Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BAPSનાં વડા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ગોંડલના શ્રી અક્ષર મંદિરે પધાર્યા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ BAPSનાં વડા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ગોંડલના શ્રી અક્ષર મંદિરે પધાર્યા છે.સમગ્ર અક્ષર મંદિરનાં પરિસરને ખૂબ જ સુંદર રીતે રોશની તેમજ કમાન દ્વારા શણગારવામાં આવ્યું છે. દશેરાના સપરમા દિવસે ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે પ.પૂ.મહંત સ્વામી...
bapsનાં વડા પ પૂ મહંત સ્વામી મહારાજ ગોંડલના શ્રી અક્ષર મંદિરે પધાર્યા
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

BAPSનાં વડા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ગોંડલના શ્રી અક્ષર મંદિરે પધાર્યા છે.સમગ્ર અક્ષર મંદિરનાં પરિસરને ખૂબ જ સુંદર રીતે રોશની તેમજ કમાન દ્વારા શણગારવામાં આવ્યું છે.

Advertisement

દશેરાના સપરમા દિવસે ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે પ.પૂ.મહંત સ્વામી મહારાજ પધાર્યા છે.અમેરિકા ખાતે રોબિન્સવિલ શહેરમાં અક્ષરધામ મહામંદિરનું લોકાર્પણ કરીને મહંતસ્વામી મહારાજ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગોંડલ ખાતે પધારી ચુક્યા છે.જેને લઈને ભકતોમાં અદમ્ય ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.સમગ્ર અક્ષર મંદિરનાં પરિસરને ખૂબ જ સુંદર રીતે રોશની તેમજ કમાન દ્વારા શણગારવામાં આવ્યું છે. પ.પૂ.મહંતસ્વામી મહારાજ તા. ર૪/૧૦/૨૦૨૩, દશેરા થી તા. ૧૫/૧૧/૨૦૨૩, ભાઈબીજ સુધી શ્રી અક્ષર મંદિર ખાતે બિરાજી ભક્તોને વિવિધ ઉત્સવોમાં સત્સંગ લાભ આપનાર છે.તેઓના સાંનિધ્યમાં તા. ૨૮/૧૦ શનિવારે રાત્રે 11:30 થી 4:00 દરમ્યાન ચંદ્રગ્રહણની સભા, તા. ર૯/૧૦ રવિવારે શરદપૂનમનાં દિને સાંજે ૦૫:૩૦ થી ૦૮:૩૦ દરમિયાન મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૯મો જન્મોત્સવ અતિ ધામધૂમપૂર્વક ઉજવાનાર છે. પ.પૂ. મહંતસ્વામી અનુકૂળતા મુજબ સવારે 6:00 કલાકે ઠાકોરજીની પૂજા દર્શન તેમજ સાંજે 6:00 કલાકે સત્સંગ સભામાં દર્શનનો લાભ આપશે.

Advertisement

આ પણ વાંચો – Bahucharaji : માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×