Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જવેલર્સોને ચૂનો ચોપડનાર ઝડપાયો, અમદાવાદમાં આ રીતે કરતો છેતરપિંડી

અમદાવાદમાં હલકી ગુણવત્તા વાળા દાગીના ગીરવે મૂકીને જવેલર્સ પાસેથી વ્યાજે પૈસા મેળવીને છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઈમ ઝડપી પાડ્યો છે. આરોપી દિલ્હીથી 40 ટચના દાગીના લાવીને અમદાવાદમાં અલગ દુકાનમાં આપીને મોટી રકમ મેળવતો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક સોનીઓને  ચૂનો ચોપડનારા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેણે અનેક ગુનાની કબૂલાત કરતા ખ
જવેલર્સોને ચૂનો ચોપડનાર ઝડપાયો  અમદાવાદમાં આ રીતે કરતો છેતરપિંડી
અમદાવાદમાં હલકી ગુણવત્તા વાળા દાગીના ગીરવે મૂકીને જવેલર્સ પાસેથી વ્યાજે પૈસા મેળવીને છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઈમ ઝડપી પાડ્યો છે. આરોપી દિલ્હીથી 40 ટચના દાગીના લાવીને અમદાવાદમાં અલગ દુકાનમાં આપીને મોટી રકમ મેળવતો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક સોનીઓને  ચૂનો ચોપડનારા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેણે અનેક ગુનાની કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે મૂળ રખિયાલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આરોપી રાકેશ શર્માની અટક કરી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ . શર્માની તપાસ કરતા તે રીઢો ઠગ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી દીલ્હી ચાંદનીચોકથી 40 ટચના સોનાના દાગીના સસ્તામાં ખરીદી અમદાવાદ ખાતે પોતાના સાગરિત સાથે મળી અલગ-અલગ જવેલર્સ વાળાઓને ત્યાં ગીરવે મુકી પૈસા લઈ છેતરપિંડી કરતો હતો.
આરોપીની ધરપકડ કરતા આરોપી અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરેલ 12 ગુનાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ ચાંદીના દાગીના પર સોનાનો ઢાળ ચઢાવીને ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવીને છેતરપિંડીના ગુનામાં પકડાયેલ છે. આરોપીએ કબુલ કર્યા સિવાય અન્ય ક્યાં અને કઈ જગ્યાએ ગુનાને અંજામ આપ્યું છે તે મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.