Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વીમા કંપનીઓને છેતરનારા તથ્ય પટેલ સામે પોલીસ લાચાર

અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad Iskcon Bridge) પર 140 કિલોમીટરની ગતિમાં કાર હંકારીને 9-9 લોકોનો નરસંહાર કરનારા તથ્ય પટેલ (Tathya Patel) ને અદાલતમાંથી કોઈ રાહત મળી નથી. અમદાવાદ ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) માં રજૂ...
04:32 PM Dec 23, 2023 IST | Bankim Patel

અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad Iskcon Bridge) પર 140 કિલોમીટરની ગતિમાં કાર હંકારીને 9-9 લોકોનો નરસંહાર કરનારા તથ્ય પટેલ (Tathya Patel) ને અદાલતમાંથી કોઈ રાહત મળી નથી. અમદાવાદ ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) માં રજૂ કરેલા તપાસ રિપોર્ટમાં તથ્ય પટેલ અને જગુઆર કાર (Jaguar Car) ના માલિકે ખોટી જાહેરાત કરીને 14 લાખ જેટલી રકમ નુકસાની પેટે મેળવી લીધી છે. જ્યારે થાર અકસ્માતના કેસમાં પણ વીમાની રકમ મેળવવા દાવો કર્યો છે. જો કે, વીમા કંપની (Insurance Company) નિયમોને આધિન હોવાથી તથ્ય પટેલ કે કારના માલિક સામે પોલીસ ફરિયાદ (Police Complaint) કરી શકે તેમ નથી. જેનો નજીવો ફાયદો તથ્ય પટેલ અને તેના મળતીયાઓને મળશે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

ઈસ્કોન બ્રિજ અકસ્માતની તપાસમાં ભાંડો ફૂટ્યો : અમદાવાદ શહેર (Ahmedabad City) ના એસ.જી. હાઈવે ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા ભયાવહ અકસ્માતની તપાસમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો હાથ લાગી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસની તપાસમાં તથ્ય પટેલે વર્ષ 2023માં જ બે અકસ્માત સર્જ્યા હોવાની હકિકત સામે આવી હતી. કલોલ તાલુકાના સાંતેજ ગામે (Kalol Santej) એક મંદિરમાં તથ્યએ વર્ષ 2023ની શરૂઆતમાં જ જગુઆર કાર ઘૂસાડીને અકસ્માત કર્યો હતો. જ્યારે થલતેજના એક કાફેની દિવાલ સાથે તથ્ય પટેલે થાર (Thar Accident) અથડાવી નુકસાન કર્યું હતું. આ બંને કેસમાં તથ્ય પટેલ, કાર માલિક અને તેના મળતીયાઓએ વીમા કંપની સમક્ષ ખોટી જાહેરાત કરી લાખો રૂપિયાનો કલેઈમ મેળવી લીધો છે.

વીમા કંપની કેમ ફરિયાદ નથી કરતી ? : સાંતેજના મંદિર ખાતે થયેલા અકસ્માતને અમદાવાદના શીલજ (Ahmedabad Shilaj) વિસ્તારમાં વન્ય પ્રાણીને બચાવવા જતા જગુઆર થાંભલા સાથે અથડાઈ હોવાની ખોટી જાહેરાત કરવામાં આવી હતી. વીમા કંપનીએ જે તે સમયે અકસ્માતની જાહેરાતને તપાસ્યા વિના 14 લાખ જેટલી રકમનો કલેઈમ મંજૂર કરી દીધો હતો. હવે જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે પોલીસે વીમા કંપનીના અધિકારીઓને જાણ કરતા તેઓ નિયમોને આધિન હોવાથી ફરિયાદ કરી શકે તેમ નથી તેવું સ્પષ્ટ રીતે સાંતેજ પોલીસ (Santej Police) ને કહી દીધું છે. જ્યારે થલતેજના કાફેમાં તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં પણ સંજય પટેલ દ્વારા બંગલાની દિવાલ સાથે થાર અથડાઈ હોવાની ખોટી જાહેરાત કરાઈ છે. જો કે, આ મામલામાં વીમા કંપનીને જાણ થતાં તેમણે કલેઈમ અટકાવી દીધો છે. વીમા કંપની આ મામલામાં પણ કોઈ ફરિયાદ કરવા માંગતી નહીં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો - IPS ની સલાહથી પિતાએ દારૂનો ધંધો છોડ્યો, વર્ષો બાદ પુત્રએ શરૂ કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad CityAhmedabad Iskcon BridgeAhmedabad PoliceAhmedabad ShilajAhmedabad Traffic PoliceBankim PatelBankim Patel JournalistBankim Patel ReporterGujarat FirstGujarati NewsHigh Court of GujaratInsurance Companyiskcon bridge accidentJaguar carJaguar Car AccidentKalol SantejPolice complaintPolice ReportSantej PoliceTathya Patel Accidenttathya patel ahmedabadThar Accident
Next Article