Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : ભગવાન જગન્નાથજીની જળયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

AHMEDABAD : રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે અષાઢી બીજ 7 જુલાઈના રોજ છે. આ દિવસ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ઠેર – ઠેર નીકળતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે...
ahmedabad   ભગવાન જગન્નાથજીની જળયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

AHMEDABAD : રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે અષાઢી બીજ 7 જુલાઈના રોજ છે. આ દિવસ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ઠેર – ઠેર નીકળતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે.

Advertisement

ભવ્ય જળયાત્રાનું કરાયુ આયોજન

રથયાત્રાના 15 દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં 22મી જૂને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જળયાત્રા માટે ખાસ 108 કળશના રંગ રોગાન કરાયુ છે. તેમજ ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરવામાં આવ્યુ છે. 22મી જૂને એટલે કે જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 18 ગજરાજ અને 18થી વધારે ભજનમંડળીઓ જોડાશે. ભજન કીર્તનના નાદ સાથે જળયાત્રા યોજવામાં આવશે.

Advertisement

૧૫ દિવસ મામાને ઘરે રોકાશે

આ દિવસે સાબરમતી નદી ના પવિત્ર જળ ને ૧૦૮ કળશ માં ભરી અને જગન્નાથ મંદિર ખાતે ભગવાન ના પવિત્ર જળ થી મહા અભિષેક થાય છે. અને આ વ્યવસ્થા માં જળયાત્રા માં મોટી સંખ્યા માં ભક્તો જોડાય છે. વાજતે ગાજતે ભજન મંડળો અને સાથે ગજરાજ સાથે ભગવાન ની શોભાયાત્રા નીકળે છે. જેને લઇ ભૂદર ના આરે સાબરમતી નદી ખાતે પણ તૈયારીઓ પૂર્ણ થઈ અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જળયાત્રા ને લઈ ભક્તો મંદિર પરિસર માં ભગવાન જગન્નાથજી ના દર્શન માટે આવી રહ્યા છે. કેમ કે જળયાત્રા પછી સાંજે ભગવાન જગન્નાથજી મોસાળ માં ૧૫ દિવસ મામા ને ઘરે રોકાશે. અને ૭ જુલાઈ એ રથયાત્રા નીકળશે. ભગવાન નગરચર્યા એ નીકળશે ત્યારે એ પેહલા આજે જગન્નાથ મંદિર માં ભક્તો દર્શન કરવા મોટી અખ્ય માં મંદિર માં પરિસર માં જોવા મળ્યા.

અહેવાલ - સચિન કડીયા, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો -- MAHEMDAVAD : સોનાવાલા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી

Tags :
Advertisement

.