Ambaji : ST ડેપોના કર્મચારીઓની દારૂની મહેફિલ, Video વાઇરલ થતા થઈ મોટી કાર્યવાહી!
સુરત (Surat) બાદ હવે બનાસકાંઠામાં (Banaskantha) સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ઘટના સામે આવી છે. અંબાજી (Ambaji) ST ડેપોના કર્મચારીઓના વિદાય સમારંભ બાદ એસટી વિભાગનાં કેટલાક કર્મચારીઓ દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હતી. આ પાર્ટીનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ST નાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.
એસટી વિભાગના કર્મચારીઓ દારૂની મહેફિલ માણી
બનાસકાંઠાના (Banaskantha) અંબાજીમાં (Ambaji) ST ડેપોનાં કર્મચારીઓના વિદાય સમારંભ બાદ વડગામ (Vadgam) તાલુકામાં ધોરીગામ પાસે પાવઠી ખાતે એસટી વિભાગના (ST department) કેટલાક કર્મચારીઓ દ્વારા દારુની પાર્ટી કરી હતી. દારૂની આ મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ વીડિયોમાં દેખાય છે કે એસટી વિભાગના કેટલાક કર્મચારીઓ દારૂ અને ચખણાની મજા માણી રહ્યા છે. આ વીડિયો સામે આવતા હવે વિભાગ દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે, ST ના DC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જવાબદાર ત્રણ કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે.
Banaskanthaના Ambaji ST ડેપોના કર્મચારીઓના વિદાય સમારંભ બાદ, દારૂની મહેફીલ માણતા 3 એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા@sanghaviharsh @GujaratPolice#banaskantha #ambaji #stdepot #party #Farewellceremony #Gfcard #Gujaratfirst pic.twitter.com/sDnSCRs2qd
— Gujarat First (@GujaratFirst) July 3, 2024
3 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા
માહિતી મુજબ, એસટી વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા 3 કર્મચારીઓમાં એન.પી.ચૌહાણ, જે.જે. સોલંકી અને પી.એ. પ્રજાપતિ સામેલ છે. આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર (Gandhinagar) ખાતે પણ મોકલવામાં આવ્યો છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુરતનાં (Surat) સીંગણપુર કતારગામ તારણકુડમાં મનપાના (SMC) કેટલાક અધિકારીઓ દારૂની પાર્ટી (liquor party) કરતા રંગેહાથ ઝડપાયા હતા. ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. દારૂ પાર્ટીની ઘટનામાં 3 કર્મચારી સસ્પેન્ડ કરાયા હતા અને એક કર્મચારીને ડિસમિસ કરાયો હતો.
આ પણ વાંચો - VADODARA : મગફળી ભરેલા ટેમ્પોમાંથી દારૂ લઇ જવાનો ખેલ ખતમ
આ પણ વાંચો - Gujarat High Court : “એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે..”
આ પણ વાંચો - Gandhinagar : શિક્ષકોની ભરતીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આજે કરશે જાહેરાત!