ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Economic Survey : સંશોધન અને વિકાસ ક્ષેત્રે ભારતનો માથાદીઠ ખર્ચ વિશ્વમાં સૌથી ઓછો

Economic Survey:  જીડીપી (GDP -Gross domestic product  કુલ ઘરેલું ઉત્પાદન)ની દ્રષ્ટિએ જોઈએ તો ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ભારતનું લક્ષ્ય છે. આ માટે ભારત 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચનાનો ફાયદો...
07:38 PM Jul 22, 2024 IST | Hiren Dave
Economic Survey

Economic Survey:  જીડીપી (GDP -Gross domestic product  કુલ ઘરેલું ઉત્પાદન)ની દ્રષ્ટિએ જોઈએ તો ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ભારતનું લક્ષ્ય છે. આ માટે ભારત 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચનાનો ફાયદો ઉઠાવવાની ગણતરી રાખે છે. એમ થયું તો ભારતની પ્રગતિ ‘દિન-દોગુની-રાત-ચૌગુની’ને ન્યાયે થઈ શકશે. પણ એમાં અમુક વિઘ્નો, અમુક અડચણો પણ છે. વર્ષ 2047 સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવી દેવાનું લક્ષ્ય પાર પાડવામાં કેવી-કેવી અડચણો છે અને એ અડચણોને કઈ રીતે પાર પાડી શકાય, એ જોઈએ.

શું કહે છે આર્થિક સર્વેક્ષણ?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ‘આર્થિક સર્વેક્ષણ 2023-24’ (Economic Survey) મુજબ તો વિકસિત દેશ બનવા તરફની ભારતની કૂચ ચીન કરતા અલગ હશે, અને તે સરળ રસ્તો નહીં હોય! 1980 અને 2015ની વચ્ચે ચીનના આર્થિક ઉદય અને હરણફાળ દરમિયાન જે વૈશ્વિક પરિસ્થિતિ હતી એના કરતાં અલગ પરિસ્થિતિ ભારત માટે હોવાનું આ સર્વેમાં કહેવાયું છે.

ચીનની આર્થિક ઉડાનમાં ચાવીરૂપ બનેલા પરિબળો

ચીનની પ્રગતિની જ્યારે શરૂઆત થયેલી એ સમયગાળો વૈશ્વિકરણ (globalization)નો હતો. અમેરિકા અને રશિયા વચ્ચેની કોલ્ડ વોર પૂરી થઈ ગયુ હતું. જેના લીધે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિકાસશીલ અને ગરીબ દેશો પણ આર્થિક પ્રગતિ ઝંખી રહ્યા હતા. એવા સમયે ચીને સસ્તા માલનું મબલખ ઉત્પાદન કરીને દુનિયાભરમાં એની નિર્યાત કરીને આર્થિક સધ્ધરતા મેળવી. સદીઓથી બારણાં વાસીને બેઠેલા ચીને વૈશ્વિક પ્રવાહમાં ભળીને અન્ય દેશો સાથે કદમથી કદમ મેળવવા માંડ્યા એનું અમેરિકા અને યુરોપના દેશોએ પણ સ્વાગત કર્યું હતું. જળ-વાયુ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી આજે છે એવી વૈશ્વિક સમસ્યાઓ પણ ત્યારે વિકરાળ સ્વરૂપ નહોતી ધરી બેઠી. ચીનને મળેલી એવી સહૂલિયત ભારતને અત્યારે મળે એમ નથી, છતાં અમુક પરિબળો એવા પણ છે, જેનો ફાયદો ઉઠાવીને ભારત ધમધોકાર પ્રગતિ કરી શકે એમ છે. એમાંનું એક પરિબળ છે ‘ચાઇના પ્લસ વન’ વ્યૂહરચના.

શું છે ચાઇના પ્લસ વન વ્યૂહરચના?

છેલ્લા 20 વર્ષોથી અમેરિકા અને યુરોપની મોટાભાગની કંપનીઓ મુખ્યત્વે ચીનમાં જ રોકાણ કરતી રહી છે. એનું મુખ્ય કારણ છે સસ્તો મજૂરીદર, જેને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. આર્થિક રીતે સધ્ધર થયેલું ચીન હવે પશ્ચિમી દેશો સામે પડકાર બની ગયું હોવાથી એ દેશો ચીનને બદલે બીજા દેશોમાં રોકાણની તકો શોધી રહ્યા છે. આ વ્યૂહરચનાને નામ અપાયું છે ‘ચાઇના પ્લસ વન’, મતલબ કે ચીન ઉપરાંતનું અન્ય કોઈ. એકમાત્ર ચીનને જ ધંધો આપીને એની ઇકોનોમીને મજબૂત કર્યા કરવાને બદલે પશ્ચિમી દેશોની કંપનીઓ આ વ્યૂહરચનાનો અમલ કરીને અન્ય દેશોને પણ એમની આર્થિક તાકાત વધારવાની તક પૂરી પાડવા માંગે છે. એ બહાને ચીની ડ્રેગનની બેફામ પ્રગતિને બ્રેક લગાવવાની પણ એમની નેમ છે.

અમેરિકા સહિત આર્થિક રીતે સમ્પન્ન અન્ય દેશોમાં નિકાસ વધારવા માટે ભારત બીજો વિકલ્પ પસંદ કરે એ ઈચ્છનીય છે. નજીકના ભૂતકાળમાં પૂર્વ એશિયાના દેશો આ ઉપાય સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા છે. તો ભારત કેમ નહીં? આમ કરીને ભારત ચીન સાથેની સતત વધી રહેલી વેપાર ખાધ પર પણ કાબૂ મેળવી શકે છે. ચીનથી માલ આયાત કરીને પછી એના પર થોડોઘણો નફો ચડાવીને એને અમેરિકા-યુરોપમાં નિકાસ કરવાને બદલે ભારતે ચીનમાંથી ઊચાળા ભરી રહેલી અમેરિકન અને યુરોપિયન કંપનીઓ માટે લાલ જાજમ બિછાવીને, એમની અનુકૂળતા મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને એમને આવકારવી જોઈએ. આમ કરીને ભારતની વ્યાપાર માટેની ચીન પરની નિર્ભરતા ઓછી કરી શકાય એમ છે.

આ પણ  વાંચો  -Union Budget 2024: બજેટમાં લેવાશે આ નિર્ણયો! તો શેરબજાર પર થશે મોટી અસર

આ પણ  વાંચો  -SHARE MARKET: બજેટ પહેલા શેરબજાર લાલ નિશાનમાં બંધ, Wipro અને Reliance માં મોટો કડાકો

આ પણ  વાંચો  -Share Market Today Update: રેકોર્ડ બ્રેક ઉછાળા બાદ Sensex અને Nifty થયા ધડામ!

Tags :
Budgetbudget 2024budget 2024 datebudget 2024 date and timebudget 2024 expectationsBusinessChinacomparedcontribution loweconomic survey 2024Economic Survey2024finance budget 2024India Budgetindia budget 2024india budget 2024 dateindia spendingindian budgetindian budget 2024indian budget 2024 datelessNirmala Sitharamanpvt sectorunion budgetunion budget 2024union budget 2024 dateunion budget 2024-25union budget dateUS
Next Article