Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું 'રામ રામ', કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
લોકસભાની ચૂંટણી ( Lok Sabha Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતા અમરીશ ડેર (Amrish Der) અને અર્જુન મોઢવાડિયાની (Arjun Modhwadia) સાથે કોંગ્રેસ નેતા ધર્મેશ પટેલે (Dharmesh Patel) રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે વધુ એક કોંગ્રેસ નેતાએ પાર્ટીને રાજીનામું આપ્યું છે. આહીર સમાજના દિગ્ગ્જ નેતા મૂળુ કંડોરિયાએ (Mulu Kandoriya) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ સાથે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) અહેવાલને સત્તાવાર મહોર લાગી છે. જણાવી દઈએ કે, ગઈકાલે ગુજરાત ફર્સ્ટે મૂળુ કંડોરિયાના રાજીનામાના સમાચાર આપ્યા હતા.
ગઈકાલે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) દિગ્ગજ નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), રાજુલાના (Rajula) પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર (Ambarish Der) અને નવસારી જિલ્લા કોંગ્રેસ (Navsari District Congress) ના કોળી સમાજના આગેવાન ધર્મેશ ભીમભાઈ પટેલે (Dharmesh Patel) પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા આજે બીજેપી (BJP) સાથે જોડાશે. ત્યારે ધર્મેશ પટેલને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. ત્યારે હવે વધુ એક કોંગેસ નેતાએ પાર્ટીને 'રામ રામ' કહ્યું છે. માહિતી મુજબ, આહીર સમાજના (Ahir Community) દિગ્ગ્જ નેતા મૂળુ કંડોરિયાએ (Mulu Kandoriya) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ સાથે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ખબરને સત્તાવાર મહોર પણ લાગી છે.
25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા મૂળુ કંડોરિયા
જણાવી દઈએ કે, વર્ષ 2022માં મૂળુ કંડોરિયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ દ્વારકા (Dwarka) બેઠક પર ભાજપ દિગ્ગજ નેતા પબુભા માણેક (Pabubha Manek) સામે ચૂંટણી લડ્યા હતા. જ્યારે સાલ 2019 ની લોકસભા ચૂંટણીમાં મૂળુ કંડોરિયા બીજેપીના પૂનમ માડમ (Poonam Madam) સામે પણ ચૂંટણી લડ્યા હતા. જો કે, તેઓ ચૂંટણી હાર્યા હતા. જામનગરના અને 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા મુળુ કંડોરિયાના રાજીનામાંથી ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.
આ પણ વાંચો - BJP Gujarat : લોકસભા ચૂંટણી માટે BJP એ શરૂ કર્યો પ્રચારનો ઘમઘમાટ, C.R.પાટીલે રથોનું ફ્લેગ ઓફ કર્યું