ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Laapata Ladies ના સ્ક્રીનીંગ દરમિયાન DY Chandrachude આમિર ખાનનું કર્યું સ્વાગત

Aamir Khan કોર્ટ રૂમના વિઝિટર ગેલેરીમાં જોવા મળ્યા રજિસ્ટ્રી અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું ફિલ્મમાં સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે Laapata Ladies Screening: આજરોજ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ DY Chandrachude ની ઉપસ્થિતિમાં Laapata Ladies ફિલ્મ ન્યાયાધીશોને બતાવવામાં...
11:36 PM Aug 09, 2024 IST | Aviraj Bagda
Aamir Khan visits Supreme Court ahead of 'Laapataa Ladies' screening, CJI welcomes him

Laapata Ladies Screening: આજરોજ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ DY Chandrachude ની ઉપસ્થિતિમાં Laapata Ladies ફિલ્મ ન્યાયાધીશોને બતાવવામાં આવી હતી. ત્યારે આ ખાસ Laapata Ladies Screening માં DY Chandrachude સાથે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ હાજર રહ્યા હતાં. તો આ અવસર પર અભિનેતા Aamir Khan પણ હાજર રહ્યા હતાં. ત્યારે CJI DY Chandrachude સુપ્રીમ કોર્ટના પરિસરમાં Aamir Khanનું સ્વાગત કર્યું હતું.

Aamir Khan કોર્ટ રૂમના વિઝિટર ગેલેરીમાં જોવા મળ્યા

તો જ્યારે Laapata Ladies નું Screening કરવામાં આવ્યું હતું, ત્યારે અભિનેતા Aamir Khan કોર્ટ રૂમના એક સ્પેશિયલ વિઝિટર ગેલેરીમાં બેઠેલા જોવા મળ્ય હતાં. તો Aamir Khan ત્યારે કોર્ટરૂમમાં આવ્યા હતાં, જ્યારે CJI DY Chandrachudeની અધ્યક્ષતમાં ન્યાયાધીશ જેબી પારદીવાલ અને મનોજ મિશ્રાની 3 ન્યાયાધીશોની બેંચે સશસ્ત્ર દળોમાં મહિલાઓના પ્રમોશન સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે આજે 'સ્ટાર-સ્ટડેડ કોર્ટ' છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં CJI સહિત તમામ ન્યાયાધીશ આજે ફિલ્મ જોશે....

રજિસ્ટ્રી અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું

આજે સુપ્રીમ કોર્ટના પરિસરમાં ઘણા લોકપ્રિય અને પ્રખ્યાત લોકો હાજર રહ્યા હતાં. સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 માં વર્ષ દરમિયાન આયોજિત કાર્યક્રમોના ભાગ રૂપે, લિંગ સમાનતાની થીમ પર આધારિત ફિલ્મ Laapata Ladies બતાવવામાં આવશે. 9 ઓગસ્ટના રોજ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગમાં ફિલ્મ જોવા માટે રજિસ્ટ્રી અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ફિલ્મ કિરણ રાવ દ્વારા નિર્દેશિત છે.

ફિલ્મમાં સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે

આ ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા અને શ્રીવાસ્તવ દીપક મુખ્ય કિરદારમાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં રવિ કિશન પોલીસ ઈન્સ્પેક્ટરના રોલમાં છે. આ ફિલ્મની વાર્તા બે દુલ્હન, ફૂલ અને પુષ્પાની આસપાસ ફરે છે. સૂરજમુખી ગામમાં રહેતો દીપક તેની કન્યા ફૂલ સાથે તેના ઘરે જાય છે. ત્યારબાદ આ ફિલ્મમાં ઘણા ઉતાર-ચઠાવ આવે છે. આ ફિલ્મમાં ઘણા સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે.

આ પણ વાંચો: Mouni Roy અને તેના પતિના કિસ કરતા એકથી વધુ ફોટો થયા વાયરલ

Tags :
aamir khanamir khanChief Justice DY Chandrachudcji chandrachud aamir khanGujarat FirstIndia NewsKiran RaoLaapata LadiesLaapata Ladies ScreeningLaapataa Ladieslaapataa ladies screening at supreme courtscreeningSupreme Court
Next Article