Amreli : કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલ્યા! એક એ પોલીસને આપી ચીમકી, બીજાએ કહ્યું- એક કિર્તીદાનનો કમો અને...
રાજ્યમાં બે દિવસ બાદ એટલે કે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ પૂર્વે કોંગ્રેસના (Congress) નેતાઓનો બેફામ વાણીવિલાસ સામે આવ્યો છે. અમરેલી કોંગ્રેસની જાહેર સભામાં નેતા પ્રતાપ દૂધાત (Pratap Dudhat) અને વીરજી ઠુમ્મર (Virji Thummar) ભાન ભૂલ્યા હતા. પ્રતાપ દૂધાતે અમરેલીની (Amreli) એક સભામાં ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. જ્યારે, વીરજી ઠુમ્મરે પોલીસને કડવા શબ્દો બોલ્યા હતા.
તમે 45 વર્ષના છો હું પણ 44 વર્ષનો છું : પ્રતાપ દુધાત
રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ તેની ચરમસીમાએ છે ત્યારે નેતાઓનો બેફામ વાણીવિલાસ પણ સામે આવી રહ્યો છે. ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ જાહેરમાં વાંધાજનક નિવદેન આપતા જોવા મળ્યા છે. અમરેલીના (Amreli) રાજકમલ ચોક ખાતે યોજાયેલ એક જાહેર સભામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ખુલ્લેઆમ ભાજપના બે ધારાસભ્ય કૌશિક વેકરીયા (Kaushik Vekaria) અને મહેશ કસવાળાને (Mahesh Kaswala) નામ જોગ વાણી વિલાસ કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રતાપ દુધાતે આરોપ લગાવતા કહ્યું હતું કે, અમરેલીના ધારાસભ્ય અને સાવરકુંડલાના ધારાસભ્ય કાર્યકરોને ધમકીઓ આપે છે. પોતાની જાતને બાહુબલી અને દબંગ સમજે છે પણ, અમે ઈ કોંગ્રેસી છીએ કે તમને મૂકશું નહિં. અગાઉના સાંસદોએ નીચલી કક્ષાનું રાજકારણ નથી કર્યું પણ, તમે નવો ચિલ્લો પાડવા માંગો છો તો તમે 45 વર્ષના છો હું પણ 44 વર્ષનો છું.
'એક કિર્તીદાનનો કમો આ કૌશિકનો કમો...'
પ્રતાપ દુધાતે ધમકીભર્યાં સુરમાં આગળ કહ્યું કે, આ બધું બંધ કરી દેજો નહિંતર પાટો ક્યાંક અવળે માર્ગે ચડી જશે. આ જિલ્લાએ દબંગ અને લુખેશને ક્યારેય સ્વીકાર્યા નથી, તમે ક્યારનો આ ધંધો શરૂ કર્યો. આ સાથે પ્રતાપ દુધાતે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને કમા સાથે સરખાવી કહ્યું કે, એક કિર્તીદાનનો કમો આ કૌશિકનો કમો... ઉપરાંત, પ્રતાપ દુધાતે ભરત સુતરિયાને (Bharat Sutaria) પોપટ સાથે સરખાવ્યા હતા.
પોલીસને જાહેરમાં વીરજી ઠુમ્મરની ચીમકી
બીજી તરફ, અમરેલી કોંગ્રેસની જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર (Virji Thummar) પણ ભાન ભૂલ્યા હતા. તેમણે જાહેરમાં પોલીસને કડવા શબ્દો બોલ્યા હતા સાથે જ ધમકી પણ આપી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, વીરજી ઠુમ્મર કહ્યું હતું કે, કોંગ્રેસનું શાસન આવશે તો બકલ નંબર વીરજી ઠુમ્મર યાદ રાખશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, અપમાન કરવા નથી માગતો માત્ર ચેતવણી આપવા માગું છું કે લાઠીમાં નાના નાના બાળકોને ચૂંટણીમાં લાવવા ગુનો છે તો કેટલાક ભાજપના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરી.
આ પણ વાંચો - Rajkot: પરશોત્તમ રૂપાલાને મોટી રાહત, લેઉઆ-કડવા પાટીદારોનું મોટું સમર્થન
આ પણ વાંચો - Amit Shah EXCLUSIVE Conversation: ક્ષત્રિય આંદોલન પર પહેલીવાર અમિત શાહે તોડ્યુ મૌન
આ પણ વાંચો - Daman : દમણની જાહેરસભામાં અમિત શાહે કર્યો હૂંકાર….