Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ CP સામે વસૂલીના ગોવિંદ પટેલના આરોપ પર મંત્રી અરવિંદ રૈયાણીનું સમર્થન

 રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  પર  ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા વસૂલી કરવાનો આરોપ લગાવાયો છે. જેને સાંસદ રામ મોકરિયા બાદ હવે મંત્રી અરવિંદ રૈયાણીએ પણ સમર્થન આપ્યું છે. અને કડક કાર્યવાહીની માગ કરી છે. ત્યારે આ વચ્ચે વધુ બે વેપારી સામે આવ્યું છે. ટિમ્બરના વેપારીએ રાજકોટ ક્રાઇમબ્રાન્ચ હેરાન કરતી હોવાનો અને ઉઘરાણી કરતી હોવાનો આરોપ કર્યો છે.મંત્રી અરવિંદ રૈયાણીએ શું કહ્યું?àª
રાજકોટ cp સામે વસૂલીના ગોવિંદ પટેલના આરોપ પર મંત્રી અરવિંદ રૈયાણીનું સમર્થન

 

Advertisement

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  પર  ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા વસૂલી કરવાનો આરોપ લગાવાયો છે. જેને સાંસદ રામ મોકરિયા બાદ હવે મંત્રી અરવિંદ રૈયાણીએ પણ સમર્થન આપ્યું છે. અને કડક કાર્યવાહીની માગ કરી છે. ત્યારે આ વચ્ચે વધુ બે વેપારી સામે આવ્યું છે. ટિમ્બરના વેપારીએ રાજકોટ ક્રાઇમબ્રાન્ચ હેરાન કરતી હોવાનો અને ઉઘરાણી કરતી હોવાનો આરોપ કર્યો છે.

Advertisement

મંત્રી અરવિંદ રૈયાણીએ શું કહ્યું?

મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું કે, મેં 8 દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી, મુદ્દો ગંભીર હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવે.

Advertisement

ઇન્દ્રનીલ રાજ્યગુરુના પ્રહાર

કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વસૂલી વિવાદમાં મેદાને આવ્યા છે, અને ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યુ છે કે, ભાજપ અધિકારીઓને છાવરવા માગે છે, અને ગુજરાતમાં હજુ દંડારાજ વધશે તેમ જણાવ્યુ છે. આ ઉપરાંત સી.આર. પાટિલને સુપર CM ગણાવ્યા છે. વધુમાં રાજ્યગુરુએ જણાવ્યુ કે,  ગુજરાત સરકારે દાખલો બેસાડવાની જરૂર છે.


રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ શું કહ્યું?

ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રીને લખેલા પત્રમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ જે આરોપ લગાવ્યા છે. તે આરોપોને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સાચા ગણાવ્યા છે. રામ મોકરિયાએ કહ્યું છે કે, પોલીસ કમિશનર ઉઘરાણી અને જમીનના હવાલા લે છે. પોલીસ કમિશનર કમિશનથી જ કામ કરતાં હોવાનો આરોપ રામ મોકરિયાએ લગાવ્યો છે. મોકરિયાએ કહ્યું કેકમિશનરને જમીનના સોદાઓમાં વધુ રસ છે. જમીન વિવાદમાં મોટી રકમ મેળવે છે. આમ આદમીનું કામ નથી થતું. ફિલ્ડમાં પણ નબળા અને માનીતા અધિકારીઓને જ રાખ્યા છે. મનોજ અગ્રવાલને સારી જગ્યાએ ન મૂકાય તેવી રજૂઆત પણ રામ મોકરિયા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ પોલીસના બદલે મનોજ અગ્રવાલ પર નિશાન તાકતા કહ્યું છે કે, 'બધી પોલીસ ભ્રષ્ટાચારી નથીમનોજ અગ્રવાલ છે'.

ગૃહ વિભાગે આપ્યા તપાસના આદેશ

રાજકોટ પોલીસ કમિશનર સામે ધારાસભ્યએ કરેલા આક્ષેપો પર ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. 72 કલાકમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ DGPને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે.

 

Tags :
Advertisement

.