Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SMC Raid At Himatnagar: હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસેથી દારૂનું કટીંગ થતું પકડાયું

SMC Raid At Himatnagar: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં State Monitoring Cell એ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ તપાસમાં SMC એ દારુ કટિંગ થતા સ્થળ પર દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી હતી. હિંમતનગરમાં SMC એ બાતમીના આધારે દરોડા પાડ્યા અંદાજે રૂ....
smc raid at himatnagar  હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસેથી દારૂનું કટીંગ થતું પકડાયું
Advertisement

SMC Raid At Himatnagar: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં State Monitoring Cell એ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ તપાસમાં SMC એ દારુ કટિંગ થતા સ્થળ પર દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.

  • હિંમતનગરમાં SMC એ બાતમીના આધારે દરોડા પાડ્યા
  • અંદાજે રૂ. 39,120 ની 72 બોટલ મળી આવી
  • પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક પાસેથીSMC એ રાત્રે અન્ય રાજયમાંથી બે વાહનમાં લવાયેલા વિદેશી દારૂનું કડીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે અધિકારીઓએ દરોડો પાડીને બે કાર સહિત એકને ઝડપી લીધો હતો. જોકે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 6 લોકો વિરૂધ્ધ હિંમતનગર A-Division પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

Advertisement

અંદાજે રૂ. 39,120 ની 72 બોટલ મળી આવી

SMC Raid At Himatnagar

SMC Raid At Himatnagar

Advertisement

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ ગોકુલનગર રેલવે ફાટક પાસે રાત્રે SMC ના અધિકારીઓ બાતમી આધારે વિદેશી દારૂના કટીંગ પર સપાટો બોલાવ્યો હતો. પરંતુ અગમચેતી વાપરીને સ્કોર્પીઓ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જ્યારે એક કારમાંથી અંદાજે રૂ. 39,120 ની 72 બોટલ મળી આવી હતી. જયારે અન્ય એક કાર ખાલી હતી.

પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

SMC એ દરોડા દરમ્યાન અંદાજે રૂ.1050 રોકડા મળી આવ્યા હતા. મુખ્ય આરોપીની બે કાર અને દારૂ સાથે કુલ 5,95,670 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે SMC એ બેરણા રોડ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ ઈશ્વરભાઈ પંચાલને ઝડપી લઈને ભાગી ગયેલા 5 સહિત છ સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હિંમતનગરએ ડિવિઝન પોલીસે 6 સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Ahmedabad West Lok Sabha : ભાજપ માટે ગઢ સમાન બેઠક

આ પણ વાંચો: Gujarat First Reality Check : રાજકોટમાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી! લાઇસન્સ વિનાનું સીલ કરેલું ચણા જોર યુનિટ ફરી ધમધમતું થયું

આ પણ વાંચો: TV Fraud: ઑનલાઈન ઑર્ડર કરતા પહેલા રહેજો સાવધાન, એકસાથે 147 TV નું કૌભાંડ આવ્યું સામે

Tags :
Advertisement

Trending News

.

×