Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot CP ની અગ્નિકાંડના તથ્યો છુપાવવા, આરોપીઓને બચાવવા જહેમત

Rajkot CP : માસૂમ ભૂલકાઓ સહિત 33 લોકોને આગમાં હોમી દેનારી ઘટના ચર્ચાના ચગડોળે છે. TRP ગેમ ઝોન લાક્ષાગૃહમાં ફેરવાયા બાદ એક જ ચર્ચા છે અને તે છે ઘટના માટે દોષિત કોણ-કોણ ? રાજકોટ પોલીસે (Rajkot Police) ઘટનાના 10 કલાક...
05:40 PM May 26, 2024 IST | Bankim Patel

Rajkot CP : માસૂમ ભૂલકાઓ સહિત 33 લોકોને આગમાં હોમી દેનારી ઘટના ચર્ચાના ચગડોળે છે. TRP ગેમ ઝોન લાક્ષાગૃહમાં ફેરવાયા બાદ એક જ ચર્ચા છે અને તે છે ઘટના માટે દોષિત કોણ-કોણ ? રાજકોટ પોલીસે (Rajkot Police) ઘટનાના 10 કલાક બાદ નોંધેલી ફરિયાદે ઘણું બધું કહી દીધું છે. મીડિયામાં ભ્રષ્ટાચારી તંત્રની પોલ ના ખુલે તે માટે રાજકોટ શહેર પોલીસે FIR સંવેદનશીલ જાહેર કરી છે. પત્રકારોના ભારે દબાણ બાદ Rajkot CP ને ફરિયાદની નકલ આપવાની ફરજ પડી હતી.

શું લખ્યું છે ફરિયાદમાં?

Rajkot Police ના પીએસઆઈ પ્રજ્ઞેશકુમાર ત્રાજીયાએ સરકાર તરફે 6 આરોપીઓ સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન (Rajkot Taluka Police Station) ખાતે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ધવલ કોર્પોરેશનના માલિક ધવલ બી. ઠક્કર અને રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદાર અશોકસિંહ જે. જાડેજા, કિરીટસિંહ જે. જાડેજા, પ્રકાશચંદ કે. હીરન, યુવરાજસિંહ એચ. સોલંકી તથા રાહુલ એલ. રાઠોડને આરોપી બતાવ્યા છે. ફરિયાદનો મુખ્ય ભાગ ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર ભીખાભાઇ ઠેબાનું નિવેદન છે. આગ બુઝાવવા ટીમ સાથે આવેલા ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર ઠેબાએ કહ્યું છે કે, TRP ગેમ ઝોન તરફથી ક્યારેય ફાયર એનઓસી (Fire NOC) ની અરજી અમારા વિભાગમાં આવી નથી કે NOC મેળવી નથી. આ ઉપરાંત આગની ઘટનાને કાબૂમાં લેવા માટેની સાધન સામગ્રીની વ્યવસ્થા TRP Game Zone ના સંચાલકોએ રાખી નહીં હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. માનવ જીવન જોખમાય અને આગનો બનાવ બને તો મનુષ્ય જીવ જાય તેવી જાણકારી હોવા છતાં ગેમ ઝોનને બનાવી જોખમી રીતે ચાલુ રાખવાના કારણે બનાવ બન્યો છે. IPC 304, 308, 337, 338, 114 હેઠળ નોંધવામાં આવેલા ગુનાની તપાસમાં અન્ય આરોપીઓ મળી આવવાની સંભાવના દર્શાવાઈ છે.

જમીન કોની માલિકીની?

સામાન્ય રીતે દારૂ-જુગારના કેસ કરતી પોલીસ કોની માલિકીની જમીન-ઘર-ઑફિસ છે તેનો FIR માં ઉલ્લેખ કરતી હોય છે. દેશભરના મીડિયામાં ગાજેલા રાજકોટ અગ્નિકાંડના કેસમાં પોલીસે TRP Game Zone કોની માલિકીની જગ્યા પર હતો તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સૂત્રોના જણાવ્યાનુસાર ગેમ ઝોન અનઅધિકૃત રીતે છેલ્લાં ચારેક વર્ષથી કાર્યરત હતો અને સરકારના તમામે તમામ વહીવટી તંત્રના અધિકારીઓ વાકેફ હતા. બે IAS અને બે IPS અધિકારીઓનો TRP Game Zone ખાતે પડાવેલો એક ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.

ફરિયાદ છુપાવવામાં કોને હતો રસ?

એક ચર્ચા અનુસાર રાજકોટ તાલુકા પોલીસે નોંધેલી ફરિયાદમાં ભ્રષ્ટાચારી તંત્રની પોલ ખુલી જાય છે અને એટલે જ ઉચ્ચ IPS અધિકારીએ FIR ને સંવેદનશીલની યાદીમાં મુકવા આદેશ કર્યો હતો. પોલીસે નોંધેલી ફરિયાદથી વિપરિત નિવેદન Rajkot CP રાજુ ભાર્ગવે (Raju Bhargava) આપતા એક નવો વિવાદ ઉભો થયો છે. Rajkot CP રાજુ ભાર્ગવ 33 લોકોના મોત માટે જવાબદાર આરોપીઓને બચાવવા માટે પ્રયત્નશીલ હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. Rajkot CP એ મીડિયા સમક્ષ ઑન કેમરા કહ્યું છે કે, TRP ગેમ ઝોનના સંચાલકોએ માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department) તેમજ યાંત્રિક વિભાગમાં પરવાનગી મેળવી છે અને ફાયર વિભાગની NOC મેળવવાની કાર્યવાહી ચાલુ હતી.

ફાયર NOC વિના પોલીસે આપી મંજૂરી...

Rajkot CP Raju Bhargava ના મીડિયા સામેના નિવેદને ગુજરાત સરકાર (Gujarat Government) ને ભીંસમાં મુકી દીધી છે. રાજુ ભાર્ગવના જણાવ્યાનુસાર નવેમ્બર-2023થી બુકીંગ-લાયસન્સની Rajkot Police એ મંજૂરી આપી છે. અત્રે નોંધનીય છે કે, Fire NOC નહીં હોવા છતાં રાજકોટ શહેર પોલીસે કેવી રીતે TRP Game Zone ને મંજૂરી આપી શકે.

પોલીસનું કામ Gujarat First એ કર્યું...

TRP Game Zone લાક્ષાગૃહમાં ફેરવાઈ ગયા બાદ પોલીસે તપાસ તપાસનું નાટક શરૂ કર્યું. ફરિયાદ નોંધી, સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) બનાવી અને કેટલાંક આરોપીઓ પકડયા, પરંતુ ગેમ ઝોનમાં પૂરેપૂરી તપાસ જ ના કરી. રવિવારે બપોરે સવા ત્રણ વાગે Gujarat First ના રિપોર્ટર ઉમંગ રાવલે (Journalist Umang Raval) ગેમ ઝોનના પ્રથમ માળે આવેલી બંધ ઑફિસમાં બારી વાટે પ્રવેશ કર્યો હતો. ઑફિસમાં પ્રવેશેલા પત્રકારને પરમીટવાળી બિયરના 8 ટીન ખુલ્લેઆમ પડેલા મળી આવ્યા હતા. આ સમાચાર પ્રસારિત થતાંની સાથે જ Rajkot Police દોડતી થઈ હતી.

આ પણ વાંચો : SBI : મૃતક ASI ના પરિવારને બેંકે 1 કરોડનો ચેક કેમ આપ્યો ?

આ પણ વાંચો : Vadodara Police : કરોડપતિ બુટલેગરને પોલીસ પકડે તે પહેલાં કોણે ભગાડ્યો ?

આ પણ વાંચો : TRP GameZone : પોલીસની કામગીરી ગુજરાત ફર્સ્ટે કરી, ગેમઝોનની ઓફિસમાંથી બિયરની પેટીઓ મળી

Tags :
Bankim PatelFire NOCGujarat FirstGujarat GovernmentJournalist Bankim PatelJournalist Umang RavalRajkot CPrajkot policeRAJKOT TALUKA POLICE STATIONRaju BhargavaRoads and Buildings DepartmentSITTRP Game Zone
Next Article