Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM Bhupendra Patel : ગોતામાં CM ની કાર્યકર્તા સાથે બેઠક, કહ્યું- પહેલા દેશનું શું થશે તેવી ચિંતા થતી, પરંતુ હવે..!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજ્યભરમાં પ્રચારના પડઘમ સંભળાઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) ગોતા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી...
11:20 PM Mar 22, 2024 IST | Vipul Sen

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજ્યભરમાં પ્રચારના પડઘમ સંભળાઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) ગોતા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બુથ લેવલની મજબૂત પ્લાનિંગ વિશે ચર્ચા કરી હતી. સાથે જ સીએમએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને (Amit Shah) જંગી લીડ સાથે જીતાડવા માટે કાર્યકર્તાઓને ઘર ઘર સુધી પ્રચાર કરવા કહ્યું હતું.

હવે વિકાસની રાજનીતિ પર ચૂંટણી લડાઈ રહી છે : CM ભૂપેન્દ્ર પટેલ

લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગોતા (Gota) વિસ્તારની શાયોના સોસાયટીમાં યોજાયેલ પાર્ટી મિટિંગમાં હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી બીજેપી (BJP) ઉમેદવાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને જંગી લીડ જીતાડવા માટે ઘર ઘર સુધી પ્રચાર કરવા હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જણાવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પહેલાની ચૂંટણી આપણે બધાએ જોઈ છે. ત્યારે લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ શું હોય ? પહેલા વિકાસના મુદ્દા નહીં પણ જાતિવાદ, ભ્રષ્ટાચારના મુદ્દાઓની વાત થતી હતી. પરંતુ, હવે વિકાસની રાજનીતિ પર ચૂંટણી લડાઈ રહી છે.

'પહેલા આપણા દેશનું શું થશે તેવી ચિંતા થતી હતી'

CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આગળ કહ્યું કે, હાલ દરેક વ્યક્તિને લાગે છે કે વિકાસ થઈ રહ્યો છે. પહેલા જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણા દેશના અર્થતંત્રનું શું થશે તેવી ચિંતાઓ થતી હતી. પરંતુ, માત્ર 1 જ દાયકા પછી હવે આપણી અર્થવ્યવસ્થા 5માં નંબરથી ત્રીજા નંબરે ક્યારે આવશે તેવી ચર્ચાઓ થાય છે. પહેલા આપણા દેશનું શું થશે તેવી ચિંતા થતી હતી પરંતુ એક વ્યક્તિના હિસાબે હવે આપણા દેશનું ગૌરવ આખી દુનિયામાં વધ્યું છે. CM એ આગળ કહ્યું કે, પીએમ નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendrabhai Modi) સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું અને આપણે તેમાં ક્યારે જોડાઈ ગયા આપણને પણ ખબર નથી. આપણે બઘા એક ભારત શ્રેષ્ઠ ભારત પર આગળ વધી રહ્યા છીએ.

'10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા'

CM એ આગળ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા તે મોટી વાત છે. સ્વરાજ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) અને અમિતભાઈ શાહ (Amit Shah) આજે રામ રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આગળ કહ્યું કે, અન્ય રાજ્યમાં પણ ગુજરાતીઓ હોયને હું જાઉં તો તેમને ગૌરવ થાય છે. વિદેશમાં ભારતીય પાસપોર્ટ જોઈને હવે ગર્વ થાય છે. CM એ કહ્યું કે, બે દેશના યુદ્વમાં આપડાં નાગરિકો ભારતનો ફ્લેગ બતાવીને નીકળી જાય આનાથી મોટી વાત શું હોય શકે. વડાપ્રધાને જ્યારે જે કામ કર્યા છે તે નાના માણસને ધ્યાનમાં રાખીને કર્યા છે. હવે ચાની કીટલી અને શાકની લારી ચલાવતા લોકોને પણ રૂ. 10 હજારની લોન તરત મળે છે. 10 ભરે કે તરત 20 હજારની લોન મળે છે ત્યારે જ ગરીબી રેખામાંથી બહાર આપડે નીકળ્યા છીએ.

છેલ્લા 2 દાયકામાં ગુજરાતની સ્થિતિ ઘણી સુધરી છે : CM

આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી હતી કે, 7 તારીખે ક્યાંય પણ જવાનું હોય ટિકિટ કેન્સલ કરાવજો. મજબૂત વોટિંગ કરવાનું છે. ઘાટલોડિયા (Ghatlodia) મત વિસ્તારમાં રો છો એટલે ડબલ ફાયદો...કારણ કે, કંઈ કામ રહી જાય તો ઉપર અમિતભાઈ છે જ. નાનામાં નાનો બનાવ બન્યો હોય તો પણ વ્યસ્તતા વચ્ચે બનાવની વિગત અને ધ્યાન રાખે છે. સીએમ આગળ કહ્યું કે, વર્ષ 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું હતું. દેશ તે વખતે તૈયાર નહોતો પણ પીએમ મોદી અને અમિતભાઈ શાહે ગુજરાતને તૈયાર કર્યું. અત્યારે 500 કંપનીઓ ગુજરાતમાં આવવા તૈયાર છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતની સ્થિતિ ઘણી સુધરી છે. ગુજરાત સૌથી વધુ નોકરી આપતું રાજ્ય બન્યું છે. 24 કલાક ગામડાઓમાં લાઈટ, પહેલાં કરતા અત્યારે રોડ રસ્તા પણ ખૂબ સરસ થયા છે.

'ગુજરાતનું 3 લાખ 32 હજાર કરોડનું બજેટ'

સીએમએ કહ્યું કે, હાલ ગુજરાતનું 3 લાખ 32 હજાર કરોડનું બજેટ (Gujarat budget) છે. આર્થિક રીતે અત્યારે આપડે મજબૂત છીએ. હાલ, ગુજરાત રાજ્યમાં ટેકસની ઈનકમ પણ સારી થઈ છે. સ્વચ્છતા અભિયાન હોય કે ડિજિટલ પેમેન્ટ દરેકમાં આપડે આગળ છીએ અને હવે મોબાઇલ ચિપ બનાવવાની શરૂઆત પણ ગુજરાતમાં થઈ રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 370 હટાવી દીધી ત્યારે સાંસદમાં અમિતભાઇ રૂંવાડા ઊભા થાય તેવું બોલ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) કોઇ તોફાન કે કશું જ ના થયું. સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો ફેર દેશમાં આવ્યો. આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે અમિત શાહને વધુમાં વધુ વોટ આપીને જીતાડવા અપીલ કરી હતી.

 

આ પણ વાંચો - Gujarat First EXCLUSIVE : ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર! આણંદ બેઠકને લઈને સૌથી મોટો ખુલાસો

આ પણ વાંચો - Lalit Vasoya : જુનાગઢમાં લલિત વસોયા સામે ફરિયાદ, કાયદેસરની કાર્યવાહી કરવા માગ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો - Gujarat Congress : રોહન ગુપ્તાના રાજીનામા પર કોંગ્રેસ નેતાઓની આકરી પ્રતિક્રિયા! શક્તિસિંહ ગોહિલ રાજકોટના પ્રવાસે

 

Tags :
AhmedabadAmitbhai Shaharticle 370BJPChief Minister Bhupendra PatelGandhinagar Lok Sabha seatGhatlodiaGotaGujarat BudgetGujarat FirstGujarati NewsJammu and KashmirLok Sabha ElectionsPM Narendrabhai ModiVibrant Gujarat
Next Article