Bharuch : ફાયર સેફ્ટીના અભાવે અંકલેશ્વરની ESIC હોસ્પિટલ સીલ
Bharuch: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલ ગોઝારી ઘટના બાદ તંત્ર જાગ્યું અને ગુજરાતભરમાં ફાયર સેફ્ટીનું સર્ચ શરૂ કરાયું. જેમાં ઉધોગીક નગરી એવા ભરૂચ જીલ્લાની એકમાત્ર કામદારો માટે કાર્યરત ESIC હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ મળી આવતા બંધ કરવાની ફરજ પડી છે. જેને લઇ તાત્કાલિક અસરથી 45 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ રિફર અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ESIC હોસ્પિટલને એક મહિના સુધી રહેશે બંધ
રાજકોટના TRP ગેમઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેની અસર હવે ભરૂચ જીલ્લાની ઉધોગીક કર્મચારીગણને થઇ રહી છે. દ્રશ્યો દેખાતી ESIC હોસ્પિટલ ભરૂચ જીલ્લામાં ઉધોગીક એકમોમાં કામ કરતા કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ છે. આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફ્ટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી ICU ના પાંચ જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલમાં મુલાકાત દેવા જણાવી દેવામાં આવ્યું છે. ત્યારે મોટો પ્રશ્ન હવે કામદારો ને મોટી હાલાકી વેઠવી પડશ. ત્યારે હોસ્પિટલ ના નિર્ણય પ્રમાણે 1 મહિના માં ફરી કાર્યરત થાઈ તેવી પણ પૂરી કોશિશ કરવામાં આવશે તેમ હોસ્પિલ ના સુપ્રિટેન્ડેન્ટ એ જણાવ્યું હતું.
રોજિંદા 300 દર્દીઓની ચકાસણી પર થશે અસર.
નોંધનીય છે કે 100 બેડના અદ્યતન ESIC હોસ્પિટલની ઉદઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્ય મંત્રી, બંડારુ દત્તાત્રેયના વરદ હસ્તે 13 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવ્યું હતુ. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવને પગલે હોસ્પિટલ 29 05 2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થવા જઈ રહી છે.
જોકે આ મામલે ESIC ના મેડિકલ સુપ્રિટેન્ડેડ પ્રમોદ એસ પનિકર દ્વારા જણાવાયું હતું કે હોસ્પિટલ લગભગ એક મહિના સુધી બંધ રહેશે. અને ESIC ના દર્દીઓએ કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલ, અંકલેશ્વરની સવસ્થમ,કેન્સર માટે જયાબેન મોદી, ભરૂચમાં સિવિલ હોસ્પિટલ અને એપેક્ષ હોસ્પિટલ ખાતે સારવાર અને ચેકઅપ કરાવી શકાશે. ત્યારે અંકલેશ્વર એસોિયેશનના પ્રમુખ જશું ચોધરી એ જણાવાયું હતું કે કોઈ કામદાર ને મોટી હાલાકીના ભોગવી પડે એ માટે એસોશિયન વતિ જિલ્લા કલેકટર ને લેટર લખીને હોસ્પિટલ ઓ.પી. ડી કાર્યરત રહે એવી માંગણી કરવામાં આવી રહી છે
કામદાર તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો
કામદાર નેતા એ પણ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો! કે આજ દિન સુધી જ્યારથી હોસ્પિટલ કાર્યરત હતી. ત્યારે કેમ કોઈ ફાયર & સેફ્ટી ની ચકાસણી કરવામાં કેમ ન આવી ? અને જે ESIC હોસ્પિટલ ના જે પણ ફાળો હોઈ છે.જે લાખો-કરોડો છે. તે ના તો કેન્દ્ર સરકાર ના રાજ્ય સરકાર નો હોઈ છે. જે પણ કામદાર નો રૂપિયો છે. તે કેન્દ્ર સરકાર ના કોર્પોરેશન માં જમા થતો હોય છે. ત્યારે તેને આવા કામ માં સદ ઉપયોગ માં લેવાય તેમ પણ જણાવાયું હતું.. જ્યાં સુધી ESIC હોસ્પિટલ કાર્યરત ન થાઈ ત્યાં સુઘી સ્થાનિક ટાઇપ કરેલ હોસ્પિલમાં દર્દીઓ ને સારવાર મળવી જોઇએ
અહેવાલ -દિનેશ મકવાણા- ભરૂચ
આ પણ વાંચો - Ahmedabad: ફાયર અને એસ્ટેટ વિભાગ એક્શનમા, 42 યુનિટ સીલ કરાયા
આ પણ વાંચો - Valsad Tithal Beach: તિથલ બીચની મજા માણવા જતા પહેલા સરકારે જાહેર કરી સૂચના વાંચો
આ પણ વાંચો - TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!