Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : બુલેટ, ગોગલ્સ અને ખાખી ડ્રેસ... મહિલા પો. કોન્સ્ટેબલના ફોટોશૂટ Video એ સૌનું ધ્યાન ખેંચ્યું

દેશભરમાં હાલ મોટાભાગના લોકોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. સોશિયલ મીડિયામાં રીલ અને વીડિયો પોસ્ટ કરી લોકો પ્રસિદ્ધિ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયાનો રોગ આમ જનતાની સાથે પોલીસને પણ લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે....
amreli   બુલેટ  ગોગલ્સ અને ખાખી ડ્રેસ    મહિલા પો  કોન્સ્ટેબલના ફોટોશૂટ video એ સૌનું ધ્યાન ખેંચ્યું

દેશભરમાં હાલ મોટાભાગના લોકોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. સોશિયલ મીડિયામાં રીલ અને વીડિયો પોસ્ટ કરી લોકો પ્રસિદ્ધિ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયાનો રોગ આમ જનતાની સાથે પોલીસને પણ લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીના (Amreli) મહિલા કોન્સ્ટેબલનો એક વીડિયો સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

મહિલા પોલીસનો ફોટોશૂટ વાઇરલ

અમરેલીના (Amreli) મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલી ચૌહાણનો (Anjali Chauhan) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં મહિલા કોન્સ્ટેબલ (female police constable) અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે. બુલેટ, ગોગલ્સ અને ખાખી ડ્રેસમાં મહિલા પોલીસકર્મી મર્દાના અદામાં જોવા મળી રહ્યા છે. સ્પેશ્યલ ફોટોશૂટ કરવનાર અંજલી ચૌહાણનો આ વીડિયો સામે આવતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અંજલી ચૌહાણ અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવે છે.

સ્પેશ્યલ ફોટો શૂટ

Advertisement

પોલીસકર્મીઓની રીલથી વિવાદ!

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા ચાલુ ફરજે અથવા તો પોલસી યુનિફોર્મમાં પોલીસ સ્ટેશનમાં હાજર રહી રીલ બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર આવા વીડિયો સામે આવતા કેટલાક લોકોએ ટીકા કરી તો કેટલાક પોલીસકર્મીઓની જોખમી અને મુશ્કેલી ભરેલ ફરજને ટાંકી તેમના પક્ષમાં વાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - VADODARA : “દાદાને સરનામું મળતું નથી”, જાણ થતા જ સ્થિતી પોલીસે સંભાળી

આ પણ વાંચો - Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલની થઈ મોટી અસર પીપલ્સ બેંકનું સાત દિવસ બાદ શટર ખુલ્યું

આ પણ વાંચો - VADODARA : RPF ની મહેનત પુરસ્કૃત કરતા રેલવે સત્તાધીશો

Tags :
Advertisement

.