Gujarat Police : કલાકોમાં જ મોટાભાગના IPS અધિકારીઓ કયા PIને ઓળખવા લાગ્યા ?
રાજ્યમાં કદાચ જ આ પ્રથમ પોલીસ ઈન્સ્પેક્ટર હશે કે જેમને ગણતરીના કલાકોમાં સૌ IPS ઓળખવા લાગ્યા છે. Gujarat Police Force માં 1200 જેટલાં પોલીસ ઈન્સ્પેક્ટર અને પોણા બસ્સો જેટલાં IPS ફરજ બજાવે છે, પરંતુ આ પોલીસ ઈન્સ્પેક્ટર આજકાલ ભારે ચર્ચામાં છે. કામગીરીથી ચર્ચામાં આવ્યા હોય અને મોટી સંખ્યામાં સિનિયર પોલીસ અધિકારીઓ ઓળખતા હોય તેવા PI હાલના સમયમાં શોધવા પડે તેમ છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દળમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરને તમામ રેન્જ, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઓળખતા થઈ ગયા છે. કેમ આ Police Inspector ચર્ચામાં આવ્યા છે ? વાંચો આ અહેવાલમાં....
સૌ IPS ઓળખવા લાગ્યા તે કયા પીઆઈ ?
રામોલ પોલીસની હદમાં વસ્ત્રાલ ખાતે લુખ્ખાઓએ વર્તવેલા કાળા કેરે Ahmedabad Police ને ઉંઘમાંથી જગાડી. આ ઘટનાના વીડિયો દેશભરના મીડિયામાં પ્રસારિત થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યાં અને તે જ કારણે ગુજરાત સરકાર (Gujarat Government) હરકતમાં આવી. વસ્ત્રાલની ઘટનાના પગલે રાજ્ય પોલીસ વડા Vikas Sahay એ રાજ્યભરના ગુંડાઓ/અસામાજિક તત્વોની 100 કલાકમાં યાદી બનાવવા સહિતની સૂચનાઓ આપી. બે દિવસ અગાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ IG/DIG અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી અનેક કડક સૂચનાઓ આપી. પોલીસ અધિકારીઓની કામ કરવાની પદ્ધતિઓ તેમજ કામ ચોરીને લઈને આડે હાથ લીધા. જેના પગલે Ahmedabad CP જી. એસ. મલિક ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા અને અધિકારીઓ/કર્મચારીઓ સાથે ચર્ચા કરી સૂચનાઓ આપવી પડી. અમદાવાદ શહેરની ઘટનાઓ રાજ્યભરના IPS અધિકારીઓને ધંધે લગાડી દીધા છે. અમદાવાદ પોલીસનું નબળું નેતૃત્વ અને Ramol PI બંને પોલીસ બેડાની ચર્ચામાં આવ્યા છે. પૂર્વ અમદાવાદના મલાઈદાર રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કોણ છે અને તેમજ ભૂતકાળ શું છે ? તેની જાણકારી Gujarat Police દળના IPS અધિકારીઓએ મેળવી લીધી છે.
આખરે PIઓની આંતરિક બદલી અમદાવાદ શહેરમાં થઈ ખરી
રામોલ પીઆઈ એસ. બી. ચૌધરીને હટાવાયા
વસ્ત્રાલમાં ગુંડા તત્વોના આતંક બાદ પોલીસ કમિશનરે લીધો નિર્ણય
28 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી
4 પોલીસ ઇન્સ્પેક્ટરને CP G S Malikએ આપી નિમણૂક@CMOGuj @sanghaviharsh @InfoGujarat @GujaratPolice… pic.twitter.com/wJyWWFRyuv— Gujarat First (@GujaratFirst) March 19, 2025
આ પીઆઈ ચાલે તેમ નથી તેની જાણકારી હતી
રામોલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સુરેશ બી ચૌધરી (PI S B Chaudhari) છેલ્લાં એક વર્ષથી ફરજ બજાવે છે. રામોલ પોલીસની હદમાં અનેક વખત ગુનાઓમાં બર્કિંગ કરવાની તેમજ આરોપીઓને છાવરવાના આરોપોની રજૂઆતો ઉપર સુધી ગઈ હતી. એક નહીં પરંતુ બબ્બે DCP એ શહેર પોલીસ કમિશનર G S Malik ને કહી ચૂક્યાં છે કે, રામોલ પોલીસ સ્ટેશન PI S B Chaudhari આ સ્થાને ચાલે તેમ નથી.
2019ની બેચના ચૌધરી લઠ્ઠાકાંડમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે
વર્ષ 2022ના બોટાદ-અમદાવાદ લઠ્ઠાકાંડમાં બોટાદ એસપી (Botad SP), અમદાવાદ ગ્રામ્ય એસપી (Ahmedabad Rural SP) સહિત અનેક પોલીસ અધિકારીઓનો ભોગ લેવાયો હતો. સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારીઓ પૈકી એક એવા ધંધુકા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર S B Chaudhari પણ હતા. સસ્પેન્શન બાદ અમદાવાદ શહેરમાં હાજર થયેલા પીઆઈ એસ. બી. ચૌધરીને અમદાવાદ પોલીસ કમિશનર (Police Commissioner Ahmedabad) જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે સરદારનગર પોલીસ સ્ટેશન (Sardarnagar Police Station) ના સેકન્ડ પીઆઈ તરીકે પ્રથમ નિમણૂક આપી હતી. સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી બબાલમાં સિનિયર પીઆઈ પી. વી. પટેલ (PI P V Patel) ને ફેબ્રુઆરી-2024માં વિશેષ શાખામાં CP Ahmedabad એ બદલી કરી હતી. ખાલી પડેલા સ્થાનનો ચાર્જ સેકન્ડ પીઆઈ સુરેશ ચૌધરીને સોંપાયો હતો. ત્યારબાદ PI S B Chaudhari ને પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે માર્ચ-2024ની શરૂઆતમાં Ramol Police Station નો સ્વતંત્ર હવાલો સોંપ્યો હતો.
'દેર આયે દુરસ્ત આયે'
સમગ્ર Gujarat Police ને જેના કારણે નામોશી લાગી છે, તેવા પીઆઈ એસ. બી. ચૌધરીની આખરે CP Ahmedabad એ બદલી કરી નાંખી છે. PI S B Chaudhari સહિત 28 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરીક બદલી કરી પોલીસ કમિશનર મલિકે 4 પીઆઈને નિમણૂક આપી છે. રામોલ PI Suresh B Chaudhari ને પોલીસ કમિશનર G S Malik એ કંટ્રોલ રૂમ ખાતે મુકી દીધા છે. ચૌધરીના સ્થાને SOG પીઆઈ વી. ડી. મોરી (PI V D Mori) ને રામોલ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પંકજ ત્રિવેદી મર્ડર કેસમાં Super IPS જેવો વટ ધરાવતા અંગત મદદનીશની Ahmedabad Police બેડામાં ભારે ચર્ચા