Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગરમીમાં અગાસીએ સૂવું પડ્યું મોંઘુ, ઘટના જાણી તમે પણ ચોકી જશો

અમદાવાદ શહેરમાં ગરમીનો લાભ લઈને રાત્રિના સમયે અગાસી ઉપર ચઢીને ધાબે સૂતા લોકોના મોબાઇલ ફોનની ચોરી કરનારી ગેંગના સાગરીતોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરીના 11 મોબાઇલ ફોન કબજે કરી પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.રામોલ પોલીસે આ મામલેની અભિમન્યુ ભદોરીયા તેમજ મહંમદ તબરેજ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારà«
ગરમીમાં અગાસીએ સૂવું પડ્યું મોંઘુ  ઘટના જાણી તમે પણ ચોકી જશો
અમદાવાદ શહેરમાં ગરમીનો લાભ લઈને રાત્રિના સમયે અગાસી ઉપર ચઢીને ધાબે સૂતા લોકોના મોબાઇલ ફોનની ચોરી કરનારી ગેંગના સાગરીતોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરીના 11 મોબાઇલ ફોન કબજે કરી પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
રામોલ પોલીસે આ મામલેની અભિમન્યુ ભદોરીયા તેમજ મહંમદ તબરેજ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરેલીયા સર્કલ ચાર રસ્તા પાસેથી આ બંને ઈસમોની ધરપકડ કરી છે. તપાસ કરતા અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ચોરીના 11 મોબાઈલ ફોન કબ્જે કરી મોટરસાયકલ સહિત 1,68,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની સાથે સામેલ અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની પણ ધરપકડ કાર્યવાહી શરુ કરી દીધી છે. 
ચોરી કરી હોવાની કરી કબુલાત 
પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ ગુનામાં વોન્ટેડ આરોપી આકાશ ઉર્ફે શર્મા સાથે આ બન્ને આરોપીઓ રાત્રિના અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતા હતા.  ગરમીનો સમયગાળો હોવાથી કોઈપણ પ્રકારે ધાબા ઉપર ચડીને ધાબા પર સુઈ રહેલા વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરી કરી તેમજ ઘરમાં પ્રવેશી તિજોરી તોડી જે કંઈપણ મુદ્દામાલ મળે તેની ચોરી કરતા હતા. ચોરીનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ સરખા ભાગે વહેંચી લેતા હતા. આરોપીઓએ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરી તેમજ બે મોબાઇલ ફોનની ચોરી તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક જ સોસાયટીમાંથી 5 મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સહિત અનેક ગુનાનો હાલ ભેદ ઉકેલાયો છે. હાલ તો આ સમગ્ર મામલે રામોલ પોલીસે આ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.