ગૃહ બહાર કોંગ્રેસ પાર્ટીના (Congress) નેતાઓ અને ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડિયા, ગેની ઠાકોર સહિતના નેતાઓ વિવિધ પોસ્ટર સાથે વિધાનસભા ગૃહ પહોંચ્યા છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની લોન માફીના ખોટા વાયદા સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ દાખવવામાં આવ્યો છે.

પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે : અમિત ચાવડા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું કે, બહુમતી અને ડબલ એન્જિનની સરકાર દ્વારા વર્ષ 2023 ના બજેટમાં પણ જનતાને જે વાયદા કરવામાં આવ્યા હતા તે હજુ સુધી પૂરા કરવામાં આવ્યા નથી. પ્રજાની આશાઓ વેડફાઈ છે. ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. લાખો યુવાનો મોંઘુ શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર છે. ખેડૂતોના દેવા માફ નથી થતા. બધાને પાકા મકાન મળશે તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા પરંતુ, હજી પણ મોટી સંખ્યામાં લોકો કાચા મકાનમાં રહે છે.

Advertisement

'ગુજરાતના લોકોને પણ રૂ. 450 માં ગેસ સિલિન્ડર મળે'

તેમણે કહ્યું કે, ખેડૂતોને દિવસે પણ વીજળી નથી મળતી. વેપારીઓ જીએસટીની મુશ્કેલ પ્રક્રિયાથી ઝઝૂમી રહ્યા છે. રાજસ્થાનમાં સરકાર બનાવી બીજેપી અહીંના સમાચાર પત્રોમાં જાહેરાતો આપે છે કે રૂ. 450 ગેસ સિલિન્ડર આપશે. તો અમને આશા છે કે આ 156 બેઠકોવાળી બહુમતીની ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં પણ ગૃહિણીઓને મોંઘવારીના મારથી રાહત આપશે. ગુજરાતના લોકોને પણ રૂ. 450 માં ગેસ સિલિન્ડર મળે તેવી જોગવાઈ આ બજેટમાં કરે તેવી આશા છે. આ સાથે અમિત ચાવડાએ, ગુજરાતમાં જેટલા પણ સરકારી પદો ખાલી છે તે તમામ પદો પર કાયમી ધોરણે પૂરા પગારથી ગુજરાતના યુવાનોને નોકરી મળે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, પ્રજાને મોંઘવારીથી રાહત મળે તેવી જોગવાઈ બજેટમાં સરકાર દ્વારા કરવામાં આવે તેવી અમારી માગણી છે તેમ જણાવ્યું હતું.

જો કે, કોંગ્રેસા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી ગેરહાજર રહ્યા હતા. તેમની ગેરહાજરી અંગે સવાલ પૂછાતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી હાલ હાજર નથી, પરંતુ, અગાઉથી રજા લઈને કામ હોવાથી ગયા છે.

Advertisement

વિધાનસભા અધ્યક્ષની કોંગ્રેસના ધારાસભ્યોને ટકોર

બજેટ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની પણ પ્રતિક્રિયા સામે આવી છે. શૈલેષ પરમારે કહ્યું કે, પ્રજા બજેટમાં રાહતની આશા રાખી રહી છે. ખેડૂતો, ગૃહિણીઓ અને યુવાઓએ પણ મોંઘવારી, બેરોજગારી અને લોન માફીથી રાહતની આશા રાખી છે. આથી રાજ્ય સરકાર બજેટમાં આ મુદ્દાઓ પર જોગવાઈ કરે તેવી આશા છે. બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્યોને ટકોર કરી હતી કે, કોંગ્રેસની ઓફિસમાં પોસ્ટર બનાવવામાં આવ્યા છે. વિધાનસભા કાર્યક્ષેત્રમાં આવી કામગીરી ન થવી જોઇએ.

આ પણ વાંચો - Gujarat Budget : યુવાનો, મહિલા માટે થઈ શકે મહત્ત્વની જાહેરાતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.