Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : રથયાત્રા પહેલા મોટી કાર્યવાહી! વાહન ચેકિંગમાં મળી લાખો રૂપિયાની નકલી ચલણી નોટો

આવતીકાલે એટલે કે અષાઢી બીજ ના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા (147th Rath Yatra,) નીકળશે. આથી, અમદાવાદ (Ahmedabad) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને અમદાવાદ...
ahmedabad   રથયાત્રા પહેલા મોટી કાર્યવાહી  વાહન ચેકિંગમાં મળી લાખો રૂપિયાની નકલી ચલણી નોટો

આવતીકાલે એટલે કે અષાઢી બીજ ના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા (147th Rath Yatra,) નીકળશે. આથી, અમદાવાદ (Ahmedabad) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને અમદાવાદ શહેરની અંદર પ્રવેશવાનાં તમામ રસ્તા પર શહેરની ટ્રાફિકની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો. આ જ બંદોબસ્તમાં અમદાવાદ શહેર ટ્રાફિકની ટીમને (Traffic Department Team) મોટી સફળતા મળી છે.

Advertisement

મધ્યપ્રદેશની કારમાં નકલી નોટો મળી

અમદાવાદ શહેરનાં (Ahmedabad) પૂર્વ વિસ્તારની ટ્રાફિકની ટીમ શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન, હાથીજણ સર્કલ નજીક એક કાળા રંગની કાર આવી રહી હતી. જે શંકાસ્પદ જણાતા તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કાર મધ્યપ્રદેશ પાર્સિંગ હોવાની માહિતી મળી અને કારમાં ત્રણ લોકો સવાર હતા. કારની તપાસ કરતા પાછળની સીટમાં પીળા કલરનાં કવરો પડ્યા હતા. આ કવર એક બાદ એક ખોલતા ટ્રાફિક વિભાગની ટીમને શંકાસ્પદ ચલણી નોટો (Fake Currency Notes) મળી આવી.

રૂ. 9 લાખ 26 હજારની 1852 નકલી ચલણી નોટો મળી

ઓઢવ રીંગરોડ (Odhav Ring Road) બીટની અદાણી સર્કલ પોઈન્ટ ખાતેની ટ્રાફિકની ટીમનાં પોલીસ જવાનો અને TRB જવાનો દ્વારા આ કારને રોકવામાં આવી હતી. જે કારમાં મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ત્રણ લોકો સવાર હતા. આ ત્રણેય લોકો ગવર્મેન્ટ ઓફિસનાં ફર્નિચર અને ચીજ-વસ્તુઓની સપ્લાય તરીકે કામ કરતા હતા. પોલીસે કારની અંદર રહેલા પીળા કલરના તમામ કવરો જોતા કવરમાંથી રૂ. 9 લાખ 26 હજારની 1852 ચલણી નોટો મળી આવી હતી. પોલીસ તપાસમાં આ તમામ નોટો રૂપિયા 500 ની હોવાની પણ સામે આવી છે, જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નકલી નોટો સાથે 3 લોકો ઝડપાયાં

ટ્રાફિક વિભાગની ટીમે મેહુલ સોની, નિખિલ સોની અને વિશાળ કર્મ નામના આરોપીની ધરપકડ કરીને આરોપીઓને રામોલ પોલીસને (Ramol Police) સોંપવામાં આવ્યા છે. જો કે, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મેહુલ સોની અને નિખિલ સોની બંને ભાઈઓ સરકારી કચેરીમાં ફર્નિચર અને અન્ય વસ્તુની લે-વેચનું કામ કરતા હતા. જ્યારે આરોપી વિશાલ મોટર વાઈન્ડિંગનું કામ કરતો હતો. અમદાવાદ શહેરમાંથી SOG દ્વારા અગાઉ રાજસ્થાનથી (Rajasthan) આવેલા લોકોની પણ નકલી નોટ સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં પણ નકલી નોટો મધ્ય પ્રદેશ ખાતેથી લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે હવે આ આરોપીઓને રામોલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે કે આ નકલી નોટો કોને અને કયાં આપવાની હતી ? સાથે અગાઉ આ પ્રકારે ગુજરાતમાં (Gujarat) કેટલી વખત આવ્યા છે ? તેની પણ તપાસ કરવામાં આવશે.

અહેવાલ : પ્રદીપ કચિયા, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો - 147thRathYatra : આવતીકાલે ભગવાન નગરચર્ચાએ નીકળશે, હર્ષ સંઘવીએ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી

આ પણ વાંચો - VADODARA : છેવાડાની સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની દહેશત

આ પણ વાંચો - માસુમ લાગતા યુવકના કાળા કારનામા! Valsad LCB પોલીસે ઉકેલ્યો મોટો ચોરીનો ભેદ

Tags :
Advertisement

.