Banaskantha : થરાદમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંન્દનું ભવ્ય સ્વાગત, કર્યું આ આહ્વાન
જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી (Jagadguru Shankaracharya Swamishri Avimukteshwaranand Saraswati) બનાસકાંઠાના (Banaskantha) થરાદ તાલુકાની મુલાકાતે હતા. થરાદના લોકો દ્વારા જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસની ધરતી પરથી જગતગુરુ શંકરાચાર્યએ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો એવું આહ્વવાન કર્યું હતું.
'રાષ્ટ્રીય માતા જાહેર કરો' ના નારા લગાવવા આહ્વાન
આજે જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી બનાસકાંઠાના (Banaskantha) થરાદ પહોંચ્યા છે. થરાદના (Tharad) લોકો દ્વારા જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. થરાદમાં જગતગુરુ શંકરાચાર્યએ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે, જેથી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ. આ સાથે 10મી માર્ચના રોજ 10 કલાકે 10 મિનિટ સુધી ગાય માતા માટે ઘરની બહાર આવી 'રાષ્ટ્રીય માતા જાહેર કરો' ના નારા લગાવા લોકોને જગતગુરુ શંકરાચાર્યએ આહ્વાન કર્યું હતું.
''10 10 10, ગૌ હત્યા હવે બસ' ના નારા લગાવવો'
જગતગુરુ શંકરાચાર્ય (Jagatguru Shankaracharya) એ લોકોએ '10 10 10, ગૌ હત્યા હવે બસ' ના નારા લગાવવા પણ કહ્યુ હતું. તેમણે કહ્યું કે, અગાઉ કોંગ્રેસની (Congress) સરકારે ગાય માતા નામે વોટ માગીને સરકાર બનાવી અને પછી ગાય માતાને 'રાષ્ટ્રીય માતા' જાહેર ન કરતા કોંગ્રેસનું આખરે પતન થયું છે. લોકસભાની ચૂંટણી પહેલા થરાદની ભૂમિ પરથી જગદગુરુએ આગળ કહ્યું કે, ગાય માતાને 'રાષ્ટ્રીય માતા' જાહેર કરે તેવી માગ છે. જો ગાય માતાના નામે વોટ લઈ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરે તો સરકારનોનું પતન થયા છે. આ સાથે ચૂંટણી ઢંઢેરામાં જે પણ પાર્ટી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનું નક્કી કરે એ પાર્ટીને વોટ આપો તેમ તેમણે લોકોને કહ્યું હતું.
આ પણ વાંચો - Bhavnagar : Gujarat First ના અહેવાલની અસર, દિવ્યાંગો પાસે ભિક્ષાવૃત્તિ મામલે વધુ બે આરોપીની ધરપકડ