Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tathya Patel Case : તથ્યકાંડની જગુઆર ગાયબ થઈ તો ક્યાંથી આવી ?

Tathya Patel Case : અમદાવાદ એસ.જી.હાઈવે પરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને જગુઆર કાર (Jaguar Car) ના પૈડાં નીચે કચડી નાંખનારા તથ્ય પટેલનો કેસ (Tathya Patel Case) ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ (High Court Gujarat) માં કરાયેલી રીટમાં જગુઆર...
tathya patel case   તથ્યકાંડની જગુઆર ગાયબ થઈ તો ક્યાંથી આવી

Tathya Patel Case : અમદાવાદ એસ.જી.હાઈવે પરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને જગુઆર કાર (Jaguar Car) ના પૈડાં નીચે કચડી નાંખનારા તથ્ય પટેલનો કેસ (Tathya Patel Case) ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ (High Court Gujarat) માં કરાયેલી રીટમાં જગુઆર કાર બનાવટી સહી કરીને કોઈ છોડાવી ગયું હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) કારના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકીને સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે, સમગ્ર મામલામાં ટ્રાફિક વિભાગના નાનાથી મોટા અધિકારી મીડિયા સાથે ખૂલીને વાત કરવા તૈયાર નથી.

Advertisement

શું હતો ચકચારી તથ્ય અકસ્માત કેસ ?

19 જુલાઈ, 2023 ની મધ્યરાત્રિના અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જગુઆર કારના ચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન (SG 2 Traffic Police Station) માં ગુનો નોંધી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદીજુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.

Advertisement

Jaguar કાર કોની માલિકીની ?

તથ્ય પટેલ કેસ (Tathya Patel Case) માં ગુનાના કામે કબજે લેવાયેલી જગુઆર કારની માલિકી ક્રિશ હિમાંશુ વરિયાની હોવાની હકિકત સામે આવી હતી. ક્રિશના પિતા હિમાંશુ વરિયા (Himanshu Variya) વિવિધ બેંકો સાથે 452 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવા બદલ CBI Case માં જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. હિમાંશુ વરિયા વર્ષ 2020માં ઝેરી દવા ગટગટાવી લાખો-કરોડોના લેણદારો સામે ફરિયાદ નોંધાવી ચૂકયા છે.

કાર છોડવા અદાલત હુકમ આપી ચૂકી છે

કૌભાંડી હિમાંશુ વરિયાના પુત્ર ક્રિશે અમદાવાદ ગ્રામ્ય અદાલત (Rural Court Ahmedabad) માં જગુઆર કાર છોડાવવા અરજી કરી હતી. એસ.જી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના ખુલ્લા વિસ્તારમાં કાર પડી હોવાથી એન્જિન-ટાયરને નુકસાન થઈ રહ્યું છે. કાર વિના ધંધામાં પણ તકલીફ પડી રહી હોવાની ક્રિશે રજૂઆત કરી કોર્ટની શરતો સાથે સંમતિ દર્શાવી હતી. આથી અદાલતે સપ્ટેમ્બર-2023માં  1 કરોડ રૂપિયાના બોન્ડ પર જગુઆર કાર પરત સોંપવા આદેશ કર્યો હતો.

Advertisement

હાઇકોર્ટ રીટ જગુઆર મુદ્દામાલમાંથી ગાયબ

તથ્ય હત્યાકાંડમાં કબજે લેવાયેલી જગુઆર કાર બનાવટી સહી કરીને પોલીસ કબજામાંથી છોડાવી લેવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે. ટ્રાયલ કોર્ટમાં રજિસ્ટ્રાર સામે સોગંદનામું કર્યા વિના લકઝુરીયસ કાર છોડાવી લેવામાં આવી છે. ક્રિશ વરિયાના સ્થાને કોણે સહી કરી અને કોણ Jaguar Car છોડાવી ગયું છે તેની તપાસ કરવા High Court માં રીટ કરાઈ છે.

કાર પોલીસના કબજામાં છે

ચકચારી Tathya Patel Case ની જગુઆર કાર કોઈ બનાવટી સહી કરીને છોડાવી ગયું છે તેવા સમાચાર આવતાંની સાથે જ Ahmedabad Police હરકતમાં આવી ગઈ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જગુઆર કારના ફોટા મુકીને ખૂલાસો આપ્યો હતો. આ ઉપરાંત બપોર બાદ એક સમાચાર યાદી (Press Note) જાહેર કરી સમાચારને પાયાવિહોણા ગણાવ્યાં છે. આ પ્રેસનોટ Tathya Patel Case ના તપાસ અધિકારી એસીપી એસ. જે. મોદી (ACP S J Modi) ની સહીથી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

કાર ગાયબ થઈ હતી ?

એક ચર્ચા અનુસાર પોલીસ મુદ્દામાલમાં રહેલી Tathya Patel Case ની જગુઆર કાર ગુમ થઈ હતી. આ ચર્ચા સાચી છે કે ખોટી તેનો જવાબ તો તપાસ અધિકારી જ આપી શકે. જો, પોલીસના દાવા અનુસાર આ કાર ગાયબ થઈ ન હતી તો તેઓ આ મામલે કોઈ કાયદેસર કાર્યવાહી કરવાના છે તેવા સવાલમાં કેમ ચૂપ છે.

આ પણ વાંચો- Chennai : 1800 KM દૂર અપહ્યુતને કેવી રીતે ક્રાઈમ બ્રાંચે બચાવ્યો ?

આ પણ વાંચો- Ahmedabad Police : દુષ્કર્મ માટે અપહરણ કરાયેલી બાળકીને શ્વાને બચાવી

આ પણ વાંચો- DGP Gujarat : પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ, 3 પોલીસવાળા પણ ફરજમોકૂફ

Tags :
Advertisement

.