Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોગલો અને બ્રિટિશરો નહી, સંતોના પ્રદાન પર ચર્ચા થાય છે, આ નવા ભારતની તાસીર છે : બાલમુકુંદ પાંડે

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરરોજ વિવિધ વિષયો પર એકેડેમિક અને પ્રોફેશ્નલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગઈકાલે અને આજે ઋષિઓ અને સંતોનું ભારતના ઇતિહાસમાં પ્રદાન વિષય પર એકડેમિક કોન્ફરન્સ અને આજે Leader-2030-Role of HR વિષય પર પ્રોફેશનલ કોન્ફરન્સનું આયોનજ કરવામાં આવ્યું હતું.4 જાન્યુઆà
04:57 PM Jan 04, 2023 IST | Vipul Pandya
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરરોજ વિવિધ વિષયો પર એકેડેમિક અને પ્રોફેશ્નલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગઈકાલે અને આજે ઋષિઓ અને સંતોનું ભારતના ઇતિહાસમાં પ્રદાન વિષય પર એકડેમિક કોન્ફરન્સ અને આજે Leader-2030-Role of HR વિષય પર પ્રોફેશનલ કોન્ફરન્સનું આયોનજ કરવામાં આવ્યું હતું.
4 જાન્યુઆરી 2023ને બુધવારના રોજ યોજાયેલ પ્રોફેશનલ કોન્ફરન્સ
પૂ. બ્રહ્મવિહારી સ્વામી
BAPSના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે 30 દિવસ માટે 600 એકર ભૂમિમાં આટલો પુરુષાર્થ કરવાનું શું કારણ છે ત્યારે મેં જણાવ્યું કે અમે આ મહોત્સવ દ્વારા અમે વિશ્વને કહેવા માંગીએ છીએ કે અમે પ્રમુખસ્વામી મહારાજને સર્વે પ્રત્યે કેટલો પ્રેમ અને સેવા હતી. HR-માનવ સંસાધન વિભાગની જવાબદારી નિયમો લાગુ કરવા પૂરતી નથી, પરંતુ માનવની સુખાકારી વધારવાની છે.
ભગવદ ગીતા મનની સ્થિરતા પર ભાર મૂકે છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા, ‘જો તમારું માં સ્થિર હશે, હૃદય શુદ્ધ હશે અને આત્મા શ્રદ્ધાવાન હશે તો આ વિશ્વમાં કશું અશક્ય  નથી.’ સ્વયંસેવકોનું સમર્પણ પ્રમુખસ્વામી મહારાજે તેમની લીધેલી સંભાળને આભારી છે. BAPS સંસ્થા 1979માં મોરબી રેલ હોનારત સમયે, 1999માં ઑડિશા ચક્રવાત વખતે, 2001માં ગુજરાત ભૂકંપમાં, 2004-05માં સુનામી રાહત કાર્યમાં તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ વખતે ભારતીય વિદ્યાર્થીઓને મુક્ત કરાવવા સમયે પણ સેવામાં લાગી ગઈ છે. HR વિભાગીય વડાઓની જવાબદારી માત્ર સ્થિરતા જાળવવાની નથી પરંતુ આપની સંસ્થા અને આ વિશ્વને વધુ દયાવાન બનાવવાની છે.
ડો. ટી.વી. રાવ, ચેરમેન - TVRLS, પૂર્વ પ્રોફેસર - IIM Ahmedabad
600 એકરમાં ફેલાયેલા અને અદભૂત મેનેજમેન્ટનો સંસ્પર્શ પામેલા આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલ આજની આ કોન્ફરન્સ ઐતિહાસિક બની ગઈ છે. હું ડો. કલામના પ્રમુખસ્વામી મહારાજ પર લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેનડેન્સ’ વાંચીને અભિભૂત થઈ ગયો. પ્રમુખસ્વામી મહારાજે ડો. કલામને ભારતની પ્રગતિ માટે આધ્યાત્મિકતાને  છટ્ઠા તત્વ તરીકે   ઉમેરવાની વાત કરી હતી. HR ની કાર્યશૈલીમાં પણ અધ્યાત્મ ઉએરાવું જોઈએ. સંસ્થાની 80% મૂડી અદ્રશ્ય સંપદાઓમાં રહેલી છે. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામે આ પુસ્તક વાંચવું જોઈએ અને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા મેળવવી જોઈએ. 
શ્રી ક્રિશ શંકર, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ગ્રુપ HR Head - ઈન્ફોસિસ
સ્વયંસેવાનો ભાવ ઊભો કરી શકવો તે HR ના કાર્યનો સાર છે. HR તરીકે આપણે સર્વસમાવેશક સંસ્થા તરફ લક્ષ રાખવું જોઈએ અને તે કેવી રીતે થઈ શકે તેના માટે BAPS  સંસ્થામાંથી પ્રેરણા મેળવવી જોઈએ.
શ્રી સંદીપ ત્યાગી, HR Head - Uflex કેમિકલ્સ
આપણે બૌદ્ધિક ક્ષમતાની સાથે ભાવનાત્મક સમજણ કેળવવા તરફ ધ્યાન રાખવું જોઈએ, આ વિશ્વને આપણા તરફથી આ ઉત્તમ ભેટ હશે.
પૂ. જ્ઞાનવત્સલ સ્વામી
BAPS યુનો સાથે Consultative Status-એટલે કે સલાહકાર તરીકે સંકળાયેલ NGO છે. BAPSના સંતો સમગ્ર સંસ્થાના વ્યવસ્થાપન અને માનવ સંસાધનનું કાર્ય કરે છે. કોર્પોરેટ ક્ષેત્ર ‘Pay and Smile’ પર કાર્ય કરે છે, જ્યારે NGO ‘Serve and Smile’ પર કાર્ય કરે છે. યોગીજી મહારાજ નાનામાં નાના વ્યક્તિને માનવાચક સંબોધનથી બોલાવતા. પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનમાં લાખો લોકોને વ્યક્તિગત મળ્યા. IQ અને EQ (ઈમોશનલ કવોશન્ટ)ની સાથે saathe આ શતાબ્દી આધ્યાત્મિક સમજણ (Spiritual Quotient) કેળવવા પર ભાર મૂકવાની છે.”
પ્રો. યોગી ત્રિવેદી
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય પર પુસ્તક ‘ In Love: At Ease’ના લેખક  કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર યોગી ત્રિવેદીએ જણાવ્યું,  પ્રમુખસ્વામી મહારાજ શ્રેષ્ઠ માનવ સંસાધન પ્રબંધક હતા. એ એમની આધ્યાત્મિકતા હતી જેને કારણે હર કોઈ એમની સાથે સરળતાથી વ્યક્ત થઈ શકતા. પ્રમુખસ્વામી મહારાજે સૌને નિસ્વાર્થ પ્રેમ આપ્યો અને સર્વની સેવા કરી.
3, 4 જાન્યુઆરી 2023ના રોજ યોજાયેલ એકડેમિક કોન્ફરન્સ
વિષય: ઋષિઓ અને સંતોનું ભારતના ઇતિહાસમાં પ્રદાન
બ્રહ્મવિહારી સ્વામી
સંતોનું કાર્ય આપણા જીવનને શીતળતા બક્ષવાનું છે. સાત તુકારામ, મીરાંબાઈ અને નરસિંહ મહેતા જેવા સંતોનું જીવન વૃતાંત આપણને દિશા દર્શન કરે છે. ભગવાન સ્વામિનારાયણના પરમહંસો, જેમણે તેમના જીવન દ્વારા ઇતિહાસ રચ્યો, તેમના દ્વારા કહેવાયેલો ઇતિહાસ વધુ પ્રાણવંત છે, કેમકે તે ઇતિહાસ લોકજીવનની ભીતર ઓતપ્રોત થયેલા જીવનમાંથી આવે છે.
ડો. અરવિંદ જામખેડકર, કુલપતિ - ડેક્કન કોલેજ
દરેક વ્યક્તિએ ઇતિહાસ પ્રત્યે જાગૃત રહીને તેનો અભ્યાસ કરવો જોઈએ. હિન્દુ ધર્મની વેદિક સમયથી આજપર્યંત વહી રહેલી ધારાનો ઇતિહાસ રોચક છે.
પરમતત્વ સ્વામી
1974માં વચનામૃત ગ્રંથની અંગ્રેજી આવૃત્તિના લોકાર્પણ સમયે ખાસ ધ્યાનાકર્ષક અને સૌને સ્પર્શી ગયેલી વાત દરેક વચનામૃતનો પ્રારંભિક ફકરો છે, જેમાં જે તે દિવસ અને સમયનો ઉલ્લેખ, તે સમયનું  સમગ્ર વાતાવરણ, ઉપસ્થિત શ્રોતાગણ સર્વેનો ઉલ્લેખ છે. નમ્રતા સર્વ ગુણનો જનક છે. યોગીજી મહારાજ નમ્રતા અને દાસભાવને મહાનતાનું લક્ષણ ગણાવતા.
21 મે 1950માં BAPS સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે વાસણ ઘસવાની સેવા કરેલી. 1971 સુધી પ્રમુખસ્વામી મહારાજે  દાસભાવે યોગીજી મહારાજની આજ્ઞામાં રહીને કાર્ય દીપાવ્યું. અક્ષરધામનું સર્જન હોય કે ગિનીઝ બુકના સન્માન હોય, પ્રમુખસ્વામી મહારાજ સદા દાસ, સેવક થઈને રહ્યા.
શ્રી પ્રોફેસર રામકૃષ્ણ ત્રિપાઠી, પ્રોફેસર - વેદાંત વિભાગ
પ્રમુખસ્વામી મહારાજ સ્વયં ઇતિહાસપુરુષ છે. તેમણે સમાજ ઉત્થાનનું કાર્ય કર્યું, સનાતન ધર્મનું રક્ષણ અને પોષણ કર્યું. પરમાત્મા સ્વયં પ્રમુખસ્વામી મહારાજ રૂપે અવતરિત થયા. વેદાદિક શાસ્ત્રોના અધ્યયનને પુષ્ટિ આપી. ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં હિન્દુ મંદિરોનું સર્જન કર્યું. નુતન વૈદિક દર્શન – અક્ષર પુરુષોત્તમ દર્શનની  ભેટ આપી. 
શ્રી બાલમુકુંદ પાંડે, અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજના
25 વર્ષ પહેલાં મોગલો અને બ્રિટિશરોના પ્રદાન વિષે ચર્ચાઓ થતી, આજે સંતોના પ્રદાન વિષયક ચર્ચા થઈ રહી છે, આ નવા ભારતની તાસીર છે.  પ્રમુખસ્વામી મહારાજે દિલ્લીમાં અક્ષરધામનું સર્જન કરીને ભારતીય સંસ્કૃતિને અભૂતપૂર્વ અંજલિ આપી છે. ભારતીય ઇતિહાસને ભારતીય દ્રષ્ટિથી નિરાખવામાં આવશે ત્યારે આપણે આપનું મૂલ્ય યથાર્થ સમજી શકીશું.
પૂ. જ્ઞાનાનંદ સ્વામી
પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત દાર્શનિક સિદ્ધાંતને પોષણ આપ્યું. ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોમાં જીવ, ઈશ્વર, માયા , બ્રહ્મ, પરબ્રહ્મ એમ પાંચ તત્વોનું નિરૂપણ થતું. પ્રમુખસ્વામી મહારાજે સાધુ ભદ્રેશદાસ સ્વામીને શ્રીમદ ભગવદ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર પર સ્વામિનારાયણ ભાષ્ય રચવાની પ્રેરણા કરી, જેમાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સમાવિષ્ટ થઈ જાય.
આ પણ વાંચો - ગુજરાતની ધરતીએ "પ્રમુખસેવક" પણ આપ્યા અને "પ્રધાનસેવક" પણ આપ્યા : ડૉ. સંબિત પાત્રા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AcademicAhmedabadBAPSconferencesGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarProfessionalPSM100ShatabdiMahotsav
Next Article