BANASKANTHA : કોંગ્રેસના ગઢમાં ગાબડું જારી
BANASKANTHA : કોંગ્રેસ (CONGRESS) ના ગઢ ગણાતા બનાસકાંઠા (BANASKANTHA) માં ગાબડું પડવાનું જારી છે. એક સમયે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી ચુકેલા અમિરામ આસલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (C.R. PATIL) ની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપ (BJP) માં જોડાયા છે. અગાઉ સ્થાનિક મોટા નેતાઓ ભાજપમાં જોડાઇ ચુક્યા છે. એક જ દિવસમાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાતા સ્થાનિકોમાં કઇ પાર્ટી તરફ જુવાળ છે તેનો અંદાજો લગાડવો સરળ બન્યો છે. જેને કારણે કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડવાનું જારી રહેતા લોકસભાના ઉમેદવારની ચિંતા વધી છે.
અગ્રણી અમિરામ આસવ ભાજપમાં સામેલ
ચૂંટણીની જાહેરાત થતા પહેલા જ અનેક કોંગ્રેસ અને આપના અનેક મોટા નેતાઓ ભાજપમાં જોડાવવાના શરૂ થઇ ગયા હતા. આ સિલસિલો ચૂંટણી જાહેર થયા બાદ પણ યથાવત છે. આજે બનાસકાંઠાના (BANASKANTHA)અગ્રણી અમિરામ આસવ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. સાથે જ બ્રહ્મ સમાજના લોકોએ પણ કેસરિયા કર્યો છે.
ભાજપ તરફી જુવાળ
અમિરામ આસલનું ભાજપમાં જોડાવવું કોંગ્રેસ માટે મોટું નુકશાન સાબિત થઇ શકે છે. અમિરામ આસવ કોંગ્રેસમાંથી વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. વર્ષ 2022 ની વિભાનસભા ચૂંટણી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા. અને નોંધનીય વોટશેર મેળવ્યો હતો. જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠામાં જોવા મળતા ભાજપ તરફી જુવાળની અસર લોકસભાની ચૂંટણીમાં જરૂરથી પડશે તેમ રાજકીય સુત્રો જણાવી રહ્યા છે.
વડાપ્રધાને બહેનોને સુરક્ષિત કરીને અધિકાર આપ્યા
સી આર પાટીલ જણાવે છે કે, મારી પાસે 700, ભેસો અને 100 ગાયો હતી. મારી સાથે જોડાયેલા દેવીદાસ ભાઇ આવતા અને તમારા વિસ્તારમાં આવતા હતા. તે પહેલા એક સર્વે કર્યો હતો ખેતી નથી અને પાણીની વ્યવસ્થા નથી તો લોકો સક્ષમ કેમ છે. ત્યારે જાણ્યું કે, ઘરે ઘરે સફેદ ક્રાંતિ છે. બહેનોમાં શ્વેતક્રાંતિની વિશેષ આવડત છે. વડાપ્રધાન કહે છે કે, જ્યાં સુધી બનાસનું દુધ દિલ્હી નહિ પહોંચે, ત્યાં સુધી દિલ્હીવાળાને સવારની ચા નહિ મળે. વડાપ્રધાને બહેનોને સુરક્ષિત કરીને અધિકાર આપ્યા છે.
આ પણ વાંચો --GANDHINAGAR : ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન