વાવઝોડાને લઈને ST વિભાગ પણ એલર્ટ
વાવાઝોડાને લઈને એસટી વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયાઈ સીમા પર સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ તમામ બસનું કરાઇ રહ્યું છે. રાણીપ ખાતે એસટી ઓફીસ પર બનાવેલ સીસીસી કંટ્રોલરૂમ ખાતે તમામ તૈયારીઓ કરવામાં...
Advertisement
વાવાઝોડાને લઈને એસટી વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયાઈ સીમા પર સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ તમામ બસનું કરાઇ રહ્યું છે. રાણીપ ખાતે એસટી ઓફીસ પર બનાવેલ સીસીસી કંટ્રોલરૂમ ખાતે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં જીઓ ફેન્સ પણ લાગુ કરવામાં આવ્યા છે.જીઓ ફેન્સ મારફતે બસના સંચાલન પર લાઈવ નજર રાખવામા આવી રહી છે. જો કોઈ ભયાનક સ્થિતિ જણાય તો તે વિસ્તારમાથી બસને તાત્કાલિક રવાના કરવા સૂચના આપવામાં આવશે. લાઈવ મોનિટરિંગ દરમ્યાન તેમણે કોલ કરીને પણ સતત અપડેટ લેવાઈ રહી છે.