Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : મંત્રી Rushikesh Patel પહોંચ્યા Command and Control Center

આજે રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલે અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતિની સંપૂર્ણ વિગતો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી મેળવી હતી. મંત્રીએ અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની...
ahmedabad   મંત્રી rushikesh patel પહોંચ્યા command and control center

આજે રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલે અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતિની સંપૂર્ણ વિગતો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી મેળવી હતી. મંત્રીએ અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની સંપૂર્ણ વ્યવસ્થાની પણ વિગતવાર માહિતી મેળવી હતી.

Advertisement

સ્થિતિનું મોનિટરિંગ કર્યું

આ મુલાકાતમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષભાઈ બારોટ અને સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ જોડાયા હતા. મંત્રી ઋષિકેશ પટેલે શહેરના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું.

Advertisement

પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ અંગે સમિક્ષા કરી

Advertisement

અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વરસાદથી પ્રભાવિત શહેરના વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીએ અમદાવાદના નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ તેમજ આકસ્મિક સંજોગોમાં આ લોકોને સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.

પાણી નિકાલની શ્રેષ્ઠ વ્યવસ્થા

મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝડપથી વિકસેલું સ્માર્ટ અને હેરિટેજ સિટી અમદાવાદમાં રોડ , રસ્તા, પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઇ છે.

સંયુક્ત પ્રયાસો થકી સારુ આયોજન

આજની બેઠકમાં શહેરમાં વરસાદી પાણીનો સત્વરે નિકાલ થાય તે સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી છે. રાજ્યના ઈરીગેશન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ થકી વરસાદી પાણીનો સત્વરે નિકાલ થાય તે પ્રકારનું ભાવી આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો : સાબરમતીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રુઝનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.