Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં યોજાય આજે બાર કાઉન્સિલની પ્રોફેશનલ કોન્ફરન્સ

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી પ્રમુખ સ્વામી મહારાજ નગર અમદાવાદ ખાતે થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને નગરજનો ઉમટી રહ્યાં છે. દરરોજ નગરમાં વિવિધ વિષયો પર નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રોફેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રોફેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય વક્તાઓએ પà«
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં યોજાય આજે બાર કાઉન્સિલની પ્રોફેશનલ કોન્ફરન્સ
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી પ્રમુખ સ્વામી મહારાજ નગર અમદાવાદ ખાતે થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને નગરજનો ઉમટી રહ્યાં છે. દરરોજ નગરમાં વિવિધ વિષયો પર નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રોફેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રોફેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય વક્તાઓએ પોતાની વાત રજુ કરી હતી.
શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા - ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત
“સ્વામિનારાયણ સંપ્રદાયે લોકોની સેવા કરી છે અને તેમને પ્રગતિ માટે ટેકો પૂરો પાડ્યો છે.પ્રમુખસ્વામી મહારાજ નગરનું આયોજન અદ્ભુત છે અને સ્વચ્છતાનું શ્રેષ્ઠ પ્રતિક છે.” 
શ્રી કમલ ત્રિવેદી - સિનીયર એડવોકેટ, એડવોકેટ જનરલ ઓફ ગુજરાત
“ આજે આપણે  વિવિધતામાં એકતાનો અનુભવ કરી રહ્યા છે કેમકે સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઈ કોર્ટ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જેવી સંસ્થાઓમાંથી અહી એક છત્ર હેઠળ સર્વે ઉપસ્થિત રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શિક્ષાપત્રીનું જીવંત સ્વરૂપ હતા. ૨૦૦૨માં જયારે મેં એમને પૂજામાં કેટલો સમય ફાળવવો જોઈએ તે અંગે પૂછ્યું ત્યારે તેમણે  જણાવ્યું હતું કે જો આપણે આપણું કાર્ય નિષ્ઠાથી કરીએ તો તે પૂજા વ્યવસ્થિત કર્યા બરાબર છે.” 
શ્રી એમ.આર.શાહ - જજ, સુપ્રીમ કોર્ટ
“પ્રમુખસ્વામી મહારાજને ૨૦૦૪માં મળતાં લાગ્યું કે આપણે તેઓની જેમ અનુશાસનપૂર્વક જીવવું જોઈએ. આપણે તેમના પગલે ચાલી શિસ્ત, સેવા અને ઉદારતાના ગુણો કેળવવા જોઈએ. પ્રમુખસ્વામી મહારાજે  શિક્ષાપત્રીના નિયમો સમજાવ્યા અને લાગ્યું કે શિક્ષાપત્રી આપણા જીવનનું બંધારણ છે.”
શ્રી મનન કુમાર મિશ્રા - ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
તેમણે વ્યવસાયિક મુલ્યો અને નિષ્ઠા પર વાત કરતાં સૌને મુશ્કેલીઓમાં પણ ધર્મ જાળવી રાખવાનો અનુરોધ કર્યો. પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતા બિરદાવતાં તેમણે આ પ્રકારનો અન્ય એક કાયદાકીય સેમીનાર દિલ્લી અક્ષરધામ ખાતે યોજવાની ઈચ્છા દર્શાવી.
પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામી
“આપણે આપણી જવાબદારીઓને આપણા વ્યવસાય પૂરતી સીમિત કરી દઈએ છીએ.પરંતુ, આપણે માનવતા અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ અદા કરવી જોઈએ. પ્રમુખસ્વામી મહારાજે સૌને ઘરસભાનો આદેશ આપ્યો, જે કુટુંબમાં સંવાદિતા લાવવા માટે અને મુલ્યોના જતન માટે ખુબ જરૂરી છે.” 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.