Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : 25 કરોડની જમીન પચાવવાનો ખેલ ખેલનારા રૂપાણી સામે આખરે ફરિયાદ

Ahmedabad : અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વિવાદિત જમીનના મામલે ચાલતા ઝઘડા અને ફરિયાદો સમયાંતરે સામે આવતી રહે છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર (Ahmedabad City) ના છેવાડે એક બિલ્ડર દ્ધારા વિવાદિત જમીનનો શક્તિ પ્રદર્શન થકી કબજો મેળવવામાં આવ્યો છે અને આ...
ahmedabad   25 કરોડની જમીન પચાવવાનો ખેલ ખેલનારા રૂપાણી સામે આખરે ફરિયાદ

Ahmedabad : અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વિવાદિત જમીનના મામલે ચાલતા ઝઘડા અને ફરિયાદો સમયાંતરે સામે આવતી રહે છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર (Ahmedabad City) ના છેવાડે એક બિલ્ડર દ્ધારા વિવાદિત જમીનનો શક્તિ પ્રદર્શન થકી કબજો મેળવવામાં આવ્યો છે અને આ મામલે સામ-સામે ગુના પણ નોંધાયા છે. તાજેતરમાં Ahmedabad ના વેજલપુર પોલીસે (Vejalpur Police) 25 કરોડની બજાર કિંમત ધરાવતી વિવાદિત જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરનારી ટોળકી સામે હાઈકોર્ટ (Gujarat High Court) ના આદેશ બાદ ગુનો નોંધ્યો છે. આ જમીનને લઈને જૂન-2022માં પણ એક FIR નોંધાઈ હતી અને તેમાં ખુદ જમીન માલિક સહિતના લોકોને આરોપી દર્શાવાયા હતા. શું છે આ સમગ્ર મામલો વાંચો...

Advertisement

જમીન ખાલી કરાવવા ધમકી આપ્યાની ફરિયાદ

Ahmedabad ના વિશાલા સર્કલ (Vishala Circle) પાસે આવેલી એક મોકાની જગ્યાનો જમીન માલિકીને લઈને વર્ષોથી વિવાદ ચાલે છે. વિવાદીત જમીન પર ગોડાઉન ધરાવતા ઈકબાલ શેખે જૂન-2022માં વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) માં જમીન માલિક રોહિત ઠાકોર સહિતના ટોળા સામે ફરિયાદ આપી હતી. ઈકબાલ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 26 જૂન 2022ની વહેલી પરોઢ પહેલાં 4 વાગે રોહિત ઠાકોર અને 15-20 શખ્સોનું ટોળું લાકડીઓ અને તિક્ષણ હથિયારો સાથે ધસી આવ્યું હતું. ટોળાએ ગોડાઉનમાં રહેલાં CCTV કેમેરા અને એક પ્રિન્ટર તોડી નાંખ્યું હતું. આ ઉપરાંત CCTV કેમેરાનું DVR, પ્રિન્ટર તેમજ હાજર લોકોના મોબાઈલ ફોન છીનવી લીધા હતાં. ઈકબાલ શેખને ગોડાઉન ખાલી કરીને જતાં રહેવા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેની તપાસ EOW ને સોંપાઈ હતી. અત્રે નોંધનીય છે કે, આ મામલાને લઈને તત્કાલિન વેજલપુર પીઆઈની બદલી (Vejalpur PI Transfer) કરી દેવાઈ હતી.

હાઈકોર્ટેના આદેશ બાદ જમીન પચાવનારાઓ સામે ફરિયાદ

વિશાલા સર્કલ પાસે આવેલી મોકાની જમીન પચાવી પાડવામાં આવી હોવાની માર્ચ-2022માં અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ને લેખિત અરજી આપવામાં આવી હતી. જો કે, આ મામલે પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી હાથ નહીં ધરતા જમીન માલિક રોહિત ચુડાજી ઠાકોરે હાઈકોર્ટના દ્ધારા ખખડાવતા પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધવા આદેશ થયો. ગત 17 માર્ચના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ઉપજાવી કાઢેલા દસ્તાવેજોના આધારે ખોટા હુકમો મેળવી કાવતરૂં રચ્યું હોવાની FIR નોંધવામાં આવી છે. અમદાવાદના વટવા ખાતે રહેતાં રમજાનઅલી રૂપાણી ઉર્ફે રમજુ, રમજાનઅલીના પુત્ર નેવિન, ગુફરાન શેખ, ઈસ્માઈલ શેખ, નોટરી દિપેશ સોની અને ઈ-મેઈલ તેમજ મોબાઈલ નંબર વપરાશકર્તા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રોહિત ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની વડિલોપાર્જિત જમીનમાં વર્ષ 1994માં શ્રી સરકાર દાખલ થઈ હતી. આ મામલે હોઈકોર્ટમાં જતાં વર્ષ 2021માં તેમની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. મૃતક પિતા ચુડાજીના નામે 100 રૂપિયાનો ઈ-સ્ટેમ્પ મેળવી સોગંદનામું તૈયાર કરી વડીલોના ફોટા, ખોટી સહીઓ-અંગૂઠા કરાવી નોટરી પાસે નોટરાઈઝડ કરાવ્યો હતો. 1 એકર 10 ગૂંઠા જમીનની બિન ખેતી હેતુ પ્રીમીયમ ભરવા તેમજ ઔદ્યોગિક હેતુ માટેની પરવાનગી મેળવવા 5 મૃતક અને 2 હયાત વડીલોના નામે અમદાવાદ જિલ્લા કલેકટર (Ahmedabad Collector) ને ઑનલાઈન ખોટી અરજી કરી હતી. આ ઉપરાંત રમજાનઅલી રૂપાણીના પુત્ર નેવિને ખોટી રીતે પોતાને કુલમુખ્ત્યાર દર્શાવી જમીન વેચવા કાવતરૂં રચ્યું હતું.

Advertisement

જમીન વિવાદના મામલામાં બાબુઓને ઘી-કેળાં

જમીન વિવાદના મામલામાં મહેસૂલ વિભાગ (Department of Revenue) અને પોલીસ વિભાગ (Police Department) ને ઘી-કેળાં છે. જમીન માલિકીમાં હક્ક અને કબજો એમ બે પ્રકારે વિવાદ સર્જાતા હોય છે. ભૂમાફિયાઓ શ્રી સરકાર તેમજ પારિવારીક વિખવાદમાં આવેલી જમીનમાં ખોટા દસ્તાવેજો અથવા કોઈ એક જમીન માલિકના સાથ સહકારથી વિવાદ ઉભા કરતાં હોય છે. આ વિવાદ સર્જાતાની સાથે જ ફરિયાદી મહેસૂલ વિભાગ, અદાલત અને પોલીસની શરણમાં જાય છે. મહેસૂલ વિભાગ અને પોલીસમાં જમીનની કિંમત અનુસાર ભાવ નક્કી કરવામાં આવે છે. વિવાદિત જમીનના મામલાઓમાં ફરિયાદીને કેટલો લાભ થાય છે અને આરોપીને શું નુકસાન થાય છે તે તો રામ જાણે, પરંતુ સરકારી બાબુઓને આવા મામલાઓમાં ફાયદો ચોક્કસ થાય છે.

આ  પણ  વાંચો - Hanging Bridge : દુર્ઘટના, ધરપકડ, આક્ષેપો અને જયસુખ પટેલને જામીન સુધીનો ઘટનાક્રમ

Advertisement

આ  પણ  વાંચો - Morbi : બ્રિજ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન

Tags :
Advertisement

.