Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhupat Bhayani : AAP ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આ દિવસે BJP માં જોડાશે, જાણો તારીખ!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections -2024) લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે AAP ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) જલ્દી કેસરિયા ધારણ કરશે. જણાવી દઈએ કે, એક મહિના પહેલાં વિસાવદર (Visavdar) બેઠક...
bhupat bhayani   aap ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આ દિવસે bjp માં જોડાશે  જાણો તારીખ

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections -2024) લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે AAP ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) જલ્દી કેસરિયા ધારણ કરશે. જણાવી દઈએ કે, એક મહિના પહેલાં વિસાવદર (Visavdar) બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું અને AAP પાર્ટીમાંથી છેડો ફાડ્યો હતો.

Advertisement

માહિતી મુજબ, AAP ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) 3 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. વિસાવદરના જાહેર કાર્યક્રમ દરમિયાન ભૂપત ભાયાણી કેસરિયો ખેસ ધારણ કરશે. અહેવાલ છે કે આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશે. જણાવી દઈએ કે, એક મહિના પહેલા 13 ડિસેમ્બરના રોજ ભૂપત ભાયાણીએ આપ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

સૌજન્ય- Google

Advertisement

'હું રાષ્ટ્રના હિતમાં કામ કરવા માંગુ છું'

રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ (Bhupat Bhayani) જણાવ્યું હતું કે, રાજીનામું આપવાના ઘણા કારણો છે. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા માંગુ છું અને આમ આદમી પાર્ટી (AAP) યોગ્ય પ્લેટફોર્મ નથી. મે મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કંઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે અને કંઈ નથી તે જનતા જાણે છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા ગતરોજ ગાંધીનગરના કમલમ્ (Kamalam) ખાતે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન નેતા અર્જુન ખાટરિયા (Arjun Khataria) એ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (CR Patil) હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Surat : કબૂતરની ચરખથી 68 વર્ષના વૃદ્ધનું મોત, જાણો જીવલેણ ઈન્ફેક્શન વિશે

Advertisement

Tags :
Advertisement

.