Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વરમાં ધોરણ 10ની પરીક્ષાાર્થી વિધાથીનીઓને હિજાબ કઢાવવાના વિવાદ બાદ શિક્ષકોની બદલી

ANKLESHWAR : ભરૂચ જિલ્લા (BHARUCH DISTRICT) માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (BOARD EXAM) ની પરીક્ષા લેવાઈ રહી છે અને અંકલેશ્વર (ANKLESHWAR) પંથકની એક શાળાના પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીએ હિજાબ ધારણ કરેલો હતો. જે કઢાવી પરત...
અંકલેશ્વરમાં ધોરણ 10ની પરીક્ષાાર્થી વિધાથીનીઓને હિજાબ કઢાવવાના વિવાદ બાદ શિક્ષકોની બદલી

ANKLESHWAR : ભરૂચ જિલ્લા (BHARUCH DISTRICT) માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (BOARD EXAM) ની પરીક્ષા લેવાઈ રહી છે અને અંકલેશ્વર (ANKLESHWAR) પંથકની એક શાળાના પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીએ હિજાબ ધારણ કરેલો હતો. જે કઢાવી પરત નહીં કરતા વિવાદ વકર્યો હતો. જેના પગલે સમગ્ર મામલો સામે આવતા સીસીટીવી ફૂટેજ મેળવી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીમાં ફરિયાદ થતા તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે.

Advertisement

વિદ્યાર્થીનીનો સ્કાર્ફ હિજાબ પહરેલા કઢાવી નાખી પરત નહીં આપ્યો

ભરૂચ જિલ્લામાં (BHARUCH DISTRICT) ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહી છે. ત્યારે અંકલેશ્વર પંથકની એક પરીક્ષા કેન્દ્ર ઉપર ઘણી વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી રહી હતી. અને પરીક્ષા બેઠક ઉપર પરીક્ષા આપે તે પહેલા જ પરીક્ષા લેનાર શિક્ષકો અને અન્ય સંચાલકોએ મુસ્લિમ વિદ્યાર્થીનીનો સ્કાર્ફ હિજાબ પહરેલા કઢાવી નાખી પરત નહીં આપતા, પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓ ઘરે પરત જતા પોતાના વાલીઓને હિજાબો પરીક્ષામાં કઢાવ્યો હોવાની વાત કરી હતી. જે બાદ વાલીઓમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેમાં એક વાલીએ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી સીસીટીવી ફૂટે ચેક કરતા તેમાં પણ ભાંડો ફૂટ્યો હતો. જેના કારણે પરીક્ષા અને વિદ્યાર્થીનીએ પહેરેલા હિજાબ સાથે શું લેવા દેવા તેવા સવાલો ઉભા કરી ફરિયાદ કરી હતી.

શિક્ષકોની તાત્કાલિક બદલી

પરીક્ષા કેન્દ્ર ઉપર મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવામાં આવતા હોવાનો વિવાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જેના પગલે વિવાદ વધુ પકડે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલજીએ પણ વિદ્યાર્થીનીઓને હિજાબો કઢાવનાર શિક્ષકોની તાત્કાલિક બદલી કરી નાખી હતી. અને પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સમય ન બગડે અને કોઈ તકલીફ ન પડે તેવા પ્રયાસો કર્યા હતા. અને વાલીની ફરિયાદ લઈ આ બાબતે જીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું

Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- VADODARA : શહેરના 11 ટ્રાફિક જંક્શનોનો ઝીણવટભર્યો અભ્યાસ હાથ ધરાશે

Advertisement

Tags :
Advertisement

.