Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : મતદાન કરી યુવકે કર્યું એવું કામ, થઈ ગઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો ?

રાજ્યભરમાં ગઈકાલે લોકસભાની 25 બેઠકો (Lok Sabha elections) પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. એકાદ ઘટનાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું સરેરાશ મતદાન 59.51 ટકા નોંધાયું જે 2019 ની લોકસભા ચૂંટણીની તુલનાએ 5...
amreli   મતદાન કરી યુવકે કર્યું એવું કામ  થઈ ગઈ પોલીસ ફરિયાદ  જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યભરમાં ગઈકાલે લોકસભાની 25 બેઠકો (Lok Sabha elections) પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. એકાદ ઘટનાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું સરેરાશ મતદાન 59.51 ટકા નોંધાયું જે 2019 ની લોકસભા ચૂંટણીની તુલનાએ 5 ટકા ઓછું છે. જો કે, અમરેલી (Amreli) લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતા અને મતદાનની ગુપ્તતાનો ભંગ થયાની ઘટના સામે આવી છે. ખાંભાના માલકનેસના મતદાતાએ મતદાન કરી તેનો વીડિયો ઉતારી સોશિયમ મીડિયા પર મૂકતા તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે.

Advertisement

અમરેલી (Amreli) લોકસભાની ચૂંટણીમાં મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હોવાનો એક બનાવ સામે આવ્યો છે. ખાંભાના (Khambhana) માલકનેસના ગોરધન સોલંકી નામના યુવકે મતદાન કરતી વેળાએ વીડિયો બનાવ્યો હતો. મતદાન કર્યા બાદ ગોરધનને આ વીડિયો સોશિયલ મીડિયા એપના સ્ટે્ટસ પર મૂક્યો હતો, જેના કારણે મતદાનની ગુપ્પતાનો ભંગ થયો હતો. આ વીડિયો સામે આવતા પ્રીસાઈડિંગ ઓફિસર દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી. ત્યાર બાદ ગોરધન સામે પ્રીસાઈડિંગ ઓફિસરે (Presiding Officer) પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લોકશાહીના પર્વની ગુપ્તતાના ભંગ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં (Khambha police) ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે વોટિંગ કર્યાનો વીડિયો બનાવી પોસ્ટ કર્યો.

Advertisement

ભાજપ નેતાની કાર પર પથ્થરમારો

ગઈકાલે મતદાન દરમિયાન અરવલ્લી (Arvalli) જિલ્લામાં પ્રદેશ ભાજપ (BJP) નેતા પર હુમલો થયાના સમાચાર પણ સામે આવ્યા હતા. અરવલ્લીના મેઘરજનગરમાં જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખની કાર પર પથ્થરમારો થયો હતો. જિલ્લાના પ્રદેશ નેતા હિમાંશુ પટેલની (Himanshu Patel) કાર પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોર અસમાજિક તત્વો કારના કાચ તોડીને ફરાર થઈ ગયા હતા. આ મામલે મેઘરજ પોલીસે (Meghraj police) તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Lok Sabha Election 2024: રાજ્યમાં બે સરકારી અધિકારીઓએ જાહેરનામાનો કર્યો ભંગ

આ પણ વાંચો - Aravalli: અરવલ્લીમાં ભાજપ નેતા પર થયો હુમલો, અસમાજિક તત્વો કાર પર પથ્થરમારો કરી ફરાર

આ પણ વાંચો - Gujarat Lok Sabha Election Day: એક મતદાન મથક પર કોંગ્રેસના બટન પર ફેવિક્વિક લગાડી દેવામાં આવી

Tags :
Advertisement

.