Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SMC Raid : ગુજરાતમાં દારૂબંધી ? બે દિવસમાં 1.78 કરોડનો દારૂ મળ્યો

SMC Raid : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેના પૂરાવાઓ SMC Raid માં મળી આવ્યા છે. છેલ્લાં બે દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રાટકી રૂપિયા 1 કરોડ 78 લાખનો વિદેશી દારૂ...
06:49 PM Mar 20, 2024 IST | Bankim Patel
What will the Election Commission do ?

SMC Raid : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેના પૂરાવાઓ SMC Raid માં મળી આવ્યા છે. છેલ્લાં બે દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રાટકી રૂપિયા 1 કરોડ 78 લાખનો વિદેશી દારૂ (IMFL) તેમજ રૂપિયા 1.38 કરોડના વાહનો જપ્ત કર્યા છે. બુટલેગરો પાસેથી મળતા લાખો-કરોડો રૂપિયાના હપ્તા માટે જિલ્લા પોલીસ વડા (DSP) સહિતના ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે અને આ વાત જગજાહેર છે.

મહિનાઓથી ગોડાઉનમાં ચાલતું હતું દારૂનું કટીંગ
મોરબી જિલ્લા પોલીસ (Morbi Police) ની મહેરબાનીથી ચાલતા વિદેશી દારૂના ગોડાઉનમાં કટીંગ સમયે એસએમસીએ દરોડો (SMC Raid) પાડ્યો હતો. એસએમસીના પીએસઆઈ એચ. એચ. જાડેજા (PSI H H Jadeja) તેમજ તેમની ટીમને મળી આવેલો થોકબંધ વિદેશી દારૂનો જથ્થો અને મુદ્દામાલ ગણતા કલાકો થયા હતા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (Morbi Taluka Police Station) ની હદમાં આવેલા મોરબી-વાંકાનેર હાઈવે પરના લાલપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમદાવાદના બુટલેગર જીમિત શંકરભાઈ પટેલે ગત નવેમ્બર મહિનાની શરૂઆતમાં 90 હજાર રૂપિયાના ભાડાથી ભવાનસિંહ જાડેજાનું ગોડાઉન રાખ્યું હતું. SMC Raid માં જુદીજુદી બ્રાન્ડની કુલ 61,152 IMFL બોટલ (કિંમત 1.51 કરોડ)ની મળી આવી છે. Team SMC એ સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી લઈ 7 વાહનો, 10 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 2.50 લાખ કબજે કર્યા છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર જીમિત પટેલ સહિત 11 આરોપીઓને ફરાર જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે, SMC Raid કરી ગત મહિને મોરબી પોલીસની ભાગીદારીથી ચાલતા પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.



નવસારી-ડાંગમાંથી લાખોનો દારૂ પકડાયો
નવસારી જિલ્લા (Navsari District) માં એસએમસીએ પાડેલો દરોડો (SMC Raid) દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગણદેવી તાલુકાના રાહેજ ગામે રામજી મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં ચાલતા વિદેશી દારૂના કટીંગનો Team SMC એ પર્દાફાશ કર્યો છે. એસએમસીના પીઆઈ સી. એચ. પનારા (PI C H Panara) અને તેમની ટીમે રૂપિયા 25.41 લાખની 21,888 IMFL બોટલ 71 લાખના 8 વાહનો સહિત એકાદ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC એ સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે ગણદેવી પોલીસ સ્ટેશન (Gandevi Police Station) ના ચોપડે 9 આરોપીઓને ફરાર દર્શાવાયા છે. ડાંગ જિલ્લા (Dang District) ના વઘઈ પોલીસ સ્ટેશન (Waghai Police Station) ની હદમાં પડેલી SMC Raid માં 1.71 લાખની કિંમતની 2,258 IMFL બોટલ-ટીન જપ્ત કરવામાં આવ્યા છે. પીએસઆઈ એન. એસ. ઝાલા (PSI N S Zala) અને તેમની ટીમે 3 આરોપીને ઝડપી લઈ બે વાહનો જપ્ત કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


રાજકીય પક્ષ અને નેતાના નામે પોલીસનો વેપાર
SMC Raid બાદ મોરબી અને નવસારી પોલીસ ચર્ચાઓમાં છે. લોકસભા ચૂંટણી ટાણે દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાના બદલે પોલીસ ખુદ બુટલેગરો સાથે મળીને ગુજરાતમાં નશો ઠાલવી રહી છે. જિલ્લા પોલીસ વડા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહેરબાનીથી જ બુટલેગરો હોલસેલમાં દારૂ ઠાલવી રહ્યાં છે. મોરબી જિલ્લામાંથી મળી આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો હળવદ (Halvad) વાંકાનેર (Wankaner) ચોટીલા (Chotila) અને થાનગઢ (Thangadh) સુધી પહોંચતો હતો. ચૂંટણી ટાણે પોલીસ અધિકારીઓ રાજકીય પક્ષ અને ઉમેદવારોના નામે વર્ષોથી દેશી-વિદેશી દારૂના ધંધાઓ ચલાવતા આવ્યાં છે. કેટલાંક ભ્રષ્ટ IPS અધિકારી ચૂંટણીની આડમાં બુટલેગરોને છૂટ આપી પોતાના ખિસ્સા ગરમ કરી લેવામાં માહેર છે.

આ  પણ વાંચો - POLITICS: પાસવાન અને સોરેન સહિત દેશના આ 5 રાજકીય પરિવારમાં કકળાટનો કોને ફાયદો?

આ  પણ વાંચો - Mahesana : 200 રૂપિયાની લાંચમાં ખાખી ટોળકી ઝડપાઈ

આ  પણ વાંચો - BY-ELECTION : 5 બેઠકોની પેટા ચૂંટણીમાં આ રહ્યા BJP-CONGRESS ના મુરતિયા

 

Tags :
Bankim PatelBankim Patel JournalistChotilaDang districtDSPGandevi Police StationGujarat FirstHalvadIMFLMorbi PoliceMorbi Taluka Police StationNavsari DistrictPI C H PanaraPSI H H JadejaPSI N S ZalaSMC RaidState Monitoring CellTeam SMCThangadhWaghai Police StationWankaner
Next Article