Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના CM અશોક ગેહલોતની બંધ બારણે બેઠક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પૂર્વે તોડ જોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં ભાજપના સીનિયર નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત (Ashok Gehlot) સાથે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક કરી હતી. જેના પગલે જયનારાયણ વ્યાસ(Jaynarayan Vyas) કોંગ્રેસના (Congress)જોડાશે તેવી અટકળો તેજ થઇ છે. જો કે આ અંગે ગુજરાત  ફર્સ્ટ સાથે પૂર્વ મંત્રી  જયનારાયણ વ્યાસ ખાસ વાતચીàª
પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના cm અશોક ગેહલોતની બંધ બારણે બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પૂર્વે તોડ જોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં ભાજપના સીનિયર નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત (Ashok Gehlot) સાથે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક કરી હતી. જેના પગલે જયનારાયણ વ્યાસ(Jaynarayan Vyas) કોંગ્રેસના (Congress)જોડાશે તેવી અટકળો તેજ થઇ છે. જો કે આ અંગે ગુજરાત  ફર્સ્ટ સાથે પૂર્વ મંત્રી  જયનારાયણ વ્યાસ ખાસ વાતચીત  કરી  હતી 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી  એક્શન મોડમાં છે. જેમાં  અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. જેમાં હાલમાં જ ભાજપમાં ગયેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. તેમજ બીજા અનેક નેતાઓ કોંગ્રેસમાં  જોડાય તેવી શકયતા છે.
જાણવી દઈએ કે  ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. આમાં 40 બેઠકો અનામત છે. અનુસૂચિત જાતિ (SC) માટે 13 બેઠકો અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 27 બેઠકો અનામત છે. જો 2017ની ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી અને સરકાર બનાવી. ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બે સીટ ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા અને એક એનસીપીને ગઈ, જ્યારે અપક્ષોએ ત્રણ સીટો જીતી. રાજ્યમાં આયોજિત વિશેષ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર, 2022 ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. આ મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયેલા છે. તેમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદારો પણ સામેલ છે. કુલ મતદારો પૈકી 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 સ્ત્રી મતદારો નોંધાયેલા છે. આ વખતે કુલ 11,62,528 નવા મતદારો નોંધાયા છે
Advertisement
Tags :
Advertisement

.