Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Budget 2024-25 : આજથી વિધાનસભામાં બજેટ સત્રના 'શ્રી ગણેશ', એક મહિનામાં 26 બેઠકો યોજાશે

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) આજથી બજેટ સત્રના (Budget 2024-25) 'શ્રી ગણેશ' થશે. બપોરે 12 વાગ્યે વિધાનસભા બજેટ સત્રની પહેલી બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટસત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. વિધાનસભાના સ્વર્ગસ્થ...
08:01 AM Feb 01, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) આજથી બજેટ સત્રના (Budget 2024-25) 'શ્રી ગણેશ' થશે. બપોરે 12 વાગ્યે વિધાનસભા બજેટ સત્રની પહેલી બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટસત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. વિધાનસભાના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે.

આજે ગુજરાત માટે મહત્ત્વનો દિવસ છે. કારણે કે આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની (Budget 2024-25) શરૂઆત થવા જઈ રહી છે. બપોરે 12 વાગ્યે વિધાનસભામાં બજેટ સત્રની પહેલી બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના (Governor Acharya Devvrat) સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. ત્યાર બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ કરી સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. માહિતી મુજબ, સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મહેસૂલ વિભાગનું બિલ રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ રજૂ કરાશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ( Finance Minister Kanubhai Desai) વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કરશે. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન 26 જેટલી બેઠકો યોજાશે. બજેટ દરમિયાન રાજ્ય સરકાર ગણોતધારામાં ફેરફાર કરી શકે છે.

બજેટ ગુજરાતને આગળ વધારતું હશે : મંત્રી ઋષિકેશ પટેલે

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું હતું કે, આ બજેટ ગુજરાતને આગળ વધારતું હશે. તેમણે કહ્યું હતું કે, રાજપાલ દ્વારા આભાર પ્રસ્તાવ, સાથે જ ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરી અને વિકાસની જે પત્રિકા હતી તે દર્શાવવામાં આવશે. ઉપરાંત, પીએમ મોદીના નેજા હેઠળ અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો (Ram Mandir Pran Pratishtha) કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા વિધાનસભામાં સત્ર દરમિયાન 5મીના રોજ સર્વસંમતિથી અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે એવું નક્કિ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો - Surat : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 વર્ષીય બાળકી ઘરની બહાર નીકળી, બસની અડફેટે આવતા મોત

Tags :
Budget 2024-25Budget SessionFinance Minister Kanubhai DesaiGovernor Acharya DevvratGujarat FirstGujarat Legislative AssemblyGujarat-AssemblyGujarati NewsMinister Rishikesh Patel
Next Article