Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ ગ્રામ્ય એસપીએ 14 જેટલા પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ , જાણો શું હતુ કારણ

પોલીસ વિભાગ એટલે ડિસિપ્લિનરી ફોર્સ ગણવામાં આવે છે, આ ખાતામાં પોતાની ફરજ પણ હમેશાં શિસ્ત અને અનુસાશન સાથે નિભાવવાની રહેતી હોય છે...પરંતુ ઘણાખરા પોલીસ કર્મીઓ પોલીસ ડીપાર્ટમેન્ટની નોકરીને એક સામન્ય નોકરી સમજી બેઠેલા હોય છે જેના લીધે સમગ્ર પોલીસ ફોર્સમાં એક નેગેટિવ વાતાવરણ ઊભું થતું હોય છે અને આ વાતાવરણ ભવિષ્યમાં સમગ્ર પોલીસ ફોર્સ માટે ખૂબજ ચિંતાનો વિષય બની જાય છે.  અને આવું જ કઈક à
અમદાવાદ ગ્રામ્ય એસપીએ 14 જેટલા પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ   જાણો શું હતુ કારણ
પોલીસ વિભાગ એટલે ડિસિપ્લિનરી ફોર્સ ગણવામાં આવે છે, આ ખાતામાં પોતાની ફરજ પણ હમેશાં શિસ્ત અને અનુસાશન સાથે નિભાવવાની રહેતી હોય છે...પરંતુ ઘણાખરા પોલીસ કર્મીઓ પોલીસ ડીપાર્ટમેન્ટની નોકરીને એક સામન્ય નોકરી સમજી બેઠેલા હોય છે જેના લીધે સમગ્ર પોલીસ ફોર્સમાં એક નેગેટિવ વાતાવરણ ઊભું થતું હોય છે અને આ વાતાવરણ ભવિષ્યમાં સમગ્ર પોલીસ ફોર્સ માટે ખૂબજ ચિંતાનો વિષય બની જાય છે.  અને આવું જ કઈક થઈ રહ્યું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં ..જ્યાં કેટલાક પોલીસ કર્મીઓના વર્તન અને ફરજ પરની નિરસતાને લીધે આખીય પોલીસ ફોર્સ બદનામ થઇ રહી હતી

કડક અધિકારી તરીકેની ગ્રામ્ય એસ.પી. અમિત વસાવાની છાપ 
સાયબર ક્રાઇમ ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા ડીસીપી કક્ષાના અધિકારી અમિત વસાવાની હમણાં થોડા મહિનાઓ અગાઉ બદલી અમદાવાદ ગ્રામ્ય એસ. પી તરીકે કરવામાં આવી હતી સ્વભાવે શાંત પરતું કામ કરવાની પદ્ધતિમાં ખૂબ જ કડક અધિકારી તરીકેને છાપ અમિત વસાવા ધરાવે છે અમદાવાદ ગ્રામ્યમાં પોલીસમાં એસ.પી તરીકે અમિત વસાવાએ ચાર્જ સાંભળતાની સાથે જ ઘણાખરા પોલીસ કર્મીઓના મોતિયા મરી ગયા. અને આજ અધિકારીએ હમણાં જ થોડા દિવાસો અગાઉ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ હોદ્દા પર ફરજ બજાવતા 14 જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે.
શા માટે આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ?
અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 14 જેટલા પોલીસ કર્મીઓને અમદાવાદ ગ્રામ્ય એસ. પી અમિત વસાવાએ એકાએક સસ્પેન્ડ કરી દીધા છે.આ સસપનેડ કરાયેલા પોલીસ કર્મીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની નિયત હાજરી પુરાવતા નહોતા. અને છેલ્લા એક વર્ષથી તે તમામ લોકોની પોલીસ ડીપાર્ટમેન્ટમાં કોપણ પ્રકારની પ્રો-એક્ટિવ કામગીરી નહોતી દેખાઈ રહી. જેના લીધે થઈને ડિસપ્લિનરી ફોર્સમાં એક્સનરી પગલાં લેવા પડ્યા હતા. 
કેટલાક ઓફિસ સ્ટાફના પોલીસ કર્મીઓનો પણ સમાવેશ 
મહત્વનું છે પોલીસ સ્ટેશનમાં બે પ્રકારના પોલીસ કર્મીઓ ફરજ નિભાવતા હોય છે જેમાં ફિલ્ડ સ્ટાફ અને ઓફિસ સ્ટાફ એમ પ્રકારની જવાબદારી નિભાવતા પોલીસ કર્મીઓ હોય છે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પણ આજ પ્રકારની પદ્ધતિ રહેતી હોય છે. 14 જેટલાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓ માંથી કેટલાક ઓફિસ સ્ટાફના પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે અને કેટલાક ફિલ્ડના પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે... ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસ.પી દ્વારા જે ડીસીપ્લીનરી પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં હવે નિયમિતતા આવશે તેવું જરૂરથી લાગી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.