Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chaitar Vasava : નર્મદા બેઠક પર ફરી ઘમાસાણ! AAP નેતાએ લગાવ્યા આ ગંભીર આરોપ

લોકસભાની ચૂંટણી માટે મતદાન થયા પછી પણ રાજ્યની નર્મદા (Narmada) લોકસભા બેઠક પર ઘમાસાણ યથાવત છે. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ નામ લીધા વિના મોટા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. આદિવાસી વિસ્તાર માટે ફાળવાયેલી ગ્રાન્ટના દુરૂપયોગનો...
chaitar vasava   નર્મદા બેઠક પર ફરી ઘમાસાણ  aap નેતાએ લગાવ્યા આ ગંભીર આરોપ

લોકસભાની ચૂંટણી માટે મતદાન થયા પછી પણ રાજ્યની નર્મદા (Narmada) લોકસભા બેઠક પર ઘમાસાણ યથાવત છે. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ નામ લીધા વિના મોટા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. આદિવાસી વિસ્તાર માટે ફાળવાયેલી ગ્રાન્ટના દુરૂપયોગનો આરોપ ચૈતર વસાવાએ (Chaitar Vasava) લગાવ્યો છે. સાથે વિજિલન્સ તપાસની માગ પણ કરી છે.

Advertisement

આમ આદમી પાર્ટી (AAP) નેતા અને ભરૂચ (Bharuch) બેઠક પરથી INDI ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. નામ લીધા વિના ચૈતર વસાવાએ મોટા ગજાના નેતાઓ અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના (corruption) આરોપ લગાવ્યા છે. ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તાર માટે ફાળવાયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ બોગસ એજન્સીઓને ચૂકવી દેવાઈ હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાક મોટા નેતાઓ અને અધિકારીઓની મિલિભગતથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે.

ધારાસભ્યે કરી વિજિલન્સ તપાસની માંગ

ચૈતર વસાવાએ (Chaitar Vasava) આગળ કહ્યું કે, આ મામલે ડેડીયાપાડા (Dediapada) સાગબારાના તાલુકામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન આપવા જઈ રહ્યા હતા. મોવી ચોકડી ખાતે પોલીસે તેમને અને સમર્થકોના કાફલાને અટકાવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા અટકાવાતા ધારાસભ્ય તેમના સર્થકો સાથે રસ્તા પર બેસી ગયા હતા. આ સાથે તેમણે નર્મદા જિલ્લામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - BHARUCH : ભરૂચમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પરાકાષ્ઠાએ, ચૈતર અને મનસુખ વસાવા ફરી આવ્યા સામ-સામે

Advertisement

આ પણ વાંચો - madrasa Survey : આચાર્ય પર હુમલા મામલે 2 ની ધરપકડ, BJP નેતાએ કહ્યું- મદરેસામાં આવી ઘટના..!

આ પણ વાંચો - Rajkot: શક્તિસિંહના BJP પર ધારદાર પ્રહાર, કહ્યું- અંધભક્તો જ BJP નું…!

Tags :
Advertisement

.