Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: ભોલાવ નવનિર્મિત ST ડેપોના લોકાર્પણ બાદ.. પેવર બ્લોક બેસી જતા ગુણવત્તા સામે ઉઠયા સવાલ..

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ Bharuch:ભરૂચ (Bharuch)જિલ્લામાં વિકાસના( development )કામો થાય તે આવકારદાયક પરંતુ તેમાં ગોબાચારી અને ગુણવત્તા સામે સવાલો ઉભા થતા હોય છે ગણતરીના દિવસો પહેલા જ ભરૂચ બોલાવો એસટી ડેપોનું (ST Depot)લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું જે એસટી ડેપો...
bharuch  ભોલાવ નવનિર્મિત st ડેપોના લોકાર્પણ બાદ   પેવર બ્લોક બેસી જતા ગુણવત્તા સામે ઉઠયા સવાલ

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ

Advertisement

Bharuch:ભરૂચ (Bharuch)જિલ્લામાં વિકાસના( development )કામો થાય તે આવકારદાયક પરંતુ તેમાં ગોબાચારી અને ગુણવત્તા સામે સવાલો ઉભા થતા હોય છે ગણતરીના દિવસો પહેલા જ ભરૂચ બોલાવો એસટી ડેપોનું (ST Depot)લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું જે એસટી ડેપો માં પેવર બ્લોકની (paver block)કામગીરી સામે સવાલો ઊભા થયા છે સાથે જ વૃક્ષારોપણ બાદ તેની ઉપર સુરક્ષા રૂપી મૂકવામાં આવેલી જાળીઓ પણ ગુમ થઈ જતા એસટી ડેપોના સંચાલકો ભોલાવ એસટી ડેપોની (Manager of ST Depot)જાળવણી કરવામાં નિષ્ફળ રહેતા હોવાના આક્ષેપો થયા છે

Advertisement

સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવતા હોય છે પરંતુ તેની જાળવણી કરવાની જવાબદારી પણ સરકારી અધિકારીઓ અને બાબુઓની હોય છે પરંતુ તેની જાળવણી કરવામાં ઘણા અધિકારીઓ નિષ્ફળ નિવડતા હોય છે ભરૂચ ભોલાવ એસટી ડેપોનું (BHOLAO ST DEPOT)કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ થોડા દિવસ અગાઉ જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું અને એસટી ડેપો ખુલ્લો મુકવામાં આવ્યો હતો એસટી ડેપો શરૂ થતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી કામગીરી ગુણવત્તા યુક્ત ન હોય તેવા આક્ષેપ થયા છે

Advertisement

બોલાવો એસટી ડેપોમાં પેવર બ્લોકની કામગીરી લબાર કરવામાં આવી હોય તેવા નમૂના જોવા મળ્યા છે પેવર બ્લોક ઠેકાણે બેસી જવા સાથે મોટી તિરાડો પડી ગઈ છે ગણતરીના દિવસોમાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ થતા ચોમાસાની સિઝનમાં પાણીનો ઉતારો પેવર બ્લોકમાં જાય અને સંપૂર્ણ બેસી જાય તો જવાબદાર કોણ સાથે જ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પરંતુ વૃક્ષોનું જતન કરવામાં પણ એસટી વિભાગ નિષ્ફળ રહ્યું છે વૃક્ષો ઉપર સુરક્ષા રૂપી લગાડેલી જાળીઓ પણ મોટા પ્રમાણમાં ગુમ એટલે કે ચોરી થઈ ગઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં વૃક્ષોના જતન કરવામાં પણ એસટી વિભાગ ઉણું ઉતાર્યું છે

બોલાવો એસટી ડેપોમાં પેવર બ્લોકની કામગીરી લબાર કરવામાં આવી હોય તેવા નમૂના જોવા મળ્યા છે પેવર બ્લોક ઠેકાણે બેસી જવા સાથે મોટી તિરાડો પડી ગઈ છે ગણતરીના દિવસોમાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ થતા ચોમાસાની સિઝનમાં પાણીનો ઉતારો પેવર બ્લોકમાં જાય અને સંપૂર્ણ બેસી જાય તો જવાબદાર કોણ સાથે જ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પરંતુ વૃક્ષોનું જતન કરવામાં પણ એસટી વિભાગ નિષ્ફળ રહ્યું છે વૃક્ષો ઉપર સુરક્ષા રૂપી લગાડેલી જાળીઓ પણ મોટા પ્રમાણમાં ગુમ એટલે કે ચોરી થઈ ગઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં વૃક્ષોના જતન કરવામાં પણ એસટી વિભાગ ઉણું ઉતાર્યું છે

નવનિર્માણ પામેલા ભોલાવ એસટી ડેપોમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી જેમાં નીચે જે પ્રકારે રેતી સિમેન્ટ વાપરી આરસીસી કરીને કામગીરી કરવાની હોય તે ન થઈ હોય અને સીધે સીધા પેપર બ્લોક બેસાડી દેવામાં આવ્યા હોય જેના કારણે પેવર બ્લોક જમીનમાં બેસી રહ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ ભોલાવે એસટી ડેપો ખાતે ગોબાચારી વાળું કામ થયું હોય તેવા આક્ષેપો એસટી બસના મુસાફરો પણ કરી રહ્યા છે

એસટી ડેપો માંથી વૃક્ષોના જતન માટે લગાડેલી જાળી ચોરી થઈ હોય તો શું પોલીસ ફરિયાદ કરાય ખરી..?

સરકારી કમ્પાઉન્ડમાંથી જો કોઈ વસ્તુની ચોરી થાય તો તેની ચોરીની ફરિયાદ આપવાની જવાબદારી સરકારી કચેરીના અધિકારીઓની હોય છે નવનિર્માણ કરાયેલા એસટી ડેપોમાં સંખ્યાબંધ વૃક્ષોના જતન અને સુરક્ષા માટે મૂકવામાં આવેલી જાળીઓની ચોરી એટલે કે હાલ ગુમ હોય તો આ જાળીની ચોરી કોણે કરી તે અંગે એસટી વિભાગ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ અપાય છે ખરી..? કે પછી સરકારી બાબુઓ માટે વૃક્ષારોપણ માત્ર ફોટો સેશન બની ગયું છે તેવા સવાલો ઉભા થયા છે

આ  પણ  વાંચો - Surat Fake Clinic: સુરતમાં બિલાડીના ટોપની જેમ નકલી તબીબ કાર્યરત, SOG ની ટીમ થઈ સક્રિય

આ  પણ  વાંચો - Bharuch : વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડાનું વિતરણ કરાયું

આ  પણ  વાંચો - Code of conduct : ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સે ગુજરાતમાં 5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરી

Tags :
Advertisement

.