કમાને ઘરે જાવું ગમતું નથી એ ગીત ખરેખર સાચું પડ્યું,, કિર્તીદાન અને કમાની જોડી દુબઈમાં જમાવશે ડાયરાનો રંગ
ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અનેરો ઇતિહાસ રચ્યો છે. રસિયો રૂપાળા ફેઈમ કમાભાઈને પોતાની સાથે દરિયાપારની સફર કરાવી છે. જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે કમો દિવ્યાંગ કમાભાઈ દુબઈ પહોંચ્યા છે. દુબઇમાં આજે રાત્રે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો, ખાસ ગેસ્ટમાં મનો દિવ્યાંગ કમાભાઈને બોલાવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર કમાને જોઈને તેમના ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમણે કમા સાથે સેલ્ફી પણ લીધી હતી.
કીર્તિદાન ગઢવીએ હવે દરિયાપાર દુબઈના એક ડાયરામાં કમાભાઈને લઈ જવાનો નિર્ણય કર્યો હતો. દુબઈમાં આજે રાતે કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ છે અને તેમાં કીર્તિદાને કમાભાઈને સાથે લીધા છે અને દુબઈની સફરે ઉપડી પણ ગયાં છે. જેમ કીર્તિદાનના અગાઉના ડાયરામાં જોવામાં આવ્યું છે તેમ આ ડાયરામાં પણ કમાભાઈ ખાસ ગેસ્ટ રહેશે. દુબઈમાં યોજાનારા લોક ડાયરામાં અનેક ગુજરાતી પરિવારો પણ સામેલ થવાના છે, ત્યારે સૌ કોઈ કમાની ઝલક જોવા આતુર છે.
કમાનો ડાન્સ સૌનું દિલ જીતી લે છે
સુરેદ્રનગર નાના એવા ગામ કોઠારીયામાં કમા નામનો દિવ્યાંગ કમાભાઈની દરિયાપાર સફરથી હર્ષની લાગણી ફેલાઈ છે. ગુજરાતમાં કોઈપણ ડાયરામાં કમો હોઈ જ પણ વિદેશ સફરમાં કમાને સાથે લઇ જવાનું વચન પૂર્ણ થયું. કીર્તિદાન ગઢવી અને મનોદિવ્યાંગ કમાભાઈ મિત્રતાની સફર દરિયાપાર ઉડી છે. આરબ અમીરાતના દેશની પ્રથમ હવાઈ સફર મનોદિવ્યાંગ કમાભાઈને કીર્તિદાનએ કરાવી છે.
આ પણ વાંચો : ભારે બફારાથી અમદાવાદીઓને મળી રાહત, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ