Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશ-વિદેશની 46 પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં પ્રમુખસ્વામી મહારાજે રાહતની વણથંભી વણઝાર સર્જી

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં સાંધ્ય સભામાં વિવિધ વિષયો આધારિત વિચાર સત્રોનું આયોજન થાય છે જે અંતર્ગત આજે સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થા દ્વારા કુદરતી હોનારતો વખતે જે સેવા યજ્ઞ થયો હતો તેને મહાનુભાવોએ બિરદાવી પ્રમુખ સ્à
દેશ વિદેશની 46 પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં પ્રમુખસ્વામી મહારાજે રાહતની વણથંભી વણઝાર સર્જી
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં સાંધ્ય સભામાં વિવિધ વિષયો આધારિત વિચાર સત્રોનું આયોજન થાય છે જે અંતર્ગત આજે સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થા દ્વારા કુદરતી હોનારતો વખતે જે સેવા યજ્ઞ થયો હતો તેને મહાનુભાવોએ બિરદાવી પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પી હતી.
પ્રમુખસ્વામી મહારાજના રાહતકાર્યોની એક અલ્પ ઝલક
1987 દુષ્કાળ
  • 8 મહિનાથી 1 વર્ષ સુધી કેમ્પ ચલાવ્યા
  • 10 હજાર પશુઓને સાચવ્યા હતા 
માર્ચ 1988 થી મે 1988 એટલે કે 3 મહિનામાં -
  • છાશ વિતરણ – 195 કેન્દ્રોમાં 1,27,57,000 લોકોએ લાભ લીધો 
  • અનાજ વિતરણ – 13 જિલ્લાઓમાં 2,23,800 કિલો અનાજનું વિચરણ 
  • ઘાસ વિતરણ – 3,12,95,000 કિલો
  • સુખડી વિતરણ – 18,000 કિલો 
  • શિક્ષણ સહાય – પુસ્તક વિતરણ અને ગોંડલ ગુરુકુળ ફી માફ 
2001 ભુજ ભૂકંપ  :
  • કુલ 18 લાખ લોકોને ભોજન, 45 દિવસ સુધી રોજ 40 હજાર લોકોને ભોજન 
  • કુલ 4,190 ભૂકંપગ્રસ્ત ઘરો સહિત 15 દત્તક ગામોનું નિર્માણ અને પુનર્વસન 
  • કુલ 15 હજાર વિદ્યાર્થીઓના લાભાર્થે 49 ભૂકંપગ્રસ્ત શાળાઓનું નિર્માણ 
  • કુલ 91 હજાર દર્દીઓની વિના મૂલ્યે વિતરણ સેવા 
  • કુલ 409 ગામોમાં રાહત-સમગ્રીનું વિતરણ અને 2,500 લોકોને રોજગાર
કોરોનાકાળ
પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત રાહતસેવાઓના કાર્યને આગળ ધપાવતાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
  • કોરોના વોરિયર્સ માટે 1,80,000થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું.  
  • 2 લાખથી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર 
  • 250થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો.
  • 1,000થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું. 
  • 5,000 લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું. 
  • તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે 30 લાખથી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો. 
  • 5,56,000થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયાં.
  • 11 હજારથી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.
  • 132 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ
  • 78 લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ
  • 1300 કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ 
સંધ્યા સભા
‘સેવા દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા 4.45 વાગ્યે ધૂન-કીર્તન સાથે  થયો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPSના પૂ આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના જીવનકાર્યની  ઝાંખી કરાવતાં કહ્યું, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે અક્ષરધામ વિદ્યમાન છે તે દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ છે જે પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્યોમાં યશકલગી સમાન છે. અક્ષરધામ તે પ્રમુખસ્વામી મહારાજના કલ્યાણકારી કૌશલ્યનું પ્રતીક છે કારણ કે પ્રમુખસ્વામી મહારાજ વિશ્વકર્માસ્વરૂપ સંત હતા.
તેમણે કહ્યું, મંદિરનિર્માણમાં જોડાયેલા સોમપુરા  સમાજના મહાનુભાવોએ પણ સ્વીકાર્યું કે, અમે મંદિરનું જેવું ચિત્ર કાગળ પર દોરીએ તેવું આબેહૂબ મંદિર માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ નિર્માણ કરી શકે. પ્રમુખસ્વામી મહારાજ સમયની રીતે, ચોકસાઈની રીતે તેમજ વ્યાપની રીતે  કાર્યકુશળતા ધરાવતા હતા. નજર સાગર સામે હોય પરંતુ સાથે વહેતા ઝરણાને પણ ભૂલે નહિ એવી પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હતી. પ્રમુખસ્વામી મહારાજનો અક્ષરધામ નિર્માણનો હેતુ એ હતો કે ,"સૌનું જીવન ઘડતર થાય અને સૌને જીવન દિવ્ય બનાવવાની પ્રેરણા મળે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.