Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: ગરમીએ તોડ્યો 127 વર્ષનો રેકોર્ડ, જાણો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તાપમાન ?

Ahmedabad : રાજ્યમાં હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ(Ahmedabad)માં પણ ગરમીનો પ્રકોપ એની હદ વટાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ (Record breaking temperature)હતું. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચતા પશુ, પંખી...
ahmedabad  ગરમીએ તોડ્યો 127 વર્ષનો રેકોર્ડ  જાણો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તાપમાન

Ahmedabad : રાજ્યમાં હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ(Ahmedabad)માં પણ ગરમીનો પ્રકોપ એની હદ વટાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ (Record breaking temperature)હતું. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચતા પશુ, પંખી સહિત માનવ તોબા પોકારી ગયા છે.

Advertisement

અમદાવાદ રેકોર્ડ બ્રેક તાપમાન

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 46 .6 ડિગ્રીએ નોંધાતા અમદાવાદમાં ગરમીએ 127  વર્ષનો રેકોડ તૂટી ગયો હતો. ગરમીને લીધે શહેર જાણે થંભી ગયું હોય એવો અનુભવ થયો હતો. શહેર જાણે કે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. તાપમાનમાં સતત વધારાની હાલ કોઈ રાહત નથી જઈ રહી. અમદાવાદમાં ગરમી એટલી પડી રહી છે કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

Advertisement

આગામી દિવસોમાં ગરમીનો કહેર યથાવત્ રહેશે

આ ઉપરાંત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડીગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો અકળાઈ ઉઠયા છે. તો વળી સુરેન્દ્રનગરમાં તાપમાન 45.9 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 45.0 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હજી ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો કહેર યથાવત્ રહેવાની શક્યતા સેવાઈ કહી છે.

Advertisement

ગુજરાતમાં ગરમીનો પારો બરાબરનો છટક્યો છે. રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ત્યારે ગુજરાતના 16 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે.45.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.તો સુરેન્દ્રનગરમાં 45.8 અને ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાના નોઁધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આવતી કાલે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનનું રેડ અલર્ટ  જાહેર  કર્યું છે.

આ  પણ    વાંચો  - Heatwaves :રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર,અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ

આ  પણ    વાંચો  - Warm Night : આજે રાત્રે 12 વાગે પણ રહેશે આટલી ગરમી…!

આ  પણ    વાંચો  - Gujarat CM : હીટવેવથી બચવા સાવચેતીનો અભિગમ રાખવાની CMની સલાહ

Tags :
Advertisement

.