Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પબુભા માણેકનો પગાર સહિત અન્ય ભથ્થા નહીં સ્વીકારવાનો નિર્ણય, વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જાણ કરી

દ્વારકા જિલ્લાની કલ્યાણપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે અનોખી પહેલ કરી છે. જેમાં તેમણે સરકાર તરફથી મળતા પગાર સહિત અન્ય ભથ્થાઓ ના સ્વીકારવા અંગે પત્ર લખ્યો છે.ગુજરાત વિધાનસભાના એક દિવસ માટે મળેલા વિશેષ સત્રમાં હાજર રહ્યાં હતાસતત 8મીં વખત ચૂંટાઈને વિધાનસભામાં પહોંચેલા પબુભા માણેકની રાષ્ટ્ર ભાવના સામે આવી છે. પબુભા માણેકે આજે
પબુભા માણેકનો પગાર સહિત અન્ય ભથ્થા નહીં સ્વીકારવાનો નિર્ણય  વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જાણ કરી
દ્વારકા જિલ્લાની કલ્યાણપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે અનોખી પહેલ કરી છે. જેમાં તેમણે સરકાર તરફથી મળતા પગાર સહિત અન્ય ભથ્થાઓ ના સ્વીકારવા અંગે પત્ર લખ્યો છે.
ગુજરાત વિધાનસભાના એક દિવસ માટે મળેલા વિશેષ સત્રમાં હાજર રહ્યાં હતા
સતત 8મીં વખત ચૂંટાઈને વિધાનસભામાં પહોંચેલા પબુભા માણેકની રાષ્ટ્ર ભાવના સામે આવી છે. પબુભા માણેકે આજે ગુજરાત વિધાનસભાના એક દિવસ માટે મળેલા વિશેષ સત્રમાં હાજર રહ્યાં હતા. જ્યાં તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને પોતાના પગાર સહિત અન્ય ભથ્થા ના લેવા અંગેના નિર્ણયની જાણકારી આપી હતી. પબુભા માણેકનો નિર્ણય ગુજરાત વિધાનસભાના ઈતિહાસની પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવે છે.
બુભા માણેલ 1990 બાદ ગુજરાતમાં કોઈ ચૂંટણીમાં હાર્યા નથી.
જણાવી દઈએ કે, પબુભા માણેલ 1990 બાદ ગુજરાતમાં કોઈ ચૂંટણીમાં હાર્યા નથી. અપક્ષ ઉમેદવાર તરીકે 1990, 1995 અને 1998માં તેઓ જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસમાં સામેલ થઈને 2002માં જીત મેળવી હતી. જો કે પછીથી પબુભા માણેક ભાજપમાં જોડાઈ ગયા અને 2007, 2012, 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે.

ભાજપ ઉમેદવાર પબુભા માણેકને 74,018 મત મળ્યા હતા
2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પબુભા માણેકે કોંગ્રસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયાને 5327 મતે પરાજય આપ્યો હતો. ભાજપ ઉમેદવાર પબુભા માણેકને 74,018 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 68,691 મત તેમજ આમ આદમી પાર્ટીના લક્ષ્મણભાઈ નકુમને 28,381 મત પ્રાપ્ત થયા હતા. આમ આ બેઠક પર પબુભાનો સતત 8મીં વખત વિજય થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.