Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : નરોડા રેલવે સ્ટેશન ઓવરબ્રિજ પરના CCTV શોભાના ગાંઠિયા બન્યા

AHMEDABAD : નાના ચિલોડા થી નરોડા વિસ્તારને જોડતો નરોડા રેલવે સ્ટેશન ઓવરબ્રીજ (AHMEDABAD - NARODA OVER BRIDGE) પર સીસીટીવી (CCTV) કેમેરા તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે પરંતુ બે મહિનાથી વધુનો સમય થયો હોવા છતાં તે હજુ શરૂ થઈ શક્યા નથી....
ahmedabad   નરોડા રેલવે સ્ટેશન ઓવરબ્રિજ પરના cctv શોભાના ગાંઠિયા બન્યા

AHMEDABAD : નાના ચિલોડા થી નરોડા વિસ્તારને જોડતો નરોડા રેલવે સ્ટેશન ઓવરબ્રીજ (AHMEDABAD - NARODA OVER BRIDGE) પર સીસીટીવી (CCTV) કેમેરા તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે પરંતુ બે મહિનાથી વધુનો સમય થયો હોવા છતાં તે હજુ શરૂ થઈ શક્યા નથી. સ્થાનિક વાહન ચાલકો જણાવે છે કે અહીંથી ઓવર સ્પીડે સડસડાટ વાહનો નીકળતા હોય છે અને ઘણીવાર અહીં અકસ્માત પણ થયા છે જો આ સીસીટીવી કેમેરા કાર્યરત થાય તો અકસ્માતની સાચી હકીકત જાણી શકાય અને લોકોને ન્યાય મળી શકે.

Advertisement

બાબુઓ આળસ ખંખેરી શક્યા નથી

મહત્વનું છે કે તથ્ય પટેલ અકસ્માતની ગોઝારી ઘટના બાદ અમદાવાદના તમામ ઓવરબ્રીજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવા માટે મોટા ઉપાડે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ નરોડા બ્રિજ ઉપર કેમેરા તો લગાવવામાં આવ્યા પરંતુ તંત્ર તેને શરૂ કરવાનું જાણે કે ભૂલી ગયું છે અથવા સરકારી બાબુઓ પોતાની આળસ ખંખેરી શક્યા નથી અને પરિણામે હજુ કેમેરા શરૂ થયા નથી.

Advertisement

કેમેરા શરૂ કરવા માંગણી

નરોડા રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રીજ ઉપર 20 km ની ઝડપે વાહન હંકારવાની સૂચના પણ આપવામાં આવી છે પરંતુ તેમ છતાં અહીં 70 થી 80 ની સ્પીડથી વાહનો નિયમિત ચાલતા હોય છે અને તેથી પણ વધુ ઝડપે વાહન હંકારતા લોકો નજરે પડે છે. જેના કારણે અવારનવાર મોટા અકસ્માતો પણ થયા છે અને લોકોના મૃત્યુ પણ થયા છે ત્યારે ઓવર સ્પીડ વાહનો પર સકંજો કશી શકાય સાથે સાથે અકસ્માત નો ભોગ બનનાર લોકોને પણ ન્યાય મળી શકે તે માટે ઝડપી સીસીટીવી કેમેરા શરૂ થાય તેવી વાહન ચાલકોની માંગણી છે. આ સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ના માધ્યમથી અમને આ સીસીટીવી ચાલુ અવસ્થામાં નથી તેની જાણ થઈ છે અને સત્વરે અમે તેને ચાલુ કરાવી આપીશું.

લાખો રૂપિયાના ખર્ચે લગાવી દેવાયા

ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) હંમેશા લોકોની સમસ્યાઓના નિવારણ માટે લડતું આવ્યું છે. ત્યારે નરોડા રેલવે સ્ટેશન રોડ પર જે લોકોને ખૂબ મોટી રાહત આપતો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને ટ્રાફિકની સમસ્યા તેના કારણે મહદ અંશે સોલ્વ થઈ છે. પરંતુ આ બ્રિજ ઉપર થતા અકસ્માતોને નિવારી શકાય તે માટે સીસીટીવી કેમેરા લાખો રૂપિયાના ખર્ચે લગાવી તો દેવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. એટલે તાકીદે આ કેમેરા શરૂ કરવામાં આવે જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે સમયની પણ માંગ છે.

Advertisement

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો -- IDAR : પાંજરાપોળ દ્વારા 140 એકર જમીન ખૂલ્લી કરાવવાની હિલચાલ

Tags :
Advertisement

.