વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કરાયું
દુનિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ અને જંગલોના આડેધડ કાપના કારણે પ્રકૃતિ અને પર્યાવરણને ઝડપથી નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા માટે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સોમવારે 5 જુન 2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વિશ્વ ઉમિયાધામ ઉપવન - જાસપુર અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે, વિશ્વ ઉમિયાધામ ઉપવન - જાસપુર અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તેમજ GUDA અને GAMES ના સહયોગથી સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુ 100 વીઘા જમીનમાં વિશ્વ ઉમિયાધામ ઉપવન ખાતે 1.5 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ સંપૂર્ણ જતન સાથેની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહેલી છે. ત્યારે તારીખ 05. 06.2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પટેલ - કામેશ્વર, દીપકભાઈ પટેલ, શ્રી રૂપેશભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ એન પટેલ, શ્રી સાકડચંદભાઈ પટેલ વગેરે હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીઓ સંગઠનના કાર્યકર મિત્રો તેમજ વિવિધ NGO ના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી 1000 થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત રાખવું જરૂરી છે, કારણ કે આધુનિકતાના આ યુગમાં, વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધવા માટે પૂરી દુનિયામાં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકૃતિ અને પર્યાવરણ અત્યંત જોખમી છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે, કારણ કે સલામત વાતાવરણ વિના જીવન શક્ય નથી, તેમ છતાં લોકો તેને નુકસાન પહોંચાડી રહ્યા છે, જીવનને અસર કરી રહ્યા છે તેમજ કુદરતી આફતોનું જોખમ પણ વધી રહ્યું છે. ત્યારે ઘણી સામાજીક સંસ્થાઓ આગળ આવીને પર્યાવરણને નુકસાન ન થાય તેવા કાર્યક્રમો કરતી રહે છે. જોકે, જોવાનું રહ્યું કે, આવાનારા સમયમાં પર્યાવરણને આપણે મનુષ્ય કેટલું સુરક્ષિત રાખી શકીએ છીએ.
આ પણ વાંચો - રાજ્યના પૂર્વ CM સ્વ.શ્રી ચીમનભાઈ પટેલને 95 મી જન્મજ્યંતિ પ્રસંગે ગાંધીનગર સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ