Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ AMC ને ફરજ યાદ આવી! વધુ એક ગેમઝોન કર્યું સીલ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone) 33 લોકો હોમાયા બાદ હવે અમદાવાદમાં (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) પોતાની ફરજ યાદી આવી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, રાજકોટ ગેમઝોન હત્યાકાંડ બાદ AMC તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરના તમામ ગેમઝોનમાં...
ahmedabad   રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ amc ને ફરજ યાદ આવી  વધુ એક ગેમઝોન કર્યું સીલ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone) 33 લોકો હોમાયા બાદ હવે અમદાવાદમાં (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) પોતાની ફરજ યાદી આવી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, રાજકોટ ગેમઝોન હત્યાકાંડ બાદ AMC તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરના તમામ ગેમઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી હેઠળ AMC તંત્ર દ્વારા ગોતા-સાયન્સ સિટી રોડ પરના ફનગ્રીટો ગેમઝોનને સીલ કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, BU પરમિશન વગર ધમધમતું હોવાથી ફનગ્રીટો ગેમઝોન (FunGreto Gamezone) સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

ફનગ્રીટો ગેમઝોનને સીલ કરાયું

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જાગ્યું AMC તંત્ર

રાજકોટના TRP GameZone અગ્નિકાંડમાં બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકો જીવતા ભડથું થયાં હતાં. આ હચમચાવે એવા હત્યાકાંડે રાજકોટ મ્યુનિ. તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા છે. ત્યારે રાજકોટના (Rajkot) હત્યાકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અચાનક ધોર નિદ્રામાંથી જાગ્યું હોય અને તંત્રને પોતાની ફરજ યાદી આવી હોય તેમ શહેરમાં આવેલા તમામ ગેમઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી હેઠળ એએમસી દ્વારા ગોતા-સાયન્સ સિટી રોડ (Gota-Science City Road) પરના ફનગ્રીટો ગેમઝોનને (FunGreto Gamezone) સીલ કરવામાં આવ્યું છે.

Advertisement

BU પરમિશન વગર ધમધમતું હતું ગેમઝોન

BU પરમિશન વગર ધમધમતું હતું ગેમઝોન

માહિતી મુજબ, ગોતા (Gota) સાયન્સ સિટી રોડ પર આવેલ ફનગ્રીટો ગેમઝોનમાં એએમસીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બાંધકામ બાદ BU પરમિશન મેળવવાની જરૂર હોવા છતાં BU પરમિશન (BU permission) લીધા વગર જ આ ગેમઝોન ધમધમતું હતું તેવી જાણ થઈ હતી. આથી, એએમસીની ટીમે કાર્યવાહી કરી ફનગ્રીટો ગેમઝોનને સીલ કરી દીધું છે. માહિતી મુજબ, અમદાવાદમાં (Ahmedabad) અત્યાર સુધી 3 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot :અગ્નિકાંડમાં સરકારના એક્શન અંગે હર્ષ સંઘવીનું નિવેદન

આ પણ વાંચો - Rajkot: જાડેજા પરિવારના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા! સમસ્ત ગ્રામજનોની છલકાઈ આંખો

આ પણ વાંચો - Rajkot અગ્નિકાંડ મામલામાં 2 PI સસ્પેન્ડ, મોટા અધિકારીઓને બચાવી લેવાયા ?

Tags :
Advertisement

.